શું તમારું વીજળીનું મીટર તમને છેતરી રહ્યું છે? જાણો ઘરે બેઠા મીટર ચેક કરવાની 60 મિનિટની સિક્રેટ ફોર્મ્યુલા

શું તમારું વીજળીનું મીટર રોકેટની ગતિએ દોડી રહ્યું છે? કોઈ પણ મશીન વગર ઘરે બેઠા જ કરો આ 1 કલાકનો 'લોડ ટેસ્ટ' અને પકડી પાડો મીટરની ચોરી.

શું તમારું વીજળીનું મીટર તમને છેતરી રહ્યું છે? જાણો ઘરે બેઠા મીટર ચેક કરવાની 60 મિનિટની સિક્રેટ ફોર્મ્યુલા
| Updated on: Apr 27, 2026 | 6:10 PM

ઉનાળાની શરૂઆત થતા જ મોટાભાગના ઘરોમાં વીજળીના બિલમાં તોતિંગ વધારો જોવા મળે છે. ઘણા લોકોને એવો શંકા હોય છે કે તેમનો વપરાશ ઓછો હોવા છતાં મીટર ઝડપથી દોડી રહ્યું છે. જો તમને પણ આવો જ કાંઈક અહેસાસ થતો હોય, તો હવે વીજ કંપનીને ફરિયાદ કરતા પહેલા તમે પોતે જ ઘરબેઠા મીટરની તપાસ કરી શકો છો. આ માટે તમારે કોઈ મોંઘા સાધનની જરૂર નથી, બસ 1 કલાકનો સમય અને એક સાદી ટ્રિક તમારા મનની શંકા દૂર કરી દેશે.

શું છે આ ‘1KW ટેસ્ટ’?

આ પરીક્ષણને ટેકનિકલ ભાષામાં ‘લોડ ટેસ્ટ’ કહેવામાં આવે છે. આ ટેસ્ટ કરવા માટે તમારે એવા ઉપકરણની જરૂર પડશે જેનો પાવર વપરાશ (વોલ્ટેજ) ફિક્સ હોય. જેમ કે, 1000 વોટનો હીટર અથવા 100 વોટના 10 બલ્બ. કુલ મળીને તમારે 1000 વોટ એટલે કે 1 કિલોવોટ (1kW) નો લોડ તૈયાર કરવાનો રહેશે.

ટેસ્ટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:

  • બધું બંધ કરી દો: સૌથી પહેલા ઘરના તમામ ઉપકરણો જેવા કે ફ્રિજ, ટીવી, એસી અને પંખા બંધ કરી દો. મોબાઈલ પણ ચાર્જિંગમાં ન હોવો જોઈએ.
  • રીડિંગ નોટ કરો: મીટરમાં અત્યારે જે રીડિંગ છે તેને કાગળ પર લખી લો.
  • હીટર ચાલુ કરો: હવે માત્ર 1000 વોટનું હીટર (અથવા 100 વોટના 10 બલ્બ) ચાલુ કરો.
  • સમયનું ધ્યાન રાખો: આ લોડને બરાબર 1 કલાક એટલે કે 60 મિનિટ સુધી ચાલવા દો. આ દરમિયાન બીજું કોઈ પણ સાધન ચાલુ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
  • ફરી રીડિંગ તપાસો: બરાબર એક કલાક પછી હીટર બંધ કરો અને તરત જ મીટરનું નવું રીડિંગ જુઓ.

કેવી રીતે સમજશો કે મીટર સાચું છે?

નિયમ મુજબ, 1 કિલોવોટનો લોડ જો 1 કલાક ચાલે તો મીટરમાં બરાબર 1 યુનિટ વધવો જોઈએ (1kW x 1 કલાક = 1 યુનિટ).

  • જો મીટર બરાબર 1 યુનિટ વધ્યું છે, તો તમારું મીટર એકદમ સચોટ છે.
  • જો 1 યુનિટથી વધુ વધારો થયો છે, તો તમારું મીટર ફાસ્ટ ચાલે છે.
  • જો 1 યુનિટથી ઓછો વધારો થયો છે, તો તમારું મીટર ધીમું છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

આ ટેસ્ટ દરમિયાન એવા સાધનોનો ઉપયોગ ન કરવો જે ‘ઓટો કટ’ થતા હોય (જેમ કે ઇસ્ત્રી કે એસી), કારણ કે તે વચ્ચે બંધ થઈ જાય તો ગણતરી ખોટી પડી શકે છે. હીટર આ ટેસ્ટ માટે સૌથી શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે કારણ કે તે સતત એકસરખો લોડ વાપરે છે. હવે વીજળી કંપની પર દોષારોપણ કરતા પહેલા આ એક કલાકનો પ્રયોગ ચોક્કસ કરી જુઓ!

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

શું તમારો ફોન એ ધીમી ગતિ એ ચાલે છે? અપનાવો આ રીતે થઈ થશે નવો નકોર

Follow Us