
તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવું આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. માતાપિતા તરીકે તમે શિક્ષણ, લગ્ન અને અન્ય આવશ્યક જરૂરિયાતો માટે લાંબા ગાળાનું અને વિશ્વસનીય ભંડોળ બનાવવાનું વિચારો છો ત્યારે અનેક સલામત અને નફાકારક વિકલ્પો ઉપલબ્ધ છે. કેટલીક યોજનાઓ સરકારી સુરક્ષા અને કરલાભ આપે છે, તો કેટલીક બજાર આધારિત હોયને વધુ વળતર આપે છે. નીચે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પોની માહિતી આપવામાં આવી છે.
બાળ વીમા યોજના વીમા અને બચત બંનેનું ઉત્તમ સંયોજન છે. આ યોજના કોઈપણ અણધારી ઘટનાના સમયે પરિવારમાં નાણાકીય સુરક્ષા આપે છે તેમજ પુત્રીના શિક્ષણ, કરિયર અથવા લગ્ન માટે જરૂરી ભંડોળ પણ તૈયાર કરે છે.
આ યોજનાઓ કલમ 80C હેઠળ કરલાભ આપે છે અને ઘણી પોલિસીમાં મની-બેક સુવિધા પણ ઉપલબ્ધ હોય છે.
સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓ માટેની સૌથી લોકપ્રિય અને ઉચ્ચ વળતર આપતી યોજનાઓમાંની એક છે.
મુખ્ય ફાયદાઓ:
આ યોજના 21 વર્ષ સુધી અથવા પુત્રીના 18 વર્ષની ઉંમરે લગ્ન થાય ત્યાં સુધી માન્ય છે. દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે આ યોજના શ્રેષ્ઠ લાંબા ગાળાનો વિકલ્પ છે.
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS):
આ બંન્ને યોજનાઓ ગેરંટીવાળું વળતર આપે છે અને જોખમ ખૂબ ઓછું છે.
જો તમે થોડું જોખમ લઈ શકતા હો, તો મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે વધુ આકર્ષક વળતર આપી શકે છે.
સોનું વર્ષોથી પરંપરાગત રીતે સલામત રોકાણ માનવામાં આવે છે અને તેનું મૂલ્ય સમય સાથે વધતું રહે છે.
આ યોજનાઓ જોખમમુક્ત અને સ્થિર વળતર આપતી હોવાથી અનેક માતાપિતાના મનપસંદ વિકલ્પો છે.