
દેશમાં આર્થિક રીતે નબળા પરિવારો અને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વડીલોની સારવાર માટે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ₹5 લાખ સુધીની Free Cashless સારવાર મેળવી શકાય છે.
આયુષ્માન કાર્ડ બની ગયા પછી ઘણા લોકોને એવું લાગે છે કે, હવે તેઓ કોઈપણ હોસ્પિટલમાં જઈને મફત સારવાર કરાવી શકે છે પરંતુ એવું નથી હોતું. આ યોજનાનો લાભ લેવા માટે એ જાણવું જરૂરી છે કે, તમારી આસપાસ કઈ-કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલશે?
હવે સવાલ એ છે કે, તમામ હોસ્પિટલોની યાદી કેવી રીતે મેળવવી? તો જણાવી દઈએ કે, આ યાદી તમે ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકો છો. એમાંય ચકાસી શકો છો કે, તમારી આસપાસની કઈ-કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડથી સારવાર થઈ જશે?
આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્ર પરિવારોને લિસ્ટેડ હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા મળે છે. એવું નથી કે, આ કાર્ડથી માત્ર સરકારી હોસ્પિટલોમાં જ સારવાર થાય છે. ઘણી ખાનગી હોસ્પિટલો પણ આયુષ્માન કાર્ડથી સારવાર કરે છે. જો કે, દરેક હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર કરાવવી શક્ય નથી.
કાર્ડનો લાભ માત્ર તે જ હોસ્પિટલોમાં મળે છે, જે આના હેઠળ લિસ્ટેડ છે. આ સિવાય આ કાર્ડ દરેક પ્રકારની બીમારીમાં પણ કામ નથી આવતું. સરકાર તરફથી કેટલીક બીમારીઓ વિશે માહિતી આપવામાં આવી છે. તેમના ઈલાજમાં આયુષ્માન કાર્ડ કામ કરતું નથી. એવામાં સારવાર શરૂ કરતા પહેલા એકવાર હોસ્પિટલમાં જાણી લો કે, આયુષ્માન કાર્ડમાં તમારી બીમારીનો ઈલાજ કવર છે કે નહીં?
જો તમે જાણવા માંગતા હોવ કે, તમારા ઘરની નજીકની કઈ-કઈ હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ ચાલે છે, તો તેના માટે તમારે બસ નીચે આપેલા સ્ટેપને ફોલો કરવા પડશે. આના દ્વારા તમે જાણી શકશો કે, ઇમરજન્સી આવવા પર તમારે કઈ હોસ્પિટલમાં જવાનું છે.
આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્ર પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું હેલ્થ કવર મળે છે. જો કે, આ 5 લાખ રૂપિયાનું કવર દરેક સભ્ય માટે અલગ-અલગ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે હોય છે.
જો તમને ઓનલાઈન ચેક કરવા પર કોઈ કારણસર હોસ્પિટલની યાદી ન મળી રહી હોય, તો પરેશાન થવાની જરૂર નથી. તમે અધિકૃત હેલ્પલાઇન નંબર 14555 પર કૉલ કરીને તમારા પ્રશ્નોના જવાબ મેળવી શકો છો.