
જો તમારી ફ્લાઇટ રદ થાય અથવા કલાકો સુધી મોડી પડે છે, તો એરલાઇન્સે કઈ સર્વિસ પૂરી પાડવી જોઈએ? DGCA (Directorate General of Civil Aviation) એ આ માટે સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. આ નિયમો હેઠળ, મુસાફરોને લાંબી રાહ જોવાના કિસ્સામાં સંપૂર્ણ રિફંડ, વળતર અને ફૂડ, હોટેલ તેમજ ટ્રાન્સપોર્ટ જેવી સુવિધાઓ મળે છે.
જો એરલાઇન સમયસર માહિતી ન આપે અથવા એક જ ટિકિટ પર બીજી કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી જાય, તો મુસાફરીના સમય મુજબ વળતર અને રિફંડ/વૈકલ્પિક ફ્લાઇટ આપવામાં આવશે.
એરલાઇન ઇચ્છે તો આ રકમને બદલે ‘બેઝ ફેર’ (મૂળ ભાડું) અને ફ્યુઅલ ચાર્જ આપી શકે છે. આ સાથે જ, મુસાફરોને એરપોર્ટ પર વેઈટિંગ ફેસિલિટી પણ મળે છે. વધુમાં જો મુસાફરે કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલ નથી અથવા કેન્સિલેશન એરલાઇનના નિયંત્રણથી બહારની પરિસ્થિતિઓ (જેમ કે હવામાન, સુરક્ષા કારણો) ને કારણે રદ થઈ હોય, તો કોઈ વળતર મળશે નહીં.
જો ફ્લાઇટ મોડી પડે અને મુસાફરો સમયસર ચેક ઇન કરે, તો એરલાઇન્સે રાહ જોઈ રહેલા મુસાફરોને ખાવા-પીવા જેવી સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે.
જો કોઈ ડોમેસ્ટિક ફ્લાઇટ 6 કલાકથી વધુ મોડી પડે છે, તો એરલાઇનને 6 કલાકની અંદર વૈકલ્પિક ફ્લાઇટ પૂરી પાડવી પડશે અથવા તો સંપૂર્ણ રિફંડ આપવું પડશે.
જો 6 કલાકથી વધુ અથવા રાત્રીની ફ્લાઇટ મોડી પડે છે અને જો ડિલે 24 કલાકથી વધારે થાય અથવા રાત્રીની ફ્લાઇટ (8 PM-3 AM) 6 કલાકથી વધુ મોડી પડે છે, તો એરલાઇનને મુસાફરો માટે હોટેલ સ્ટે અને એરપોર્ટ સુધી આવવા જવાના ટ્રાન્સફરની સુવિધા આપવી પડશે.
જો કે, આ નિયમમાં એક છૂટ છે. જો વિલંબનું કારણ એરલાઇનના નિયંત્રણની બહાર હોય (જેમ કે હવામાન, રાજકીય અશાંતિ, કુદરતી આફત) તો હોટેલ કે બીજી સુવિધાઓ પૂરી પાડવાની કોઈ જરૂર નથી.