લોયર અને ઓડવોકેટ શું હોય છે તફાવત ? જાણો

તમે દરરોજ વકીલાતને લગતા ઘણા શબ્દો સાંભળતા હશો. જેમાંથી વકીલ અને એડવોકેટ શબ્દો સૌથી સામાન્ય છે. હવે તમને સવાલ થતો હશે કે શું આ બંને શબ્દો એક જ છે ? ત્યારે આજે જાણીશું કે, આ બંને શબ્દનો અર્થ શું છે અને આ શબ્દો વચ્ચેનો તફાવત શું છે.

લોયર અને ઓડવોકેટ શું હોય છે તફાવત ? જાણો
| Edited By: | Updated on: Feb 17, 2025 | 5:57 PM

આપણામાંથી ઘણા લોકોને એ ગેરસમજ હશે કે લોયર અને એડવોકેટ બંનેનો અર્થ એકજ થાય છે. પરંતુ ખરેખર એવુ નથી. લોયર અને એડવોકેટ બંને અલગ અલગ છે અને બંનેની ડિગ્રી પણ અલગ હોય છે. આવો જાણીએ બંનેમાં શું તફાવત છે.

લોયર

જે વ્યક્તિએ કાયદાની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. જેમકે LLB અથવા LLMની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. કોરસ્પોન્ડિંગ કોર્ષ દ્વારા પણ જો કાયદાની ડિગ્રી મેળવી હોય તો તે વ્યકિત લોયર ગણાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ IGNOU માંથી કાયદાની ડિગ્રી મેળવે છે, તો તે લોયર ગણાય છે.

લોયર માત્ર કોઈપણ વ્યક્તિને કાયદાકીય સલાહ આપી શકે છે, કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી. લોયર કોઈપણ લિગલ ફર્મ, લિગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકે છે, પરંતુ કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી. આ ઉપરાંત લોયર કોઈપણ પ્રાઈવેટ કંપનીની લિગલ ટીમમાં કામ કરી શકે છે, પરંતુ કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી.

એડવોકેટ

એડવોકેટ બનવા માટે તમારી પાસે HSC બાદ 5 વર્ષ અથવા તો બેચલર પછી 3 વર્ષની ફુલ ટાઈમ કાયદાની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત એડવોકેટ બનવા માટે તમારે AIBE (All India Bar Examination)ની પરીક્ષા પાસ કરવી પણ જરૂરી છે.

કાયદાનો અભ્યાસ કર્યા બાદ એડવોકેટ કોર્ટમાં વકીલાત કરી શકે છે. એટલે કે, તે કોઈ વ્યકિત માટે કોર્ટમાં કેસ લડી શકે છે. એડવોકેટ એટલે કે, સત્તાવાર વક્તા જેને કોઈના વતી બોલવાનો અધિકાર છે. એડવોકેટનો જે ડ્રેસ છે, તે ફક્ત એડવોકેટ જ પહેરી શકે છે, લોયર પહેરી શકતા નથી.