મોલમાં ગયા છો અને લેવામાં આવી રહ્યો છે પાર્કિંગ ચાર્જ તો આ છે ગેરકાયદેસર, જાણો હાઈકોર્ટે શું કહ્યું

|

Nov 18, 2022 | 6:11 PM

આ મામલે ગુજરાત અને કેરળ હાઈકોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો હતો. મોલની આસપાસ કેટલાક લોકો કામ કરે છે જે ફક્ત પાર્કિંગ સુવિધાનો ઉપયોગ કરે છે. પરંતુ તે ક્યારેય શોપિંગ કરતા નથી.

મોલમાં ગયા છો અને લેવામાં આવી રહ્યો છે પાર્કિંગ ચાર્જ તો આ છે ગેરકાયદેસર, જાણો હાઈકોર્ટે શું કહ્યું
Mall Parking
Image Credit source: Google

Follow us on

રજાઓના દિવસે ઘણા લોકો મિત્રો અને સંબંધીઓ સાથે મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સની મુલાકાત માત્ર શોપિંગ માટે જ નહીં પણ મનોરંજન માટે પણ જાય છે. તેઓએ મોલના પાર્કિંગનો ઉપયોગ કરવા માટે ફી તરીકે કેટલાક પૈસા ચૂકવવા પડે છે. શું તમે ક્યારેય મોલ પાર્કિંગ લોટનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવ્યો છે? દેશના ઘણા રાજ્યોમાં કેટલાક લોકોએ આ ફીને લઈને હાઈકોર્ટ પહોંચ્યા છે. આ મામલે ગુજરાત અને કેરળ હાઈકોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો હતો. મોલની આસપાસ કેટલાક લોકો કામ કરે છે જે ફક્ત પાર્કિંગ સુવિધાનો ઉપયોગ કરે છે. પરંતુ તે ક્યારેય શોપિંગ કરતા નથી.

પાર્કિંગ ફી માંગવા પર આપો આ જવાબ

જો તમે પણ મોલના પાર્કિંગ માટે પૈસા ચૂકવો છો તો તેમને જવાબ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ 2019માં એક નિર્ણય આપવામાં આવ્યો હતો. આ હેઠળ મોલ અથવા કોઈપણ મલ્ટીપ્લેક્સને પાર્કિંગ ફી વસૂલવાનો કોઈ અધિકાર નથી. એટલું જ નહીં, જે લોકો મોલમાં ફરવા જાય છે અથવા શોપિંગ કરે છે તેમની પાસેથી કોઈપણ વસ્તુ માટે વધારાનો ચાર્જ લેવો ગેરકાયદેસર છે. હાઈકોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે લોકો ગ્રાહક નથી અને નિયમિત પાર્કિંગનો ઉપયોગ કરે છે તેમને લઈ વિચારવાની જરૂર છે.

પાર્કિંગ એ ગ્રાહકોનો અધિકાર છે

28 જાન્યુઆરીએ કેરળ હાઈકોર્ટમાં લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલના પાર્કિંગને લઈને સુનાવણી દરમિયાન જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને સ્પષ્ટ કહ્યું હતું કે મોલમાં ખરીદી કરતા ગ્રાહકો પાસેથી પાર્કિંગ ફી વસૂલવી યોગ્ય નથી. લોકોને પાર્કિંગની જરૂર છે. જો મોલમાં આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો આસપાસના વિસ્તારમાં જામ થઈ શકે છે, આ સિવાય મલ્ટિપ્લેક્સે આ બાબતે વિચાર કરવાની જરૂર હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોર્ટ અનુસાર પાર્કિંગ ફી ગેરકાયદેસર છે

આ મામલાની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે નિયમો અનુસાર બિલ્ડિંગ બનાવતી વખતે તેમાં પાર્કિંગની સુવિધા આપવામાં આવે છે. એટલું જ નહીં, પરમિટ આપતી વખતે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મોલમાં પાર્કિંગની જગ્યા હોય. જો તમે પણ ક્યાંક શોપિંગ કરવા જાવ છો અને પાર્કિંગની ફી ચૂકવી રહ્યા છો તો તમે આમ કરવાની ના પાડી શકો છો. આટલું જ નહીં, આમ કરવાથી તમે એક મહિનામાં હજારો રૂપિયા બચાવી શકો છો.

Next Article