
બજારમાંથી લાવેલા લીલા મરચાં થોડા જ દિવસોમાં બગડી જાય છે? તો હવે મરચાં ખરીદવામાં પૈસા ખર્ચવાને બદલે ઘરમાં રહેલા મરચાંમાંથી જ બીજ મેળવીને કુંડામાં તાજી અને તીખા લીલા મરચાં ઉગાડી શકાય છે. તેના માટે મોટું બગીચો હોવું પણ જરૂરી નથી. થોડા પ્રમાણમાં માટી, યોગ્ય કુંડુ અને નિયમિત સંભાળથી ઘરે જ મરચાંનો છોડ તૈયાર કરી શકાય છે.
લીલા મરચાં ભારતીય રસોડાનો મહત્વનો ભાગ છે. શાક હોય, દાળ હોય કે ચટણી, મરચાં ઉમેરવાથી ભોજનનો સ્વાદ વધુ ચટપટો બની જાય છે. પરંતુ ઘણી વખત બજારમાંથી ખરીદેલા લીલા મરચાં થોડા દિવસોમાં નરમ પડીને બગડવા લાગે છે. આવી સ્થિતિમાં જો ઘરમાં જ મરચાંનો છોડ હોય તો જરૂરિયાત મુજબ તાજા મરચાં તોડી શકાય. ખાસ વાત એ છે કે આ માટે મોંઘા બીજ ખરીદવાની પણ જરૂર નથી. ઘરમાં ઉપયોગમાં લેવાતા મરચાંમાંથી જ બીજ મેળવીને કુંડામાં વાવી શકાય છે. તો ચાલો જાણીએ ઘરે લીલા મરચાંનો છોડ ઉગાડવાની સરળ રીત.
લગભગ બે દિવસ સુધી પલાળ્યા બાદ બીજ વાવણી માટે તૈયાર થઈ જાય છે. શરૂઆતમાં ઘરે શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરતા લોકો માટે પણ આ રીત સરળ બની શકે છે.
તૈયાર કરેલી માટીમાં બીજ વાવો. બીજને ખૂબ ઊંડે સુધી દબાવવાની જરૂર નથી. તેને માટીમાં આશરે 2થી 3 ઇંચની ઊંડાઈએ વાવી શકાય છે. બીજ વાવ્યા બાદ માટીને હળવી ભેજવાળી રાખો. જોકે પાણી વધારે ન આપવું. કુંડામાં પાણી ભરાઈ રહે તો બીજ અથવા નવા છોડને નુકસાન થવાની શક્યતા રહે છે.
મરચાંના છોડ માટે પૂરતો પ્રકાશ ખૂબ જરૂરી છે. કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં દરરોજ આશરે 5થી 6 કલાક સૂર્યપ્રકાશ મળી શકે. જો ઘરમાં બાલ્કની કે ધાબું ન હોય તો છોડને એવી બારી પાસે પણ રાખી શકાય જ્યાં પૂરતો કુદરતી પ્રકાશ આવતો હોય. યોગ્ય પ્રકાશ અને ભેજ મળવાથી થોડા અઠવાડિયામાં બીજમાંથી નાનો છોડ બહાર આવવા લાગે છે.
લગભગ 3થી 4 અઠવાડિયામાં મરચાંના છોડમાં સારી વૃદ્ધિ દેખાવા લાગે છે. આ સમયે કુંડામાં છોડ વચ્ચે પૂરતું અંતર છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. એક જ કુંડામાં ખૂબ વધારે છોડ રાખવાથી દરેક છોડને પૂરતી જગ્યા, પાણી અને પોષક તત્વો મળી શકતા નથી. પરિણામે છોડની વૃદ્ધિ ધીમી પડી શકે છે. તેથી કુંડના કદ પ્રમાણે જ છોડ રાખવા યોગ્ય છે.
મરચાંના છોડની નિયમિત રીતે સંભાળ રાખતા રહો. યોગ્ય પરિસ્થિતિમાં લગભગ 30થી 40 દિવસ બાદ છોડ પર નાના સફેદ ફૂલ દેખાવા લાગી શકે છે. આ ફૂલો બાદ ધીમે ધીમે મરચાં આવવાની શરૂઆત થાય છે.એટલે યોગ્ય માટી, પૂરતો સૂર્યપ્રકાશ, યોગ્ય પાણી અને નિયમિત દેખરેખ રાખવામાં આવે તો આશરે બે મહિનાની આસપાસ કુંડામાંથી તાજા લીલા મરચાં મેળવવાની શરૂઆત થઈ શકે છે.