મહાત્મા ગાંધી એકમાત્ર એવા હસ્તી જેમના નામે વિશ્વના 133 દેશોએ ટપાલ ટિકિટ, નોટ્સ અને સિક્કા બહાર પાડ્યા, વાંચો આ અહેવાલ

|

Oct 02, 2022 | 8:37 PM

Gandhi Jayanti: મહાત્મા ગાંધી એકમાત્ર વિશ્વની એવી હસ્તી છે, જેમની છબી સાથે વિશ્વના 133 દેશોએ સ્ટેમ્પ, સિક્કા અને નોટ્ બહાર પાડ્યા છે. આવો આદર મેળવનારા ગાંધીજી સમગ્ર વિશ્વના એકમાત્ર હસ્તી છે.

મહાત્મા ગાંધી એકમાત્ર એવા હસ્તી જેમના નામે વિશ્વના 133 દેશોએ ટપાલ ટિકિટ, નોટ્સ અને સિક્કા બહાર પાડ્યા, વાંચો આ અહેવાલ

Follow us on

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) એકમાત્ર એવી હસ્તી છે જેમના નામે વિશ્વ (World)ના 133 દેશોએ ટપાલ ટિકિટ, નોટ્સ અને સિક્કા બહાર પાડ્યા છે. સમગ્ર વિશ્વમાં આવુ સન્માન મેળવનારા ગાંધીજી એકમાત્ર હસ્તી છે. વિશ્વના કોઈ નેતાને આટલી હદે બહુમાન મળ્યુ હોય તેવુ હજુ સુધી બન્યુ નથી. મહાત્મા ગાંધીનું ચિત્ર માત્ર ભારતની ચલણી નોટ, સિક્કા અને ટપાલ ટિકિટ પુરતુ સિમિત નથી. ગાંધીજીના નામની ટપાલ ટિકિટ, સિક્કા અને નોટ્સ વિશ્વના 133 દેશોએ બહાર પાડ્યા છે. આવુ બહુમાન મેળવનારા ગાંધીજી વિશ્વની એકમાત્ર પ્રતિભા છે.

ભારતમાં વર્ષ 1948માં આઝાદીના પ્રથમ વર્ષની ઉજવણી ચાલતી હતી. ત્યારે આ આઝાદીની ઉજવણી નિમીત્તે તેમની પ્રતિમા સાથે સૌપ્રથમ ચાર જૂદી જૂદી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વર્ષ 2017માં આ ચાર સ્ટેમ્પની હરાજી થઈ ત્યારે તેની પાંચ લાખ પાઉન્ડ જેટલી કિંમત ઉપજી હતી. તે વખતે જે સ્ટેમ્પ બહાર પડાયેલી તે માત્ર દેશના પ્રથમ ગવર્નર જનરલ રાજગોપાલાચારીના પત્ર વ્યવહારમાં જ ઉપયોગમાં લેવાતી હતી.

ગાંધીજીની 100મી જન્મ શતાબ્ધી નિમીત્તે વિશ્વના 40 દેશોએ સ્ટેમ્પ બહાર પાડી

2 જી ઓક્ટોબર 1969ના દિવસે ગાંધીજીની 100મી જન્મ જયંતિ હતી તે દિવસે વિશ્વના 40 દેશોએ ગાંધીજીની સ્ટેમ્પ બહાર પાડી હતી. આ રીતે એકસાથે વિશ્વના 40 દેશોએ ગાંધીજીની ટપાલ ટિકિટ બહાર પાડી ઈતિહાસ સર્જ્યો હતો. આવી જ રીતે ગાંધીજી જાન્યુઆરી 1915માં સાઉથ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા. તે સમયે દેશમાં આઝાદીનું આંદોલન આકાર પામી ચુક્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગાંધીજીના ભારત આગમનની શતાબ્દી વખતે વર્ષ 2015માં ભારત સરકારે બે સ્મૃતિ ચિહ્ન સમાન સિક્કા બહાર પાડ્યા હતા. જેમા ગાંધીજી વકીલ અને તે સાથે જ રાષ્ટ્રપિતા તરીકે તેમ બે ઈમેજમાં દર્શાવાયા છે. વર્ષ 1969માં ગાંધીજીની જન્મ શતાબ્દી નિમીત્તે 1,2,5,10 અને 100 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી.

વર્ષ 1987માં પ્રથમવાર આવેલી રૂ. 500ની ચલણી નોટમાં ગાંધીજીને સ્થાન

વર્ષ 1987માં દેશમાં પ્રથમવાર રૂ.500ની ચલણી નોટ બહાર પડી હતી તેમા પણ ગાંધીજીને સ્થાન અપાયુ. આ નોટની રીવર્સમાં ગાંધીજીના નેતૃત્વમાં કૂચ કરતા સ્વાતંત્ર્ય સેનાનીઓની છબી પણ અંકિત કરાઈ હતી. વર્ષ 2016થી ભારત સરકારે નવી કલર સ્કીમ અને ડિઝાઈન સાથે ચલણી નોટ બહાર પાડવાનુ શરૂ કર્યુ.

ફ્રાન્સ, જર્મની, ઉત્તરી આયર્લેન્ડ, શ્રીલંકા, તૂર્કી, રશિયા, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, ઉત્તર કોરિયા, ક્યુબા, ચેક રિપબ્લિક સહિત અન્ય અનેક દેશોએ ગાંધીજીના નામની ટપાલ ટિકિટ બહાર પાડી છે. અનેક દેશોએ ન માત્ર ટિકિટ પરંતુ સોવેન્યિર તરીકે સિક્કા અને નોટ્સ પણ બહાર પાડ્યા છે. આ એવા નોટ્સ અને સિક્કા છે જે કાયમી ચલણમાં ન હોય પરંતુ યાદગીરી રૂપે સોવેન્યિરમાં બહાર પાડવામાં આવેલા હોય છે.

Next Article