અંતરિક્ષમાં ગયેલો અવકાશ યાત્રી જો ગંભીર રીતે બીમાર પડી જાય તો શું થાય ? ધરતી પર પરત  લાવવાનો ઈમરજન્સી પ્લાન કેવી રીતે કામ કરે છે?

સ્પેસમાં ગયેલા અવકાશ યાત્રીઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. જેની અસર ધરતી પર પરત આવ્યા બાદ પણ થોડા મહિનાઓ સુધી રહે છે. એસ્ટ્રોનોટ્સ ધરતી પર આવે એટલે એમને સ્પેશ્યિલ કેર હેઠળ રાખવામાં આવે છે. જેથી સામાન્ય થઈ શકે. સ્પેસ ટ્રાવેલ દરમિયાન યાત્રીકોની તબિયત સાધારણ એવી ખરાબ રહે છે. પરંતુ જો કોઈ અવકાશ યાત્રી ગંભીર રીતે બીમાર પડી જાય તો? શું તેને પરત પૃથ્વી પર લાવવામાં આવે છે? આવો જાણીએ.

અંતરિક્ષમાં ગયેલો અવકાશ યાત્રી જો ગંભીર રીતે બીમાર પડી જાય તો શું થાય ? ધરતી પર પરત  લાવવાનો ઈમરજન્સી પ્લાન કેવી રીતે કામ કરે છે?
| Updated on: Jun 27, 2025 | 6:59 PM

અંતરિક્ષને છેલ્લા કેટલાય દાયકાઓથી એક્સપ્લોર કરવામાં આવી રહ્યુ છે. જો કે હજુ તે આપણા માટે એક રહસ્ય જ છે. ક્યાં જીવન છે, કેવી રીતે જીવન શક્ય બની શકે, તેની ખોજ માટે એસ્ટ્રોનોટ્સ સતત સ્પેસમાં જઈ રહ્યા છે. આમ તો સંપૂર્ણ સુરક્ષા અને તકેદારી રાખવામાં આવે છે છતા જો કોઈ અવકાશ યાત્રીની તબિયત કંઈક વધારે જ બગડે તો શું કરવામાં આવે છે. શું ત્યાં એડવાન્સ મેડિકલ સુવિધાઓ પણ મળી રહે છે? કે પૃથ્વી પર પરત આવવાનો એકમાત્ર માર્ગ બચે છે? અવકાશમાં સારવારનો બંદોબસ્ત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં મેડિકલ કિટ હોય છે. જેમા પ્રાથમિક સારવાર માટેની તમામ વસ્તુઓ હોય છે. જેમ કે દુ:ખાવા, તાવ, ઉલ્ટીની દવાઓ, બીપી, સુગર ચેક કરવાના મશીન અને અન્ય વૈકલ્પિક દવાઓ. નાની-મોટી ઈજા થાય તો તેને સાફ કરવાાની વ્યવસ્થા અને કેટલીક એન્ટીબાયોટિક્સ ઉપલબ્ધ હોય છે. કોણ કરે છે સારવાર દરેક ક્રુ મેમ્બરને તેની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે. સાથે જ સીપીઆર આપવાનું શીખવવામાં આવે છે. જેથી જરૂર પડે તો સહયોગીની મદદ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો