એક સમયે ઈરાન પશ્ચિમી દેશો કરતાં પણ ‘મોડર્ન’ હતું, જાણો કેવી રીતે બન્યો કટ્ટર ઈસ્લામિક દેશ

|

Oct 08, 2024 | 7:32 PM

ઈરાન અત્યારે જે વલણ અપનાવી રહ્યું છે, તે કેટલાક દાયકાઓ પહેલા આવું નહોંતુ. ઈરાનની ઈઝરાયેલ અને અમેરિકા સાથે પણ સારી મિત્રતા હતી. એટલું જ નહીં, એક સમય એવો હતો જ્યારે ઈરાન યુરોપિયન દેશોની જેમ ઉદાર અને મોડર્ન હતું. પરંતુ આજે તે એક કટ્ટર ઇસ્લામિક દેશ બની ગયો છે.

એક સમયે ઈરાન પશ્ચિમી દેશો કરતાં પણ મોડર્ન હતું, જાણો કેવી રીતે બન્યો કટ્ટર ઈસ્લામિક દેશ
Iran Islamic Country

Follow us on

હાલમાં સમગ્ર વિશ્વની નજર ઈરાન પર છે, કારણ કે તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાનના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાનને તેનું ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ અંગે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીનું વલણ પણ દર્શાવે છે કે ઈરાન હવે ઈઝરાયેલ સામે ખુલ્લેઆમ લડવા માટે તૈયાર છે. ઈરાને માત્ર ઈઝરાયલ જ નહીં અમેરિકાને પણ ધમકી આપી છે. ઈરાને કહ્યું કે આ તેની અને ઈઝરાયેલ વચ્ચેની લડાઈ છે અને અમેરિકાએ તેનાથી દૂર રહેવું જોઈએ.

ઈરાન અત્યારે જે વલણ અપનાવી રહ્યું છે, તે કેટલાક દાયકાઓ પહેલા આવું નહોંતુ. ઈરાનની ઈઝરાયેલ અને અમેરિકા સાથે પણ સારી મિત્રતા હતી. એટલું જ નહીં, એક સમય એવો હતો જ્યારે ઈરાન યુરોપિયન દેશોની જેમ ઉદાર અને મોડર્ન હતું. પરંતુ આજે તે એક કટ્ટર ઇસ્લામિક દેશ બની ગયો છે, જ્યાં હિજાબ ન પહેરવા પર પણ સજા આપવામાં આવે છે.

પશ્ચિમી દેશો કરતાં પણ મોડર્ન હતું ઈરાન

70ના દાયકામાં ઈરાન એટલું જ મોડર્ન હતું જેટલા પશ્ચિમી દેશો આજે છે. અહીં પશ્ચિમી સભ્યતા પ્રબળ હતી. લોકોના કપડાં અને ખાવાની આદતો પર કોઈ નિયંત્રણો નહોતા. ઈરાનની આ નીડરતાનું કારણ તેના શાસક રેઝા શાહ પહેલવી હતા. 1936માં પહલવી વંશના રેઝા શાહે હિજાબ અને બુરખા પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્ત્રી સ્વાતંત્ર્યની દૃષ્ટિએ આ ખૂબ જ ક્રાંતિકારી પગલું હતું.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

તેમના પછી તેમનો પુત્ર રેઝા પહેલવી ઈરાનનો શાસક બન્યો. પરંતુ 1949માં નવું બંધારણ અમલમાં આવ્યું. મોહમ્મદ મોસાદ્દેક 1952માં વડાપ્રધાન બન્યા હતા, પરંતુ 1953માં તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ પછી રેઝા પહેલવી દેશના નેતા બન્યા.

