100-200 વર્ષ સુધી જીવી શકે છે આ જીવો! વૈજ્ઞાનિકોના રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

|

Jun 24, 2022 | 7:00 PM

Interesting Facts : દુનિયામાં જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ પણ નક્કી છે. આપણે એવા ઘણા લોકોને જાણીએ છીએ જે 100 વર્ષ સુધીની ઉમર ધરાવે છે. ચાલો જાણીએ એવા જીવો વિશે જે 100-200 વર્ષ સુધી જીવે છે.

100-200 વર્ષ સુધી જીવી શકે છે આ જીવો! વૈજ્ઞાનિકોના રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Symbolic Image
Image Credit source: file photo

Follow us on

દુનિયા રહસ્યોથી ભરપૂર છે. આ દુનિયાના અનેક સંશોધનકર્તાઓ દ્વારા થતા સંશોધનની મદદથી સામાન્ય માણસોને દુનિયાના આ રહસ્યો વિશે જાણવા મળે છે. દુનિયામાં જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ પણ નક્કી છે. આપણે એવા ઘણા લોકોને જાણીએ છીએ જે 100 વર્ષ સુધીની ઉમર ધરાવે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં પ્રાણીઓની એવી પ્રજાતિઓ પણ છે લાંબા સમય સુધી જીવે છે. સવાલ એ થાય કે આ જીવો 100-200 વર્ષો સુધી કેવી રીતે જીવતા હશે. આ બાબતે સૌથી પહેલા આપણને કાચબાનો જ વિચાર આવે છે. કાચબો (Tortoise) લાંબા અને ધીમા જીવન જીવતા જીવો તરીકે ઓળખાય છે. 190 વર્ષની ઉંમરે, જોનાથન નામનો સેશેલ્સનો વિશાળ કાચબો જમીન પરનો સૌથી જૂનો પ્રાણી (Oldest Creature) હોઈ શકે છે. આવા અન્ય પણ એવા જીવો છે જે લાંબુ જીવે છે.

ફ્લિંડર્સ યુનિવર્સિટીના રિસર્ચર માઈક ગાર્ડનર અને તેમના સાથીએ આ મામલે રિસર્ચ કરી હતી. તેમણે 100-200 વર્ષ જીવનારા જીવો અને તેની પાછળના કારણો પર રિસર્ચ કર્યુ હતુ. જેના પરથી તમને ઘણી બધી માહિતી મળી હતી.

77 પ્રજાતિઓના જીવો પર કરવામાં આવ્યુ રિસર્ચ

રિસર્ચ જર્નલ સાયન્સમાં પ્રકાશિત લેખમાં માઈક ગાર્ડનર લખે છે, અમે સરિસૃપ અને ઉભયજીવીની 77 વિવિધ પ્રજાતિઓના લાંબા ગાળાના ડેટાનો ઉપયોગ કર્યો છે. અમારું કાર્ય 100 થી વધુ વૈજ્ઞાનિકો વચ્ચેના સહયોગ પર આધારિત છે, જેમાં 60 વર્ષ સુધીના પ્રાણીઓ કે જેઓને પકડવામાં આવ્યા છે, ચિહ્નિત કરવામાં આવ્યા છે, છોડવામાં આવ્યા છે અને ફરીથી રજૂ કરવામાં આવ્યા છે. આ રિસર્ચ પરથી ઘણી ઉપયોગી માહિતી જાણવા મળી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઠંડા લોહીવાળા અને ગરમ લોહીવાળા પ્રાણી

સંશોધન દરમિયાન, જાણવા મળ્યુ કે દેડકા, સલામેન્ડર અને સરિસૃપ જેવા ઠંડા લોહીવાળા પ્રાણીઓ તેમની ધીમી વૃદ્ધત્વને કારણે લાંબું જીવે છે. આ પ્રાણીઓને તેમના શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે બહારના તાપમાન પર આધાર રાખવો પડે છે. પરિણામે, તેમનામાં ‘મેટાબોલિક’ પ્રક્રિયા ધીમી પડી જાય છે. ઉંદરો જેવા નાના અને ગરમ લોહીવાળા પ્રાણીઓ ઓછી ઉંમર સુધી જીવે છે કારણ કે તેમનું પાચન ઝડપી હોય છે અને કાચબા વધુ ધીમેથી વૃદ્ધ થાય છે કારણ કે તેમની પાચનપ્રક્રિયા ધીમી હોય છે. પ્રાણીઓની આસપાસના તાપમાનની સ્થિતિ પણ તેમની ઉમર પર અસર કરે છે.

Next Article