Flight Rules: શું ફ્લાઇટમાં ‘પાવર બેંક’ વાપરી કે ચાર્જ કરી શકાય? મુસાફરી કરતાં પહેલાં જાણી લો એરલાઇન્સના કડક નિયમો

હવાઈ મુસાફરી કરતી વખતે 'પાવર બેંક' સાથે રાખવું જેટલું સરળ લાગે છે, વાસ્તવમાં તેના નિયમો એટલા જ કડક છે. શું તમે જાણો છો કે, પ્લેનમાં 'પાવર બેંક' લઈ જતી વખતે તમારી એક નાની ભૂલ પણ તમને ભારે પડી શકે છે? એવામાં જો તમે પણ ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી રહ્યા છો અથવા મુસાફરી કરવાની તૈયારીમાં છો, તો પાવર બેંક લઈ જવા, વાપરવા અને ચાર્જ કરવા સંબંધિત એરલાઈન્સના ખાસ નિયમો પહેલાંથી જ જાણી લેવા અત્યંત જરૂરી છે.

Flight Rules: શું ફ્લાઇટમાં પાવર બેંક વાપરી કે ચાર્જ કરી શકાય? મુસાફરી કરતાં પહેલાં જાણી લો એરલાઇન્સના કડક નિયમો
Image Credit source: AI Generated
| Updated on: Sep 25, 2026 | 2:28 PM

આજના સમયમાં ‘પાવર બેંક’ ટ્રાવેલ એસેન્શિયલ્સનો (મુસાફરીની જરૂરી વસ્તુઓનો) એક ભાગ બની ગયું છે. લાંબી મુસાફરી દરમિયાન ફોનને ચાર્જ રાખવામાં તે ખૂબ મદદગાર સાબિત થાય છે. તેથી, દરેક વ્યક્તિ તેને પોતાની સાથે રાખવાનું પસંદ કરે છે.

જો કે, જ્યારે હવાઈ મુસાફરીની વાત આવે છે, ત્યારે પાવર બેંકને સાથે લઈ જવા અથવા તેનો ઉપયોગ કરવા સંબંધિત કેટલાક સખત નિયમો છે. પ્લેનમાં મુસાફરી કરતી વખતે તમને આ નિયમો વિશે જાણકારી હોવી જોઈએ, નહીં તો તમને નુકસાન પણ થઈ શકે છે.

શું પ્લેનમાં Power Bank લઈ જઈ શકાય?

તમે પ્લેનમાં પાવર બેંક સાથે લઈને મુસાફરી કરી શકો છો પરંતુ તે માત્ર કેબિન બેગમાં લઈ જઈ શકો છો. ચેક-ઈન બેગમાં પાવર બેંક રાખવાની મનાઈ છે.

તેથી, તમે તેને તમારી સાથે હેન્ડ બેગમાં રાખી શકો છો. જો કે, તેના પણ કેટલાક નિયમો છે. પાવર બેંકની ક્ષમતા 100Wh થી ઓછી હોવી જોઈએ. આનાથી વધુ પાવરનું પાવર બેંક તમે પ્લેનમાં લઈને જઈ શકતા નથી.

શું પ્લેનમાં પાવર બેંકનો ઉપયોગ કરી શકાય?

ઘણા લોકો એવું માની લે છે કે, જ્યારે પાવર બેંક સાથે લઈ જઈ શકાય છે, તો પ્લેનમાં તેનો ઉપયોગ પણ કરી શકાય છે પરંતુ એવું નથી. પ્લેનની અંદર તમે પાવર બેંકનો ઉપયોગ કરી શકતા નથી. આખી મુસાફરી દરમિયાન તમારે તમારું પાવર બેંક બંધ કરીને રાખવું પડશે. કેબિનની અંદર તમે આનાથી તમારો ફોન ચાર્જ કરી શકતા નથી.

શું પ્લેનમાં Power Bank ચાર્જ કરી શકાય?

આજકાલ ઘણા વિમાનોમાં સીટ પાસે યુએસબી (USB) ચાર્જિંગ પોર્ટ બનેલા હોય છે પરંતુ તે માત્ર લેપટોપ કે ફોનને સીધા ચાર્જ કરવા માટે હોય છે, પાવર બેંકને ચાર્જ કરવા માટે નહીં. પ્લેનની અંદર પાવર બેંક ચાર્જ કરવું જોખમી હોઈ શકે છે, કારણ કે તેમાં આગ લાગી શકે છે. તેથી, પ્લેનની અંદર પાવર બેંક ચાર્જ કરવા પર મનાઈ હોય છે.

શા માટે પાવર બેંકના ઉપયોગ પર મનાઈ છે?

વાસ્તવમાં, પાવર બેંકમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે. આ બેટરીઓ નાના કદની હોય છે પરંતુ મોટા પ્રમાણમાં ઊર્જા (એનર્જી) સ્ટોર કરે છે. તેથી, તેમાં આગ લાગવાનું જોખમ રહે છે. આ સિવાય, થર્મલ રનઅવેનું પણ જોખમ રહે છે.

જો કોઈ લિથિયમ-આયન બેટરી ડેમેજ થઈ જાય, વધુ ગરમ થઈ જાય કે તેમાં શોર્ટ-સર્કિટ થઈ જાય, તો તેમાં આગ લાગી શકે છે અથવા તે ફાટી શકે છે. પ્લેનમાં આ ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ ઊભી કરી શકે છે. તેથી, પ્લેનની અંદર તેના ઉપયોગ કે ચાર્જિંગ પર સખત મનાઈ હોય છે.

Travel Tips : ઘોંઘાટ અને ભીડથી દુર ભારતના આધ્યાત્મિક સ્થળોની એક મુલાકાત લો, અહી તમને શાંતિ મળશે

Follow Us
Loading...
Unable to load recommendations.