550 વર્ષ જૂનુ છે આ Mummy, જાણો બૌદ્ધ ભિક્ષુકના અનોખા Mummy વિશે જેને લોકો માને છે ભગવાન !

|

Aug 14, 2022 | 6:23 PM

ભૂતકાળમાં દુનિયાના અનેક દેશોમાંથી રહસ્યમયી Mummy મળ્યા છે. ભારતમાં પણ એક રહસ્યમયી Mummy છે, પણ આ બીજા કરતા અલગ છે. ચાલો જાણીએ તેના વિશે.

550 વર્ષ જૂનુ છે આ Mummy, જાણો બૌદ્ધ ભિક્ષુકના અનોખા Mummy વિશે જેને લોકો માને છે ભગવાન !
the unique mummy of a Buddhist beggar
Image Credit source: file photo

Follow us on

દુનિયા રહસ્યોથી ભરપૂર છે. એવા અનેક રહસ્યો સમયે સમયે દુનિયા સામે આવતા રહ્યા છે. તમે મમી વિશે ફિલ્મો કે કાર્ટૂનમાં જોયુ અને સાંભળ્યુ જ હશે. ભૂતકાળમાં દુનિયાના અનેક દેશોમાંથી રહસ્યમયી Mummy મળ્યા છે. ભારતના એક પડોશી દેશમાં પણ એક રહસ્યમયી Mummy છે, પણ આ બીજા કરતા અલગ છે. હિમાચલના લાહૌલ સ્પીતિ વેલીમાં એક બૌદ્ધ મઠ છે તાબો મોનેસ્ટ્રી. ત્યાંથી 50 કિમી દૂર એક ગામ છે જેનુ નામ છે ગિયૂ (Giyu). તિબ્બતમાં એક સમયે એક બૌદ્ધ ભિક્ષુક થઈ ગયા જેમનુ નામ હતુ લામા સાંગલા તેનજિંગ. તે તિબ્બતથી અહીંયા તપસ્યા કરવા આવ્યા હતા. ગિયૂ ગામ બરફથી ઢકાયેલુ રહેવાને કારણે દુનિયાથી અલગ રહે છે, તેના કારણે બૌદ્ધ ભિક્ષુક લામા સાંગલા તેનજિંગ માટે આ જગ્યા તપસ્યા માટે સરળ હતુ. તે સમયે તેમની ઉમ્ર 45 વર્ષ હતી.

કહેવામાં આવે છે કે બૌદ્ધ ભિક્ષુક લામા સાંગલા તેનજિંગ તપસ્યામાં લીન હતા અને તેમણે બેઠા બેઠા જ સાધના તપસ્યા દરમિયાન પોતાના પ્રાણ છોડ્યા હતા. આજે તેમની મમી તે સ્થળે તે જ બેઠેલી અવસ્થામાં જોવા મળે છે. તે દુનિયાની એક માત્ર એવી મમી છે. જે બેઠેલી અવસ્થામાં છે. તેના સિવાયની કોઈ મમી આવી અવસ્થામાં આજ સુધી જોવા મળી નથી. આ બૌદ્ધ ભિક્ષુકની મમી 550 વર્ષ જૂનુ માનવામાં આવે છે. ઘણીવાર આ મમીના નખ અને વાળ વધવાના સમાચાર સામે આવે છે. લોકો આબૌદ્ધ ભિક્ષુક લામા સાંગલા તેનજિંગના મમીને ભગવાન માને છે.

550 વર્ષથી કોઈ પણ લેપ વગર સુરક્ષિત છે આ મમી

સામાન્ય રીતે મમી બનાવવા માટે મૃતકના શરીર પર એક ખાસ લેપ લગાવવામાં આવે છે. પણ આ અનોખો મમી પર કોઈ પણ પ્રકારનો લેપ લગાવવામાં આવ્યો નથી. તેમ છતા આ મમી કેવી રીતે સુરક્ષિત છે, તે આજ સુધી રહસ્ય બની રહ્યુ છે. વૈજ્ઞાનિક તપાસમાં જાણવા મળ્યુ છે કે આ બૌદ્ધ ભિક્ષુક લામા સાંગલા તેનજિંગનું મમી 550 વર્ષ જૂનુ છે. ત્યાના સ્થાનિક લોકો આજે પણ તેને ભગવાન માને છે અને તેની પૂજા કરે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તાબો મઠની સ્થાપના

આ મમી જે સ્થળે છે એ મઠની સ્થાપના તિબ્બતના રહેવાસી બૌદ્ધ રિચેન જંગપોએ કરી હતી. તેને ભારતના સૌથી પ્રાચીન મઠમાંથી એક માનવામાં આવે છે. હજારો લોકો આ સ્થળે મુલાકાત માટે આવે છે. બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામા આ મઠમાં દર વર્ષે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં કાળચક્ર પ્રવર્તન સમારોહમાં આવી તેની શરુઆત કરે છે.

21 વર્ષ જમીનમાં દબાયેલી રહી આ મમી

આ સ્થળે 1974માં ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આ મમી જમીનમાં દટાઈ ગયુ હતુ. 21 વર્ષો સુધી તે જમીનમાં દટાયેલુ રહ્યુ. 1995માં એક રસ્તો બનાવતી વખતે આઈટીબીપીના જવાનોને આ મમી મળ્યુ હતુ. એવુ પણ કહેવામાં આવે છે કે, ખોદકામ દરમિયાન આ દટાયેલા મમીના માથા પર કૂહાડી વાગતા તેમાંથી લોહી પણ નીકળ્યુ હતુ. 2009 સુધી તે આઈટીબીપી કેમ્પમાં રાખવામાં આવ્યુ, ત્યારબાદ તેની આ મઠમાં સ્થાપિત કરવામાં આવ્યુ.

Next Article