Irani Chai: હૈદરાબાદમાં ઈરાની ચા પર રાજનીતિ, જાણો ઈરાનથી હૈદરાબાદ ક્યારે પહોંચી અને કેટલી અલગ છે આ ચા

|

Jul 02, 2022 | 3:47 PM

Irani Chai: હૈદરાબાદની ઈરાની ચા દેશભરમાં પ્રખ્યાત છે, પરંતુ ફરી એકવાર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ છે, ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક. જાણો, ઈરાની ચા કેવી રીતે હૈદરાબાદ પહોંચી, તે અન્ય ચા કરતાં કેટલી અલગ છે અને તેનો ઈતિહાસ શું છે.

Irani Chai: હૈદરાબાદમાં ઈરાની ચા પર રાજનીતિ, જાણો ઈરાનથી હૈદરાબાદ ક્યારે પહોંચી અને કેટલી અલગ છે આ ચા
Irani Tea

Follow us on

હૈદરાબાદની (Hyderabad) ઈરાની ચા દેશભરમાં પ્રખ્યાત છે, પરંતુ ફરી એકવાર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ છે, ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક. આ બેઠક માટે ભાજપના અનેક નેતાઓ ત્યાં પહોંચી ગયા છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) મંત્રી ટી રામા રાવે ભાજપના નેતાઓ પર કટાક્ષ કર્યો અને કહ્યું, “અહીં રહીને હૈદરાબાદ બિરયાની અને ઈરાની ચાનો (Irani Chai) સ્વાદ જરૂર ટેસ્ટ કરો.” હૈદરાબાદમાં આ ચાનો ઘણો ક્રેઝ છે. ઈરાની (Iran) ચા બેશક ઈરાનથી આવી છે, પરંતુ તેનું હૈદરાબાદ સાથે શું કનેક્શન છે, તે સમજવાની જરૂર છે.

ઈરાની ચા કેવી રીતે હૈદરાબાદ પહોંચી, તે અન્ય ચાથી કેટલી અલગ છે અને તેનો ઈતિહાસ શું છે, જાણો આ સવાલોના જવાબ

આ ખાસ ચા ઈરાનથી હૈદરાબાદ આવી રીતે આવી

ઈતિહાસ પર નજર કરશો તો ખબર પડશે કે હૈદરાબાદ અને ઈરાનનું ખાસ જોડાણ છે. માત્ર ઈરાની ચા જ નહીં, ઈરાન અને હૈદરાબાદને જોડતી ઘણી વસ્તુઓ છે. ઈતિહાસકારો કહે છે કે, ઈરાનના કુલી કુતુબ શાહ 16મી સદીમાં પોતાના શાહી પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા અને અહીં આવ્યા પછી દક્ષિણ તરફ વળ્યા. આ સાથે જ તેમની સંસ્કૃતિ, ખોરાક, શિલ્પકલા અને ભાષા હૈદરાબાદ પહોંચી. હૈદરાબાદના નિઝામ અહીંના લોકોને ‘આગા સાહેબ’ કહીને બોલાવતા હતા. જ્યારે ઈરાનીઓ ભારતમાં આવ્યા ત્યારે અહીં માત્ર ચા જ નહીં, બીજી ઘણી ખાસ વાનગીઓની શરૂઆત થઈ હતી. જેમકે- અવાશ હલીમ.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ઈરાની ચા. ફોટો ક્રેડિટ: શેફ સંજીવ કપૂર

આ ચા કેટલી અલગ છે?

આ ચા સ્વાદની દ્રષ્ટિએ અન્ય ચા કરતાં તદ્દન અલગ છે. કારણ કે તેને બનાવવા માટે, દૂધને લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે છે અને તેને ક્રીમી ટેક્સચર મળે ત્યાં સુધી ઉકાળવામાં આવે છે. આ પછી તેમાં ચાની પત્તી, પાણી અને ખાંડ મિક્સ કરવામાં આવે છે. પરંતુ જ્યારે આ ચામાં મલાઈ, ખોયા કે માવો ઉમેરવામાં આવે છે ત્યારે તેના સ્વાદમાં મોટો ફેરફાર આવે છે. આ તે છે જે તેને અન્ય ચા કરતા અલગ બનાવે છે.

હવે તેને કેવી રીતે બનાવવી તે સમજીએ…

શેફ સંજીવ કપૂરના જણાવ્યા અનુસાર, તેને બનાવવા માટે, પહેલા દૂધને ઉકાળો અને તેને ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય. આ પછી, તમારા સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો. હવે એક અલગ તપેલીમાં પાણી નાખો અને જ્યારે તે ઉકળે ત્યારે તેમાં ચા પત્ત્તી નાખો. આ રીતે ચાનું પાણી તૈયાર કરવામાં આવે છે. તેને ફિલ્ટર કરો અને તેને અલગ કરો અને તે કન્ડેન્સ્ડ મિલ્કને ઠંડુ કર્યા વગર તેમાં ઉમેરો. ઉપરથી ક્રીમ નાખો. બસ… તૈયાર છે તમારી ઈરાની ચા.

હૈદરાબાદ આવતા પ્રવાસીઓની સાથે સ્થાનિક લોકો પણ આ ચાની ખાસ મજા લે છે. જો કે, ઘણી જગ્યાએ ઈરાની ચા સાથે પ્રયોગો પણ થઈ રહ્યા છે અને તેમાં કેટલાક મસાલાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. જો કે તે તમારા પર નિર્ભર છે કે તમે પરંપરાગત ઈરાની ચા પીવા માંગો છો કે નવી ઈરાની ચા.

Next Article