રેઝા પહલવીના શાસનકાળમાં પણ હિજાબ અને બુરખા પર પ્રતિબંધ હતો, પરંતુ તે પછી પુરુષો મહિલાઓને ઘરની બહાર જવા દેતા નહોતા. તેમણે આ નિયમમાં થોડી છૂટછાટ આપી હતી, પરંતુ તેઓ પશ્ચિમી સભ્યતાના પક્ષમાં હતા. પરંતુ આ બધાનું પરિણામ એ આવ્યું કે લોકો રેઝા પહેલવીને અમેરિકાની ‘કઠપૂતળી’ કહેવા લાગ્યા. તે સમયે તેમના વિરોધી આયાતુલ્લા રૂહોલ્લાહ ખામેની હતા. 1964માં પહલવીએ ખામેનીને દેશનિકાલ કર્યો.

ઈસ્લામિક ક્રાંતિની શરૂઆત

1963માં ઈરાનના શાસક રેઝા પહલવીએ શ્વેત ક્રાંતિની જાહેરાત કરી હતી. આર્થિક અને સામાજિક સુધારાની દૃષ્ટિએ આ એક મોટી જાહેરાત હતી. પરંતુ ઈરાનને પશ્ચિમી મૂલ્યો તરફ લઈ જવામાં આવી રહ્યું હતું, તેથી જનતાએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું.

1973માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઘટવા લાગી. જેના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા પડી ભાંગવા લાગી. સપ્ટેમ્બર 1978 સુધીમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો. પહેલવી વિરુદ્ધ મોટા પાયે દેખાવો શરૂ થયા. જેમનું નેતૃત્વ મૌલવીઓએ કર્યું. એવું કહેવાય છે કે આ મૌલવીઓને ફ્રાન્સમાં બેઠેલા આયાતુલ્લા રુહોલ્લાહ ખામેની પાસેથી સૂચનાઓ મળી રહી હતી.

થોડા મહિનાઓમાં પરિસ્થિતિ ખરાબ થવા લાગી. અંતે 16 જાન્યુઆરી, 1979ના રોજ રેઝા પહેલવી તેમના પરિવાર સાથે અમેરિકા જતા રહ્યા. ઈરાન છોડતી વખતે તેમણે વિપક્ષી નેતા શાપોર બખ્તિયારને વચગાળાના વડાપ્રધાન બનાવ્યા.

ખામેનીની ઈરાન વાપસી

શાપોર બખ્તિયારે ખામેનીને ઈરાન પાછા ફરવાની મંજૂરી આપી. જો કે, તેમણે એક શરત મૂકી કે જો ખામેની પરત આવે તો પણ વડાપ્રધાન બખ્તિયાર રહેશે. ખામેની ફેબ્રુઆરી 1979માં ઈરાન પરત ફર્યા. બખ્તિયાર વડાપ્રધાન બન્યા પછી પણ વિરોધ પ્રદર્શન અટકી રહ્યા ન હતા. દરમિયાન ખામેનીએ મેહદી બઝારગનને વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. હવે દેશમાં બે વડાપ્રધાન હતા. ધીરે ધીરે સરકાર નબળી પડી રહી હતી. સેનામાં પણ વિભાજન હતું. પરંતુ ધીમે ધીમે સૈન્યથી લઈને જનતા સુધી બધાએ ખામેની સામે ઝૂકવાનું શરૂ કર્યું.

એક ક્રાંતિથી ઈરાન રાતોરાત બદલાઈ ગયું

ઈરાનના નામને લઈને માર્ચ 1979માં લોકમત યોજાયો. જેમાં 98 ટકાથી વધુ લોકોએ ઈરાનને ઈસ્લામિક રિપબ્લિક બનાવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. આ પછી ઈરાનનું નામ ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન’ થઈ ગયું.

ખામેની સત્તામાં આવતાની સાથે જ નવા બંધારણ પર કામ શરૂ થઈ ગયું. નવું બંધારણ ઇસ્લામ અને શરિયા પર આધારિત હતું. વિપક્ષે આનો વિરોધ કર્યો, પરંતુ ખામેનીએ સ્પષ્ટપણે કહ્યું કે નવી સરકારે 100 ટકા ઇસ્લામ પર આધારિત કાયદા હેઠળ કામ કરવું જોઈએ. લાખો વિરોધ છતાં નવું બંધારણ 1979ના અંતમાં અપનાવવામાં આવ્યું હતું.

