
અભિનેતા સલમાન ખાનને (Salman Khan) લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તેને બંદૂકનું લાઇસન્સ (Gun License) આપ્યું છે. બંદૂકનું લાઇસન્સ આપવા અને તેના ઉપયોગને લઈને કેટલીક શરતો પણ હોય છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. બંદૂકનું લાઇસન્સ આપવાની સત્તા રાજ્ય સરકારના ગૃહ વિભાગ પાસે છે. લાયસન્સ માટે અરજી કરતી વખતે, તમારે સ્પષ્ટ કરવું પડશે કે તે કયા પ્રકારની બંદૂક છે.
લાઇસન્સ કેવી રીતે બને છે, તેની શરતો શું છે, તે કોને આપવામાં આવે છે અને આ લાઇસન્સ બનાવવાનો અધિકાર કોને નથી ? જાણો આ સવાલોના જવાબ…
આર્મ્સ એક્ટ, 1959 મુજબ, બંદૂકનું લાઇસન્સ સ્વ-બચાવ માટે આપવામાં આવે છે. લાયસન્સ માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. ભારતના નાગરિક હોવું ફરજિયાત છે. પોલીસ રેકોર્ડમાં કોઈ ગંભીર ફોજદારી કેસ ન હોવા જોઈએ. લાયસન્સ મેળવવા માંગનારનું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. આ સિવાય અરજદારે એ પણ જણાવવું પડશે કે તેના જીવને ખતરો છે કે નહીં.
અમુક પરિસ્થિતિઓમાં, લોકોને બંદૂકનું લાઇસન્સ આપવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, જો વય 21 વર્ષથી ઓછી હોય, તે દોષિત કેદી હોય, માનસિક દર્દીઓ અથવા અવ્યવસ્થિત વિસ્તારમાં રહેતા લોકોને લાયસન્સ આપવાનો ઇનકાર કરી શકાય છે.
લાઇસન્સ મેળવ્યા પછી પણ, તમારે નિયત પ્રક્રિયાના આધારે બંદૂક ખરીદવી પડશે. બંદૂક ખરીદ્યા પછી, તમારે તેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનને આપવી પડશે. તમારા હથિયારની માહિતી પોલીસ પોતાની પાસે રાખે છે. સાથે જ જે તે પોલીસ સ્ટેશનમાં સમયાંતરે તમારા હથિયારની માહિતી આપવી પડે છે.
Published On - 11:44 am, Thu, 27 February 25