AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : એવું કયું પ્રાણી છે જે ક્યારેય પાણી પીતું નથી ? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ

સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત જ્યારે તમે કોઈપણ નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જાવ છો, ત્યારે પણ જનલર નોલેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

GK Quiz : એવું કયું પ્રાણી છે જે ક્યારેય પાણી પીતું નથી ? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 7:10 PM
Share

GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General knowledge) અને વર્તમાન બાબતોની ખૂબ જ જરૂર છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે તમે કોઈપણ નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જાવ છો, ત્યારે પણ જનરલ નોલેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz: બ્રહ્મ સમાજના સ્થાપક તેમજ શક કેલેન્ડરના પ્રથમ મહિના વિશે જાણો

પ્રશ્ન – પતંગિયાનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? જવાબ – 15 દિવસ

પ્રશ્ન – વિશ્વમાં સૌથી વધુ પીવાનું પાણી કયા દેશમાં છે? જવાબ – બ્રાઝિલમાં

પ્રશ્ન – ભારતની સૌથી વધુ વળાંક લેતી નદી કઈ છે? જવાબ – કોસી

પ્રશ્ન – ભારતમાં સુગંધના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ – કન્નૌજ

પ્રશ્ન – ભારતમાં કયા પ્રાણીની સંખ્યા સૌથી વધુ છે? જવાબ – માછલીઓની

પ્રશ્ન – ભારતની સૌથી પહોળી નદી કઈ છે? જવાબ 3 – ભારતમાં વહેતી બ્રહ્મપુત્રા નદી

પ્રશ્ન – કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? જવાબ – પીપળાનું વૃક્ષ

પ્રશ્ન – ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? જવાબ – ડોલ્ફિન માછલી

પ્રશ્ન – શું તમે જાણો છો કે ટેલિસ્કોપની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ – ગેલિલિયો

પ્રશ્ન – મોરનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? જવાબ – લગભગ 15 વર્ષ

પ્રશ્ન – એવું કયું ફળ છે જે ખાવાથી દાંત સાફ થાય છે? જવાબ – પપૈયું

પ્રશ્ન – એવો કયો જીવ છે, જેના પર પેટ્રોલ રેડવાથી તે મૃત્યુ પામે છે? જવાબ – વીંછી

પ્રશ્ન – કયા ગ્રહને પૃથ્વીની બહેન કહેવામાં આવે છે? જવાબ – શુક્ર ગ્રહને

પ્રશ્ન – એવું કયું પ્રાણી છે જે ક્યારેય પાણી પીતું નથી? જવાબ – કાંગારૂ ઉંદર

કાંગારૂ ઉંદર ઉત્તર અમેરિકાના રણમાં જોવા મળે છે. તેને કાંગારૂ ઉંદર કહેવામાં આવે છે કારણ કે તેના પગ અને પૂંછડી ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારૂ જેવા જ છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">