
UPIનો ઉપયોગ કરનાર દેશના કરોડો યુઝરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે 2000 રુપિયા સુધીના તમામ યુપીઆઈ ટ્રાન્જેક્શન પર કોઈ પણ પ્રકારનો ફી અથવા ચાર્જ લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સમાચાર દેશના તમામ નાના મોટા દુકાનદારો માટે રાહતના સમાચાર લઈને આવી છે. આટલું જ નહી સરકારે કહ્યું કે, RuPay ડેબિટ કાર્ડથી કરવામાં આવતા 2000 રુપિયા સુધીના તમામ ટ્રાન્જેક્શન સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. આના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહી.
સરકારે યુપીઆઈ અને રુપે ડેબિટ કાર્ડથી કરવામાં આવતા 2000 રુપિયા સુધીના તમામ ટ્રાન્જેક્શન પર ફી લેવા પર પ્રતિબંધ લગાવવા માટે સોમવારે એક ગઝેટ નોટિફિકેશન જાહેર કર્યું છે. ગઝેટ નોટિફિકેશન એક આધિકારિક સરકારી સૂચના છે. આ સાથે આ એક કાનુની ડોક્યુમેન્ટ પણ હોય છે.
ભારત સરકારે નાણા મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશનના માધ્યમથી સોમવારના જણાવ્યું કે, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 (2007ની 51)ની કલમ 10Aના અનુસાર કેન્દ્ર સરકારે બેંકો અને સિસ્ટમ પ્રોવાઈડર્સને RuPay ડેબિટ કાર્ડ અને UPI દ્વારા 2000 રુપિયા સુધીના પેમેન્ટ કરવું અથવા લેનાર વ્યક્તિ પર પ્રત્યેક્ષ કે અપ્રત્યક્ષ રુપે કોઈ પણ ચાર્જ લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
As per section 10A of the Payment and Settlement Systems Act, 2007 (51 of 2007), the Central Government prohibits banks and system providers from imposing, directly or indirectly, any charges on a person making or receiving payments using debit cards powered by RuPay and UPI transactions up to Rs 2,000: Ministry of Finance
— ANI (@ANI) September 14, 2026
આનો સીધો અર્થ એ થયો કે, યુપીઆઈ દ્વારા 2000 રુપિયા સુધીના ટ્રાન્જેક્શન તમામ માટે ફ્રી રહેશે. આના હેઠળ પૈસા મોકલનાર અને મેળવનાર કોઈ પણ યુપીઆઈ યુઝરના બેક અથવા સર્વિસ પ્રોવાઈડર જેમ કે, ફોનપે, પેટીએમ, ગુગલ પે વગેરે કોઈ પણ પ્રકારની ફી લઈ શકશે નહી.
તેવી જ રીતે, RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા 2000 રૂપિયા સુધીના વ્યવહારો પણ દરેક માટે સંપૂર્ણપણે મફત રહેશે.