હાર્દિક પંડ્યા તો ઠીક, અનંત અંબાણી પાસેના ઘડિયાળ કલેકશનમાંથી એકની કિંમતમાં તો આટલી BMW કાર આવી જાય

ઉદ્યોગપતિ અનંત અંબાણીના કાંડા પરની દરેક ઘડિયાળ એક અમૂલ્યા ખજાનાથી સહેજ પણ ઓછી નથી. આમાંની ઘણી ઘડિયાળો તો એટલી બધી મોંઘી છે કે તમે તેની કિંમતમાંફક્ત એક નહીં, પરંતુ ઘણીબધી BMW અથવા મર્સિડીઝ કાર ખરીદી શકો છો.

હાર્દિક પંડ્યા તો ઠીક, અનંત અંબાણી પાસેના ઘડિયાળ કલેકશનમાંથી એકની કિંમતમાં તો આટલી BMW કાર આવી જાય
| Edited By: | Updated on: Sep 26, 2025 | 2:48 PM

દેશના જાણીતા ઉદ્યોગપતિ અંબાણી પરિવારના સભ્યો હંમેશા તેમની વૈભવી જીવનશૈલી અને મોંઘાદાટ કલેક્શન માટે અવારનવાર સમાચારમાં ચમકતા રહે છે. પરંતુ આ વખતે, અનંત અંબાણી અને તેમનુ અમૂલ્ય ઘડિયાળ કલેક્શન સમાચારમાં છે. હા, જેટલી અંબાણી પરિવારની લક્ઝરી કાર અને ખાનગી જેટ વિશે વાત કરવામાં આવે છે, તેટલી જ તેમની ઘડિયાળના કલેક્શન પણ આશ્ચર્યજનક છે.

એટલી મોંઘી કે તમે BMW ખરીદી શકો

અનંત અંબાણીના કાંડા પરની દરેક ઘડિયાળ એક ખજાનાથી ઓછી નથી. આમાંની ઘણી ઘડિયાળો એટલી મોંઘી છે કે તમે આ રકમમાં ફક્ત એક નહીં, પરંતુ ઘણી BMW અથવા મર્સિડીઝ કાર ખરીદી શકો છો. ખાસ વાત એ છે કે આ ઘડિયાળો ફક્ત સમય બતાવવા માટે નથી, પરંતુ સ્ટેટસ સિમ્બોલ તરીકે માટે પણ છે.

અનંત અંબાણીના ઘડિયાળ સંગ્રહની કિંમત

અનંત અંબાણી પાસે ઉત્કૃષ્ટ અને દુર્લભ લક્ઝરી ઘડિયાળોનો સંગ્રહ છે, જેની કિંમત આશરે રૂપિયા 250 કરોડ (આશરે 30 મિલિયન અમેરિકન ડોલર) હોવાનું કહેવાય છે. તેમના ઘડિયાળોના સંગ્રહમાં વિશ્વની ટોચની બ્રાન્ડ્સની ઘડિયાળો સામેલ છે, જેમાં પાટેક ફિલિપ, રિચાર્ડ મિલે અને ઓડેમાર્સ પિગુએટનો સમાવેશ થાય છે. જો કોઈ અનંત અંબાણીના ઘડિયાળ સંગ્રહને BMW 2 સિરીઝ ગ્રાન કૂપ સાથે બદલી નાખે છે, તો તેમની પાસે 500 થી વધુ BMW 2 સિરીઝ ગ્રાન કૂપ હશે. અનંત અંબાણીના ઘડિયાળ સંગ્રહ વિશે વધુ જાણીએ.

આ ઘડિયાળ સંગ્રહની ખાસ વાત છે

  • તેમની પાસે રહેલ પાટેક ફિલિપ ગ્રાન્ડમાસ્ટર ચાઇમ 6300G-010, જેની કિંમત આશરે રૂપિયા 68 કરોડ (8 મિલિયન રૂપિયા) છે.
  • એક અનોખી ઘડિયાળ છે જે, રિચાર્ડ મિલે RM 56-01 ટુરબિલોન ગ્રીન સેફાયર તરીકે ઓળખાય છે, જેની કિંમત આશરે રૂપિયા 25 કરોડ (3 મિલિયન રૂપિયા) છે.
  • આ ઉપરાંત, તેમની પાસે અન્ય વિશિષ્ટ અને કસ્ટમ-મેઇડ ઘડિયાળો છે. નોંધનીય છે કે, અનંતે તેમના લગ્ન દરમિયાન તેમના વરરાજાઓને ખાસ ઓડેમાર્સ પિગુએટ ઘડિયાળોનો સંગ્રહ ભેટમાં આપ્યો હતો.

અનંત અંબાણીનો વૈભવી ઘડિયાળો પ્રત્યેનો ઝુકાવ ફક્ત શોખ પૂરતો મર્યાદિત નથી; તે તેમનો જુસ્સો છે. તેમના ફોટા ઘણીવાર મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં તેઓ તેમના કાંડા પર મોંઘી ઘડિયાળો પહેરેલા સ્પષ્ટપણે દેખાય છે.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાની એક ઘડિયાળની કિંમત જાણીને ઉડી જશે હોશ, આટલી પ્રાઈઝમાં તો 100 BMW આવી જાય