GK Quiz : ગુજરાતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ અમદાવાદમાં છે, જાણો વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયાં આવેલું છે ?

સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે.

GK Quiz : ગુજરાતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ અમદાવાદમાં છે, જાણો વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયાં આવેલું છે ?
GK Quiz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 12:23 PM

GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General knowledge) ખૂબ જ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો Knowledge : ભારતના પાડોશી દેશોમાં કેટલી વખત અને ક્યારે થયો છે સત્તાપલટ, જાણો એક ક્લિકમાં

પ્રશ્ન – ભારતની કઈ નદી વૃધ્ધ ગંગા તરીકે ઓળખાય છે? જવાબ – ગોદાવરી નદી

ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! રોજ મળશે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, કિંમત માત્ર આટલી

પ્રશ્ન – કાળો ધ્વજ કોનું પ્રતીક માનવામાં આવે છે? જવાબ – સમગ્ર વિશ્વમાં કાળો ધ્વજ વિરોધનું પ્રતીક મનાય છે

પ્રશ્ન – કયું શહેર રાજસ્થાનનું હૃદય કહેવાય છે? જવાબ – અજમેર

પ્રશ્ન – ભારતમાં કાજુનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? જવાબ – કેરળમાં

પ્રશ્ન – વિશ્વનો સૌથી વધુ લવિંગ ઉત્પાદક દેશ કયો છે? જવાબ – FAO અનુસાર, ઇન્ડોનેશિયા, વિશ્વના લગભગ 80% ઉત્પાદન કરે છે

પ્રશ્ન – વિશ્વમાં દ્રાક્ષનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? જવાબ – ચીનમાં

પ્રશ્ન – ઇટાલીની તલવાર કોને કહેવાય છે? જવાબ – ગેરીબાલ્ડી

પ્રશ્ન – વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયાં આવેલું છે? જવાબ – કર્ણાટકના હુબલીમાં

વિશ્વનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ દક્ષિણ-પશ્ચિમ રેલ્વે ઝોનમાં કર્ણાટકના હુબલીમાં આવેલું છે. તેના પ્લેટફોર્મ નંબર 8ની લંબાઈ 1507 મીટર છે. તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

વિશ્વના દસ સૌથી મોટા રેલવે પ્લેટફોર્મમાંથી 6 ભારતમાં છે. અગાઉ ગોરખપુર રેલ્વે સ્ટેશન વિશ્વનું સૌથી લાંબુ રેલ્વે સ્ટેશન હતું. તો કોલ્લમ જંક્શન કેરળનું ત્રીજું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે.

વિશ્વનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે?

અમેરિકાની ન્યુ યોર્ક સિટીમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ રેલ્વે સ્ટેશન એ વિશ્વનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન છે. તે વર્ષ 1903થી 1913ની વચ્ચે બાંધવામાં આવ્યું હતું. વિશ્વના આ સૌથી મોટા રેલવે સ્ટેશન પર 44 પ્લેટફોર્મ છે.

ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશનની વાત કરીએ તો અમદાવાદમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">