Rajyasabha Election 2023: રાજ્યસભાની ખાલી પડેલી 3 બેઠક માટે BJP જીત તરફ, શું તમને ખબર છે કે કઈ રીતે આ ચૂંટણી યોજાય અને મતોની થાય છે ગણતરી ?

રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા, મતોનું મૂલ્ય અને ગણતરી સિવાય પણ આંકડાની માયાજાળ રહેલી હોય છે તો તે છે શું અને કઈ રીતે કામ કરે છે. આ બધા માટે ટીવી-9 ગુજરાતી આપને પુરી પાડી રહી છે એ માહિતિ કે જે તમે જાણવા માગો છો.

Rajyasabha Election 2023: રાજ્યસભાની ખાલી પડેલી 3 બેઠક માટે BJP જીત તરફ, શું તમને ખબર છે કે કઈ રીતે આ ચૂંટણી યોજાય અને મતોની થાય છે ગણતરી ?
Gujarat Rajyasabha Election 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 12:50 PM

ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠક પૈકી એક બેઠક પર ભાજપે આજે એટલે કે ગુરૂવાર 10 જુલાઈના રોજ વિદેશ પ્રધાન એસ. જયશંકરને ફોર્મ ભરાવી દીધું છે અને લખાય છે ત્યાં સુધી બીજા બે ઉમેદવારની જાહેરાત થઈ નથી.

કોંગ્રેસે પહેલેથી જ પોતાના સંખ્યાબળને લઈને ઉમેદવારી નહી કરવાની વાત કરી ચુકી છે. સરવાળે રાજ્યસભાની ગુજરાતની 11 પૈકીની 3 ખાલી પડેલી બેઠક ભાજપ બિનહરીફ રીતે અંકે કરી લીધી છે કે કરી લેશે. આ બધા વચ્ચે આપ જે જાણવા માગો છો તે છે રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા, મતોનું મૂલ્ય અને ગણતરી સિવાય પણ આંકડાની માયાજાળ રહેલી હોય છે તો તે છે શું અને કઈ રીતે કામ કરે છે. આ બધા માટે ટીવી-9 ગુજરાતી આપને પુરી પાડી રહી છે એ માહિતિ કે જે તમે જાણવા માગો છો.

રાજ્યસભાની ચૂંટણી અને આંકડા

એમ તો ગુજરાત સાથે ગોવા અને બંગાળની 10 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ સત્તાધારી ભાજપ પક્ષે પોતાની ગણતરી પહેલેથીજ ગોઠવી રાખી છે અને રાજ્ય સભાને સંસદના ઉપલા સદન તરીકે ગણાય છે અને તેના કુલ 250 સભ્ય પેકી રાષ્ટ્રપતિ પણ અમુક સભ્યની નિમણૂંક કરે છે કે જે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે અને બિન રાજકીય ગણાય છે.  રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક 1/3 સભ્યો દર બે વર્ષે ચૂંટાતા હોય છે અને તેમની મુદ્દત 6 વર્ષની હોય છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

NDA સરકાર અને રાજ્યસભાનું બળ

NDA ગવર્નમેન્ટ દ્વારા મહત્ત્વના વિધેયક – કૃષિ કાયદો, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, અથવા નાગરિકતા સુધારા કાયદો – સાથી પક્ષોની મદદથી અને અન્ય પક્ષો જેમ કે AIADMK, બીજુ જનતા દળ અને YSR કોંગ્રેસના સમર્થનથી પસાર કરવામાં સફળ રહી છે. બંધારણની અમુક ખાસ કલમો હેઠળ વિવિધ રાજ્યની વસ્તીના આધારે બેઠકોની ફાળવણી થતી હોય છે. ગુજરાતની વાત કરીએ તો 11 બેઠક છે પણ ઉત્તરપ્રદેશની 31 છે અને ગોવાની 1 જ છે.

રાજ્યસભાના મતોનું ગણિત

રાજયસભાની 14 જુલાઈના રોજ યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ઉમેદવારને કેટલા મતોની જરૂર પડશે જીતવા માટે, તે તો ગૃહના સંખ્યાબળ પર નિર્ભર કરે છે. એક ગણતરી પ્રમાણે જે મતો પડે તેને બે થી ડિવાઈડ કરીને પછી એક પ્લસ કરવાનું.

એક સીધા હિસાબ મુજબ 50/2= 25+1 =26 હવે જો એક વિધાનસભાના 100 સભ્યો 3 રાજ્યસભાની ખાલી જગ્યાઓ માટે મત આપે છે, તો કોઈપણ ઉમેદવાર માટે જરૂરી ક્વોટા હશે (100 × 100)/(3 + 1) + 1 = 2501 હવે ઉમેદવારો નક્કી કરેલા આંકડા મેળવવામાં નિષ્ફળ જાય છે, તો બીજી પસંદગીના મતોને ઓછા મૂલ્યના ધોરણે મુલવવામાં આવશે.

ગુજરાતની ત્રણ વિધાનસભા બેઠક પર હાલના સમયે એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયા હતા જે પૈકી એસ જયશંકરને રીપિટ કરવામાં આવ્યા છે પણ બીજા બે સભ્યોમી મુદ્દત 18 ઓગસ્ટના રોજ પુરી થઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">