History of Bulletproof Coffee : સામાન્ય કોફી બટર મિક્સ કરીને કેવી રીતે ‘બુલેટપ્રૂફ’ બનાવવામાં આવી, આ રીતે થઈ હતી શરૂઆત

|

Jul 05, 2022 | 4:40 PM

History of Bulletproof Coffee : છેલ્લા કેટલાક સમયથી બુલેટપ્રૂફ કોફી પીવાનું ચલણ વધ્યું છે. આ પ્રકારની કોફી લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવી રહી છે, પરંતુ પછીથી તેનું નામ બુલેટપ્રૂફ કોફી રાખવામાં આવ્યું છે. જાણો કેવી રીતે શરૂઆત થઈ...

History of Bulletproof Coffee : સામાન્ય કોફી બટર મિક્સ કરીને કેવી રીતે બુલેટપ્રૂફ બનાવવામાં આવી, આ રીતે થઈ હતી શરૂઆત
Bulletproof

Follow us on

છેલ્લા કેટલાક સમયથી બુલેટપ્રુફ કોફી (Bulletproof Coffee) પીવાનું ચલણ વધ્યું છે. બુલેટપ્રુફ કોફી ઘણા લોકોના આહારનો ભાગ છે. જો કે આ પ્રકારની કોફી વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવી રહી છે, પરંતુ પછીથી તેનું નામ બુલેટપ્રૂફ કોફી રાખવામાં આવ્યું છે. હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, હિમાલય વિસ્તારમાં રહેતા લોકો લાંબા સમયથી તેને પી રહ્યા છે. અહીં બનતી કોફીમાં માખણ(Butter)નો ઉપયોગ થાય છે. તેથી જ તેને બટર કોફી (Butter Coffee) પણ કહેવામાં આવે છે. વધુ ઊંચાઈ પર રહેતા લોકો આ પ્રકારના પીણાનો વધુ ઉપયોગ કરે છે.

જાણો કોફીમાં આટલું બટર વાપરવાની જરૂર કેમ પડી અને બટર કોફી કેવી રીતે બુલેટપ્રુફ કોફી બની…

તેથી જ કોફીમાં માખણનો ઉપયોગ થતો હતો

રિપોર્ટ અનુસાર, હિમાલયના શેરપા અને ઈથોપિયાના ગુરેઝ સમુદાય સદીઓથી કોફીમાં માખણનો ઉપયોગ કરે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં રહેતા લોકો વધુ ઊર્જા મેળવવા માટે તેમની કોફી અથવા ચામાં માખણ ઉમેરે છે, કારણ કે ઊંચાઈવાળા વિસ્તારોમાં રહેતા અને કામ કરવાથી તેમની કેલરીની જરૂરિયાત વધે છે.

આ પણ વાંચો

વધુમાં, નેપાળ અને ભારતના હિમાલયના પ્રદેશો તેમજ ચીનના કેટલાક પ્રદેશોના લોકો સામાન્ય રીતે યાકના દુધ માંથી બનેલી ચા પીવે છે. બટર ચા, અથવા યા પો ચા, તિબેટમાં પરંપરાગત પીણું છે.

બટર કોફી બુલેટપ્રુફ કોફી કેવી રીતે બની?

અમેરિકન ઉદ્યોગસાહસિક ડેવ એસ્પ્રેને બટર કોફીને બુલેટપ્રૂફ કોફીમાં ફેરવવાનો શ્રેય આપવામાં આવે છે. તેણે તેની શરૂઆત 2013માં કરી હતી. જો કે તેને બુલેટ સાથે કોઈ કનેક્શન નથી, માત્ર એટલું જ નામ આપવામાં આવ્યું છે.હાલમાં આ કોફી અમેરિકા, બ્રિટન અને કેનેડામાં વધુ ટ્રેન્ડમાં છે. ભારતમાં તેની લોકપ્રિયતા વધી રહી છે. બુલેટપ્રૂફ કોફી ઘણી ભારતીય સેલિબ્રિટીઓના આહારમાં સામેલ છે.

બુલેટપ્રૂફ કોફી એ કીટો ડાયેટને અનુસરતા લોકોના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નિષ્ણાતોએ તેના ઘણા ફાયદાઓ વિશે જણાવ્યું છે, પરંતુ જો તમે તેને નિયમિતપણે પીવાનું વિચારી રહ્યા છો, તો નિષ્ણાતોની સલાહ પછી તેને લો.

નિષ્ણાતો કહે છે કે તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને કોફી શરીરમાં ચરબી ઘટાડવામાં મદદ કરે છે. માખણમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે જરૂરી છે. આ રીતે તેના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે વિષયના તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Published On - 4:19 pm, Tue, 5 July 22

Next Article