Valentine’s Day : આ જગ્યાએ વેલેન્ટાઈન ડે મનાવશો તો જવું પડી શકે છે જેલ, જાણો કારણ

|

Feb 12, 2024 | 5:51 PM

ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન વીક આવે છે, જેમાં કપલ્સ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. તે દરેક જગ્યાએ અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક દેશો એવા છે જ્યાં જો તમે વેલેન્ટાઈન ડે કે વેલેન્ટાઈન વીકની ઉજવણી કરો છો તો તમને સજા પણ થઈ શકે છે. તો ચાલો આજે જાણીએ એ દેશો વિશે.

1 / 6
ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન વીક આવે છે, જેમાં 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે કપલ્સ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. ત્યારે વિશ્વમાં એવા કેટલાક દેશો એવા છે, જ્યાં તમે વેલેન્ટાઈન ડે કે વેલેન્ટાઈન વીકની ઉજવણી કરો છો તો તમને સજા પણ થઈ શકે છે.

2 / 6
મલેશિયામાં વેલેન્ટાઈન ડે પર પ્રતિબંધ છે. વર્ષ 2005માં ઈસ્લામિક દેશ મલેશિયામાં તેને ઉજવવા પ્રતિબંઘ મુકવામાં આવ્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે 14 ફેબ્રુઆરીના કારણે યુવાનો બરબાદી અને નૈતિક અધોગતિ તરફ જાય છે. આ દેશમાં ઘણા કપલ્સની તેને સેલિબ્રેટ કરવા બદલ ધરપકડ પણ કરવામાં આવી છે.

3 / 6
2010માં ઈરાનમાં સત્તાવાર રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અહીંની સરકાર એટલી કડક છે કે વેલેન્ટાઈન સંબંધિત ગિફ્ટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કોઈ કપલ સાથે ડાન્સ કરતા જોવા મળે છે તો તેમને સજા થઈ શકે છે.

4 / 6
ઉઝબેકિસ્તાનને વર્ષ 1991માં સોવિયત સંઘથી આઝાદી મળી હતી. આ દેશમાં 2012 સુધી વેલેન્ટાઈન ડે મનાવવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2012માં શિક્ષણ મંત્રાલય દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

5 / 6
પાકિસ્તાનમાં વર્ષ 2018માં એક નાગરિકે વેલેન્ટાઇન ડે વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે વેલેન્ટાઇન ડે ઇસ્લામિક ઉપદેશોની વિરુદ્ધ છે. જે બાદ ત્યાંની કોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

6 / 6
સાઉદી અરેબિયામાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવતી નથી. સાઉદીમાં એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઈન ડે પર જે કંઈ થાય છે તે ઈસ્લામિક વિચારધારા વિરુદ્ધ છે. ત્યારે દુકાનદારો પણ તેને લગતો સામાન વેચતા નથી. જો કે, હાલના સમયમાં કેટલીક જગ્યાએ ઉજવવાનું શરૂ થયું છે.  (Image : Daily Mail, Getty, Reuters)

Next Photo Gallery