ડિજિટલ ફ્રોડના શિકાર બનેલા લોકો માટે RBIનો મોટો નિર્ણય, છેતરપિંડી પર મળશે 85% વળતર- જાણો શું છે નવી ગાઈડલાઈન?

જો તમારી સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ છે, તો હવે ગભરાવાની જરૂર નથી. આરબીઆઈના નવા પ્રસ્તાવ મુજબ, નાના ડિજિટલ ફ્રોડમાં ગ્રાહકોને ₹25,000 સુધીનું વળતર મળી શકશે.

ડિજિટલ ફ્રોડના શિકાર બનેલા લોકો માટે RBIનો મોટો નિર્ણય, છેતરપિંડી પર મળશે 85% વળતર- જાણો શું છે નવી ગાઈડલાઈન?
| Updated on: Mar 10, 2026 | 3:51 PM

દેશમાં સતત વધી રહેલા ડિજિટલ બેંકિંગ ફ્રોડના કિસ્સાઓને જોતા ભારતીય રિઝર્વ બેંકે (RBI) ગ્રાહકો માટે એક સુરક્ષા કવચ પ્રસ્તાવિત કર્યું છે. આ અંતર્ગત જો કોઈ વ્યક્તિ સાથે ₹50,000 સુધીની છેતરપિંડી થાય છે, તો તેને નુકસાનના 85% સુધીનું વળતર મળી શકે છે.

વળતરનું ગણિત અને મર્યાદા

આરબીઆઈના ડ્રાફ્ટ મુજબ, ગ્રાહકોને વધુમાં વધુ ₹25,000 સુધીનું વળતર આપવામાં આવશે. આ નિયમો 1 જુલાઈ, 2026 થી અમલમાં આવી શકે છે. વળતરની પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  • ₹29,412 થી ઓછું નુકસાન: કુલ નુકસાનના 85% રકમ ગ્રાહકને પરત મળશે.
  • ₹29,412 થી ₹50,000 વચ્ચેનું નુકસાન: ગ્રાહકને ફિક્સ ₹25,000નું વળતર મળશે.
  • આ લાભ ગ્રાહકને તેના જીવનકાળમાં માત્ર એક જ વાર મળશે.

પૈસા કોણ આપશે?

નવા માળખા મુજબ, વળતરની રકમમાં આરબીઆઈ અને બેંકો વચ્ચે ફાળવણી કરવામાં આવી છે:

  • આરબીઆઈનું યોગદાન: વળતરની રકમનો મોટો હિસ્સો (લગભગ 65% થી 76%) આરબીઆઈ ભોગવશે.
  • બેંકોનો ફાળો: ગ્રાહકની બેંક અને જે બેંકના ખાતામાં પૈસા ગયા છે (લાભાર્થી બેંક), બંને 10-10% હિસ્સો આપશે.

શરતો જેનું ધ્યાન રાખવું પડશે

વળતર મેળવવા માટે ગ્રાહકે અમુક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે:

  • છેતરપિંડી થયાના 5 કેલેન્ડર દિવસોમાં બેંકને જાણ કરવી પડશે.
  • સાયબર ક્રાઈમ પોર્ટલ અથવા હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવવી જરૂરી છે.
  • બેંકોએ ફરિયાદ મળ્યાના 5 દિવસમાં ગ્રાહકના ખાતામાં વળતર જમા કરાવવું પડશે.

બેંકની બેદરકારી તો ગ્રાહકની જવાબદારી શૂન્ય

જો બેંક સુરક્ષા સિસ્ટમ જાળવવામાં નિષ્ફળ જાય, ટ્રાન્ઝેક્શન એલર્ટ ન મોકલે કે ફરિયાદ પર મોડી કાર્યવાહી કરે, તો તે બેંકની બેદરકારી ગણાશે. આવા કિસ્સામાં ગ્રાહકની કોઈ જવાબદારી રહેશે નહીં અને પૂરેપૂરું વળતર મળશે. જોકે, જો ગ્રાહકે જાતે OTP કે પિન શેર કર્યો હશે, તો તેને ગ્રાહકની બેદરકારી ગણવામાં આવશે.

આ ટેકનોલોજી થી બનાવો માત્ર ₹1.5 લાખમાં તમારું સપનાનું ઘર!, વાંચવા માટે અહીં ક્લિક કરો