
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ ભોજશાલા પરિસર મુદ્દે હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની ઈંદોર બેંચે શુક્રવારે તેનો ચુકાદો આપતા ભોજશાળા પરિસરને હિંદુ મંદિર માન્યુ છે. કોર્ટે મુસ્લિમ પક્ષની યાચિકાને રદ કરતા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની રિપોર્ટને આધાર બનાવી હતી. તેના પર જ કોર્ટે ભરોસો વ્યક્ત કર્યો છે. 1. હાઈકોર્ટે તેમના ચુકાદા દરમિયાન જે ટિપ્પણીઓ કરી તે ઘણી મહત્વપૂર્ણ છે. ASI ના સર્વે રિપોર્ટ પર વિશ્વાસ વ્યક્ત કરતા હાઈકોર્ટે ધાર સ્થિત વિવાદી ભોજશાળા પરિસરને દેવી વાગ્દેવી સરસ્વતી મંદિર અને સંસ્કૃત શિક્ષણનું કેન્દ્ર માન્યુ છે. કોર્ટે કહ્યુ ઐતિહાસિક સાહિત્ય, પુરાતાત્વિક સાક્ષ્ય અને ASI ની વૈજ્ઞાનિક તપાસથી એ સાબિત થાય છે કે ભોજશાળા મૂળ રૂપે રાજા ભોજના સમયથી સંસ્કૃત અધ્યયનનું કેન્દ્ર હતી. 2. પોતાના ચુકાદામાં, હાઈકોર્ટે જણાવ્યું હતું કે પુરાતત્વ એક વિજ્ઞાન છે અને કોર્ટ વૈજ્ઞાનિક અભ્યાસોના આધારે કાઢવામાં આવેલા તારણો પર સુરક્ષિત રીતે આધાર રાખી શકે છે. કોર્ટે નોંધ્યું હતું કે તેણે ઉપલબ્ધ ઐતિહાસિક સામગ્રી, સર્વેક્ષણ અહેવાલો અને તમામ પક્ષો દ્વારા રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં લીધી...
Published On - 9:12 pm, Mon, 18 May 26