ઘરે બેઠા રેશનકાર્ડ માટે આ રીતે કરો ઓનલાઈન અરજી, આ છે સૌથી સરળ પ્રક્રિયા
તમામ યોજનાઓનો લાભ ત્યારે જ મળી શકે છે, જ્યારે તમારી પાસે રેશન કાર્ડ હોય. ત્યારે જે લોકોનું રેશનકાર્ડ હજી સુધી નથી બન્યું અને જરૂરિયાતમંદ છે. તેઓ પોતાના માટે રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.

રેશનકાર્ડ એક એવો ઉપયોગી દસ્તાવેજ છે. જેના દ્વારા દરેક જરૂરિયાતમંદ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે. સરકાર જરૂરિયાતમંદો માટે નવી નવી યોજનાઓ લાવે છે. આ તમામ યોજનાઓનો લાભ ત્યારે જ મળી શકે છે, જ્યારે તમારી પાસે રેશન કાર્ડ હોય. ત્યારે જે લોકોનું રેશનકાર્ડ હજી સુધી નથી બન્યું અને જરૂરિયાતમંદ છે. તેઓ પોતાના માટે રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.
રેશનકાર્ડ માટેની ઓનલાઈન પ્રક્રિયા
- જો તમે રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો, તો તમારે જે રાજ્યમાં રહો છો તેના સરકારી પોર્ટલ પર જવું પડશે.
- આ (https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx) પોર્ટલ પર તમને રેશન કાર્ડ બનાવવાનો વિકલ્પ મળશે.
- જેમાં તમારું નામ, સરનામું જેવી મહત્વપૂર્ણ માહિતી ભરો.
- તમારા બધા દસ્તાવેજો અપલોડ કરો. જેમકે આધાર કાર્ડ, મતદાર આઈડી, વીજ બિલ અથવા પાણીનું બિલ
- તમારી અરજી ફી ચૂકવો. દરેક રાજ્યમાં ફી અલગ અલગ હોય છે
- ત્યાર બાદ બધી ભરેલી માહિતી ધ્યાનથી વાંચો અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરો
- તમારી અરજી સબમિટ કર્યા પછી, તમારી પાત્રતાની સમીક્ષા કરવામાં આવશે.
- જો તમે પાત્ર છો, તમારું રેશનકાર્ડ થોડા દિવસોમાં આવી જશે.
રેશન કાર્ડ બનાવવા માટે આ દસ્તાવેજો જરૂરી છે
રેશકાર્ડ ઓનલાઈન બનાવવા માટે તમારા એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ, વીજળી બિલ અથવા યુટિલિટી બિલનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમારી પાસે આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ દસ્તાવેજ જરૂરી છે જેથી જેની જરૂર હોય તેમને જ તેનો લાભ મળી શકે.
આ પણ વાંચો તમને ફોન કે લેપટોપ પર Google Ads વારંવાર કરે છે પરેશાન? આ સરળ રીતે હંમેશા માટે કરી દો બંધ
