ભારતીય સંસ્કૃતિ સાથે સમાનતા ધરાવતુ ઈરાન કેવી રીતે બની ગયુ ઈસ્લામિક રાષ્ટ્ર- વાંચો

ઈ.સ. 1400 પૂર્વે બોગેજકોઈ શિલાલેખો પર નજર નાખો તો અહીં હિટ્ટાટાઈટ રાજા અને મિતન્નીના રાજાનો ઉલ્લેખ મળે છે. તેમની સંધિઓની રક્ષા માટે કેટલાક દેવતાઓને સાક્ષી માનવામાં આવ્યા છે. જેમના નામ વૈદિક દેવતાઓના નામની સમાન છે. જેવી રીતે મિત્ર, વરુણ, ઈન્દ્ર અને નાસ્તય.

ભારતીય સંસ્કૃતિ સાથે સમાનતા ધરાવતુ ઈરાન કેવી રીતે બની ગયુ ઈસ્લામિક રાષ્ટ્ર- વાંચો
| Edited By: | Updated on: Jun 24, 2025 | 8:56 PM

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. બંને દેશો એકબીજા પર એક બાદ હુમલા કરી રહ્યા છે. આ યુદ્ધ કઈ સ્થિતિમાં અને દિશામાં જઈને રોકાશે તેના હાલ કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા. પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાનની સાંસ્કૃતિક વિરાસત, સભ્યતા અને પ્રાચીનતા પણ ચર્ચાનો વિષય બની છે.

વિશ્વની પ્રાચીન સભ્યતાઓમાં ઈરાનની સભ્યતાનો સમાવેશ

વિશ્વની અનેક પ્રાચીન સભ્યતાઓની જેમ,ઈરાનની સભ્યતા પણ ઘણી જૂની અને વારસાથી સમૃદ્ધ છે. આ ભૌગોલિક ક્ષેત્રની સભ્યતા વિશ્વની સૌથી જૂની સભ્યતાઓમાંની એક છે. છઠ્ઠી સદી પૂર્વે, સાયરસ ધ ગ્રેટે હકામની સામ્રાજ્યની સ્થાપના કરી, જે આગળ જતા ઇતિહાસના સૌથી મોટા સામ્રાજ્યોમાંનું એક બન્યું. ચોથી સદી પૂર્વે, એલેક્ઝાંડરે આ સામ્રાજ્ય પર વિજય મેળવ્યો અને પછી ગ્રીક શાસન પછી, આ જમીનના ટુકડા પર પહેલવી અને પછી સાસાની સામ્રાજ્યોનું શાસન હતું. સાતમી સદી ઈ.સ.માં આરબ મુસ્લિમોએ આ પ્રદેશ પર વિજય મેળવ્યો અને ત્યારથી ઈરાનનું ઇસ્લામીકરણ શરૂ થયું.

ઈરાન 199 માં ઇસ્લામિક ગણરાજ્ય બન્યું

આગળ જતા ઈરાન ઇસ્લામિક સંસ્કૃતિ અને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું. ઇસ્લામિક સુવર્ણ યુગ દરમિયાન તેની કલા, સાહિત્ય, ફિલસૂફી અને સ્થાપત્ય સમગ્ર ઇસ્લામિક વિશ્વમાં ફેલાવો થયો. તુર્ક અને મોંગોલ શાસન પછી પંદરમી સદીમાં ઈરાનનું પુનઃ એકીકરણ થયું. ઓગણીસમી સદી સુધીમાં તેણે તેની મોટાભાગની જમીન ગુમાવી દીધી હતી. 1953ના બળવાથી નિરંકુશ શાસક મોહમ્મદ રેઝા પહલવી સત્તામાં આવ્યા, જેમણે દૂરગામી સુધારાઓની શ્રેણી શરૂ કરી. ઇસ્લામિક ક્રાંતિ પછી 1979માં ઈરાનને ઇસ્લામિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું.