નવા બંધારણ બાદ ઈરાનમાં શરિયા કાયદો અમલમાં આવ્યો. ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. હવે તેમને હિજાબ અને બુરખો પહેરવો જરૂરી હતો. 1995માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જે હેઠળ અધિકારીઓને અધિકાર આપવામાં આવ્યો હતો કે, તેઓ 60 વર્ષ સુધીની મહિલાઓ જો હિજાબ વિના બહાર ફરતા જોવા મળે તો તેને જેલમાં ધકેલી શકે છે. એટલું જ નહીં, ઈરાનમાં હિજાબ ન પહેરવા પર 74 કોરડાથી લઈને 16 વર્ષની જેલની સજા થઈ શકે છે.

આ કાયદાએ ઈરાનને સંપૂર્ણપણે બદલી નાખ્યું. 1980ના દાયકા પહેલા ઈરાન પશ્ચિમી દેશોની જેમ આઝાદ હતું. સ્ત્રીઓને તેમની પસંદગીના કપડાં પહેરવાની સ્વતંત્રતા હતી. તે પુરુષો સાથે હેંગ આઉટ કરી શકતી હતી. પરંતુ ઈસ્લામિક ક્રાંતિએ ઈરાનને સંપૂર્ણપણે બદલી નાખ્યું.

રેઝા પહલવીની વાપસી માટે પ્રદર્શન

જ્યારે ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ ચાલી રહી હતી ત્યારે એક એવી ઘટના પણ બની જેણે અમેરિકાને નબળું પાડી દીધું. થયું એવું કે ઈરાનના શાસક રેઝા પહલવી અમેરિકા ગયા હતા. ઈરાનના લોકો રેઝા પહલવીની વાપસી અને તેની સજાની માંગ પર અડગ હતા.

4 નવેમ્બર, 1979ના રોજ ઇસ્લામિક વિદ્યાર્થીઓ તેહરાનમાં યુએસ એમ્બેસીની બહાર એકઠા થયા. તેઓએ અમેરિકન દૂતાવાસને ઘેરો ઘાલ્યો. ખોમેનીએ પણ આ ઘેરાબંધીને ટેકો આપ્યો હતો. પ્રદર્શનકારીઓ અમેરિકા પાસે રેઝા પહેલવીને પાછા મોકલવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ અમેરિકાએ તેને ફગાવી દીધી હતી.

દિવસો પસાર થઈ રહ્યા હતા, પરંતુ વિરોધીઓ દૂતાવાસ છોડવા માટે સંમત ન હતા. યુનાઈટેડ નેશન્સે પણ પહેલ કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તે સમયે દૂતાવાસમાં 52 અમેરિકન બંધકો હતા.

આ ઘેરાબંધીના લગભગ એક વર્ષ પછી રેઝા પહલવીનું ઇજિપ્તમાં અવસાન થયું. તેને ત્યાં દફનાવવામાં આવ્યા હતા. પરંતુ દૂતાવાસની ઘેરાબંધી ચાલુ રહી. અમેરિકાએ તેની પૂરી તાકાત અજમાવી હતી. અમેરિકામાં ઈરાની લોકોની મિલકતો પણ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ કંઈ કામ ન થયું.

આખરે અમેરિકામાં ચૂંટણી યોજાઈ અને રોનાલ્ડ રીગન નવા પ્રમુખ બન્યા. ત્યારબાદ અલ્જીરિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થઈ. ત્યાર બાદ જ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ યુએસ એમ્બેસીના અધિકારીઓને 444 દિવસ સુધી બંધક બનાવ્યા હતા.

Next Article