ભારતીય સંસ્કૃતિ અને ઈરાની સંસ્કૃતિના મૂળ એક છે

આ તો વાત થઈ ઈરાનના ઈસ્લામિક પ્રજાસત્તાક બનવાની વાત. પરંતુ ઈરાનની સંસ્કૃતિના વાસ્તવિક મૂળ તેના પ્રાચીન ઇતિહાસમાં દટાયેલા છે, જેની માટની રંગત ઘણાખરા અંશે ભારતની પ્રાચીન સભ્યતાવાળી જમીન સાથે ઘણી મળતી આવે છે. પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વના સંશોધક ડૉ. અંકિત જયસ્વાલ આ વિશે ઘણું બધું કહે છે. તેઓ કહે છે, ‘અતિપ્રાચીન ગણાતી બે શ્રુજ રચનાઓ જેવી કે ઋગ્વેદ અને અવેસ્તાની સમાનતાઓ પર નજર કરવામાં આવે તો ઈરાની અને ભારતીય સંસ્કૃતિઓના મૂળ એક જ સાબિત થશે.

અનેક ઐતિહાસિક સાક્ષ્યો અને સાબિતીઓ

આ અંગેની પુષ્ટિ અનેક ઐતિહાસિક સાક્ષ્યો દ્વારા થાય છે. ઈ.સ. 1400 પૂર્વે બોગેજકોઈ શિલાલેખો પર નજર કરીએ તો અહીં હિટ્ટાટાઈટ રાજા અને મિતન્નીના રાજાનો ઉલ્લેખ મળે છે. તેમની સંધિઓની રક્ષા માટે કેટલાક દેવતાઓને સાક્ષી માનવામાં આવ્યા છે. જેમના નામ વૈદિક દેવતાઓના નામ જેવા જ છે. જેમકે મિત્ર, વરૂણ, ઈન્દ્ર અને નાસ્તય. આ તુર્કી અને ઈરાની ક્ષેત્રોની વાત છે. અરબ તૈલ- એલ-અમર્રનામાં માટીના ટેબલેટ્સ પર પણ આવુ જ કંઈક લખાણ જોવા મળે છે. 700 ઈસ. પૂર્વે અસિરિયામાં ‘અસ્સર-મજસ’ દેવતાનું નામ મળે છે જે અવેસ્તિક ‘અહુર’ થી વધુ સંસ્કૃતના ‘અસૂર’ ની નજીક છે. આ દરેક પ્રાચીન ઈરાક અને ઈરાનના ક્ષેત્રો સાથે સંબંધિત છે.

ઐતિહાસિક દસ્તાવેજ એ પણ જણાવે છે કે ઈસ. 3000 વર્ષ પૂર્વે સિંધુ ઘાટી સભ્યતા (હડપ્પા) અને ફારસ (ઈલામ) વચ્ચે વ્યાપારિક સંબંધો હતો. DNA સાબિતી બતાવે છે કે ઈકાનના જેગ્રોસ ઘાટીના લોકોની સાથે મળીને આપણા વડીલોએ હડપ્પા જેવી તત્કાલિન ઉત્કૃષ્ટ સભ્યતાને વિકસીત કરી હતી.

ઈરાનમાં એકેશ્વરવાદનો જન્મ

ફરી એકવાર ઈરાનની પ્રાચીન સંસ્કૃતિ અને પૂજા-પદ્ધતિ વિશે મહત્વપૂર્ણ જાણકારી અવેસ્તામાં મળે છે. જેના માટે કહેવાય છે કે આ ઋગ્વેદ સાથે સમાનતા રાખે છે. જો કે બંને ગ્રંથોમાં એક જેવી વિશેષતાવાળા બહુ ઓછા અલગ-અલગ નામવાળા દેવતાઓનો ઉલ્લેખ છે. ઈરાન વિશે જાણકારોની સમાન રાય છે કે ઈસાથી એક દોઢ હજાર વર્ષ પહેલા અહીં રહેનારા લોકો ભારતની જેમ જ અનેક દેવતાઓવાળા ધર્મમાં માનતા હતા.

પરંતુ પાછળથી પારસીઓના જરથ્રુષ્ટ (મેસેન્જર ઓફ ગોડ)એ આ ચલણને બદલ્યુ. તેમણે પહેલીવાર એકેશ્વરવાદને જન્મ આપ્યો. જરથ્રુષ્ટે કહ્યુ કે ઈશ્વર એક છે. તેમણે લોકોને સમજાવ્યુ કે અનેક દેવી-દેવતાઓને પૂજવાને બદલે તેઓ માત્ર એક ભગવાન ‘અહુરા માજદા’ની જ ઈબાદત કરે, જેમને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. જે હિંદુ ધર્મના વરુણ દેવતા સાથે ઘણા મળતા આવે છે. જરથ્રુષ્ટ્રએ દુનિયામાં પહેલીવાર એકેશ્વરવાદની શરૂઆત કરી.

અહુરા મજ્દા, પ્રાચીન ઈરાનના સર્વશ્રેષ્ઠ દેવતા

પ્રાચીન ઈરાની ધર્મમાં અહુરા મજ્દા (જેમને બુદ્ધિમાન સ્વામી કે દેવતા કહેવામાં આવે છે) તેઓ મુખ્ય દેવતા હતા. દારા (એક મહાન ઈરાની શાસક), જેરક્સેસ અને જોરોઆસ્ટરના ધર્મમાં તેમને સર્વોચ્ચ દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. આ જ વિશ્વના રચયિતા અને બ્રહ્માંડ તેમજ સામાજિક વ્યવસ્થા, જેને અર્તા કહેવામાં આવે છે, તેને જાળવી રાખવામાં માનતા હતા. દારાએ બનાવેલા શિલાલેખોમાં ઉલ્લેખ જોવા મળે છે કે તેમની સત્તાનો સ્ત્રોત અહુરા મજ્દા છે. જ્યારે જોરોઆસ્ટર પ્રાચીન Indo-European કાવ્યાત્મક શૈલીમાં સવાલ પૂછે છે.

“અર્તાના મૂળ પિતા કોણ છે? સૂર્ય અને તારોનો માર્ગ કોણે બનાવ્યો? ચંદ્રમાં ની કળામાં વધ-ઘટ કરનારા કોણ છે. પૃથ્વીને નીચેથી સહારો દેનારા અને આકાશને પડતુ રોકનારા કોણ છે. હવા અને વાદળોને બે ઘોડા સાથે જોડનારા કોણ છે? ભક્તિ અને પ્રભુત્વને એકસાથે કોણે બનાવ્યા. પિતા પ્રત્યે સન્મામ કરનારા પુત્ર કોણે બનાવ્યા”

ધ્યાનથી જોઈશુ તો ઋગ્વેદમાં પણ આવા જ કાવ્યાત્મક સવાલ નાસદીય સૂક્ત સાથે ઘણા સામ્ય ધરાવે છે.

તેના ગુજરાતી અનુવાદ પર મંથન કરો…

“સૃષ્ટિ પહેલાં, કોઈ અસ્તિત્વ નહોતું, કોઈ સત્ય નહોતું,

હવા નહોંતી, કોઈ આકાશ પણ નહોતું

તે ક્યાં હતું, ક્યાં છુપાયેલું હતું, શું તે કોઈ દ્વારા ઢંકાયેલું હતું?

તે કોના રક્ષણ હેઠળ હતું? શું ત્યારે કોઈ બ્રહ્માંડીય પ્રવાહી હતું, જેની ઊંડાઈ અગમ્ય હતી?

ત્યારે ન તો મૃત્યુ હતું, ન અમરત્વ હતું, ન તો રાત અને દિવસની જ્યોત હતી. પછી તે એક હતું, અને બીજું કોઈ નહોતું.”

અવેસ્તામાં સમાવિષ્ટ ગ્રંથો, જેને જિંદ અવેસ્તા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ‘ગાથાઓ’માં વિભાજિત કરવામાં આવ્યા છે. ગાથાઓનો એ જ અર્થ છે જે વૈદિક સાહિત્યમાં ગાથાઓનો છે. આ મંત્રો જેવા છે જેનું પઠન અને સ્વર સાથે ગવાય છે. ગાથાઓની સંખ્યા પાંચ છે, જેમાં 17 મંત્રો સામેલ છે અને પછી તેમની સમજૂતી છે. આ ગાથાઓના છંદ ત્રિષ્ટુપ-જગતિ શ્લોકો પર આધારિત છે. વેદોમાં ત્રિષ્ટુપ છંદ પણ નોંધાયેલા છે, જેના લાંબા-લાંબા મંત્રોને ગાઈ શકાતા નથી, પરંતુ એક સ્વરમાં પઠન કરવામાં આવે છે.

મિથ્રા, સૂર્ય સાથે સંબંધિત દેવતા

આહુરા મઝદાની સાથે, મિથ્રા પ્રાચીન ઈરાની દેવતાઓમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા હતા, અને તેમની ઓળખ લગભગ આહુરા મઝદા જેટલી જ હતી. અચેમેનિદ શિલાલેખોમાં, મિથ્રા અને અનાહિતા એકમાત્ર દેવતાઓનો ઉલ્લેખ છે. જોકે પ્રાચીન ઈરાની દેવતાઓમાં હવાર ખાશૈતા નામનો એક અલગ સૂર્ય દેવ હતો, જેનું વર્ણન અવેસ્તામાં કરવામાં આવ્યું છે, પૂર્વીય ઈરાની પરંપરાઓમાં મિથ્રા સૂર્ય સાથે સંકળાયેલા હોય તેવું લાગે છે, ખાસ કરીને સૂર્યોદયના પ્રથમ કિરણો સાથે જ્યારે તે તેના રથમાં આગળ વધે છે. પશ્ચિમી ઈરાની પરંપરામાં, મિથ્રા સંપૂર્ણપણે સૂર્ય સાથે સંકળાયેલા હતા, અને તેમનું નામ ‘સૂર્ય’ માટે સામાન્ય શબ્દ બની ગયું.

વૈદિક મંત્રોમાં, સૂર્યને ઘણી જગ્યાએ ‘મિત્ર’ દેવ કહેવામાં આવે છે અને તેમના માટે એક મંત્ર પણ છે, ‘ઓમ મિત્રાય નમઃ’. પ્રાચીન ઈરાનમાં સૂર્ય સાથે સંકળાયેલા હોવા છતાં, મિત્ર મુખ્યત્વે ‘કરાર, વચન, સંધિ’ ના સાક્ષી દેવ હતા. એક આકાશી દેવતાના રૂપમાં લોકો વચ્ચે થયેલી તમામ ગંભીર સમજૂતિઓની દેખરેખ રાખતા હતા. આવી સમજૂતિઓને તોડવાની સજા પણ બહુ કઠોર રહેતી હતી. વચન તોડનારા (મિથ્રા-દુર્ગ) માટે મિથ્રાને ક્યારેય ન સૂનારો, 1000 કાન અને 10 હજાર આંખોવાળો બતાવવામાં આવ્યો છે. મ્રિથા એ દેવતા છે જેના નામ પરથી મ્રિથાવાદ ધર્મનું નામ પડ્યુ. જે એક સમયે રોમન સામ્રાજ્યમાં લોકપ્રિય હતુ.

વિરથાન્ધા… વૈદિક ઈન્દ્રની જેમ શક્તિશાળી દેવતા

તેવી જ રીતે, પ્રાચીન ઈરાનમાં બીજા એક દેવ વિરથાન્ધાનો પણ ઉલ્લેખ છે. શક્તિશાળી દેવતા, જેમને યુદ્ધપ્રિય માનવામાં આવે છે અને તમામ બાધાઓને દૂર કરનારા દેવતાઓના રાજા પણ માનવામાં આવે છે. આ લાક્ષણિકતાઓ વૈદિક દેવ ઇન્દ્રની સમકક્ષ છે, અને વેદોમાં ઇન્દ્રને વૃત્તા હંતા (વૃત્તાસુર) ને મારનારા તરીકે વર્ણવવામાં આવ્યા છે. વિરથાન્ધાનો ઉચ્ચાર કંઈક અંશે વૃત્તાસુર સાથે સંબંધિત લાગે છે. રાજપદ અને વિજય પ્રદાન કરવાના સંદર્ભમાં, તેમને બર-ખ્વર્ણહનું બિરુદ મળ્યું, જેનો અર્થ થાય છે ‘જે ગૌરવ મેળવે છે’.

જો ઈરાને જળડમરૂ માર્ગ બંધ કર્યો તો વિશ્વભરનો વેપાર અટકી જશે, ભારત સહિત દુનિયા માટે કેમ મહત્વનો છે આ જળમાર્ગ?- વાંચો– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 8:56 pm, Tue, 24 June 25