ગર્ભમાં ખોરાકના સ્વાદ અનુસાર રિએક્શન આપતા દેખાયુ બાળક, અલ્ટ્રાસાઉન્ડની મદદથી લેવાઈ તસ્વીર

|

Sep 24, 2022 | 6:17 PM

હાલમાં ઈંગ્લેડમાં (England) એક અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે કે માતા જેવું ભોજન લે છે, તેના સ્વાદ અનુસાર બાળક ગર્ભમાં રિએક્શન પણ આપે છે. ચાલો જાણી તેના વિશેની સંપૂર્ણ માહિતી.

ગર્ભમાં ખોરાકના સ્વાદ અનુસાર રિએક્શન આપતા દેખાયુ બાળક, અલ્ટ્રાસાઉન્ડની મદદથી લેવાઈ તસ્વીર
baby reacting to taste of food in womb

Follow us on

baby reacting to taste of food : દરેક વ્યક્તિ પોતાની માતાના ગર્ભમાં 9 મહિના રહે છે. જ્યારે યોગ્ય સમય થાય છે ત્યારે તે માતાના ગર્ભની બહાર આવે છે. દરેક મહિલા માટે ગર્ભાઅવસ્થાનો આ સમય ખુબ મહત્ત્વનો હોય છે. ગર્ભમાં બાળકના યોગ્ય પોષણ અને વિકાસ માટે માતાએ નાની નાની વાતનું ધ્યાન રાખવું પડે છે. માતાએ પોતાના વ્યવહાર, વિચાર અને ભોજન જેવા કામ ગર્ભમાં રહેલા બાળકને અનુરુપ કરવું પડે છે. હાલમાં ઈંગ્લેડમાં (England) એક અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે કે માતા જેવું ભોજન લે છે, તેના સ્વાદ અનુસાર બાળક ગર્ભમાં રિએક્શન પણ આપે છે. ચાલો જાણી તેના વિશેની સંપૂર્ણ માહિતી.

ઘણા વર્ષોથી વિશેષજ્ઞો, ડોક્ટરો અને વૈજ્ઞાનિકોને એ પ્રશ્ન હતો કે માતાના ગર્ભમાં રહેલા બાળક, માતા દ્વારા સેવન કરવામાં આવેલ ખોરકના સ્વાદનો અનુભવ કરી શકે છે ? કારણ કે ગર્ભમાં રહેલા બાળક માતા દ્વારા લેવામાં આવેલ ભોજનમાંથી જ પોષણ મેળવતું હોય છે. બાળત પાસે પોષક તત્ત્વો અમનિયોટિક ફ્લૂડના રુપમાં જાય છે. જૂની શોધ અને અભ્યાસો પરથી જાણવા નથી મળ્યુ કે માતા દ્વારા સેવન કરવામાં આવેલ ખોરકના સ્વાદનો અનુભવ કરી શકે છે કે નહીં? પણ હાલમાં ઈંગ્લેડના બર્મિઘમમાં સ્થિત એસ્ટન યુનિવર્સિટીમાં કરવામાં આવેલ એક અભ્યાસ પરથી એક મહત્ત્વની વાતનો ખુલાસો થયો છે.

ગર્ભમાં સ્વાદ અને ગંધનો અનુભવી શકે છે બાળક

ઈંગ્લેડના બર્મિઘમમાં સ્થિત એસ્ટન યુનિવર્સિટીમાં થયેલ અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે કે બાળક ગર્ભમાં સ્વાદ અને ગંધને અનુભવી શકે છે. આ અભ્યાસ માટે એક માતાના ગર્ભ પર 4D અલ્ટ્રાસાઉન્ડ ટેકનિકનો ઉપયોગ કરવામં આવ્યો. આ અભ્યાસમાં જાણવા મળ્યુ કે, બાળક ગર્ભમાં સ્વાદ અને ગંધને અનુભવી શકે છે. કઈ વસ્તુ તેને ભાવે છે અને કઈ નહીં, તેની પસંદગી તે જન્મ પછી કરે છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગાજરના સ્વાદ પર આવા રિએક્શન

આ અભ્યાસ 2 ગર્ભવતી માતાઓના બાળક પર કરવામાં આવ્યો. એક માતાને ગાજરના પાઉડરવાળી કેપ્સૂલ ખવડાવવામાં આવી. 30 મિનિટ પછી 4D અલ્ટ્રાસાઉન્ડ ટેકનિકનો ઉપયોગ થયો. તે 30 મિનિટ દરમિયાન ગાજરના પાઉડરવાળી કેપ્સૂલ માતાના પાચન તંત્રમાં પૂરી રીતે ભળી ગયુ અને અમનિયોટિક ફ્લૂડના માધ્યમથી બાળક પાસે પહોંચ્યુ. ગાજરનો સ્વાદ બાળકને ખુબ ગમે છે અને તે ગર્ભમાં હસતો દેખાય છે. 4D અલ્ટ્રાસાઉન્ડ ટેકનિકની મદદથી તેનો વીડિયો અને ફોટો કેપ્ચર કરવામાં આવ્યો હતો.

 કાર્લેના સ્વાદ આવા રિએક્શન

કાર્લે એક પ્રકારની કોબીજ હોય છે. તેનો પ્રયોગ બીજી ગર્ભવતી માતા પર કરવામાં આવ્યો. તેના સ્વાદ બાળકને ન ગમ્યો અને તે મોંઢું બગાડતો દેખાયો. અભ્યાસ પરથી એ પણ જાણવા મળ્યુ કે, ગાજરની કેપ્સૂલ લેનાર માતાનું બાળક કાર્લેની કેપ્સૂલ લેનાર માતાના બાળક કરતા પહેલા વિકસિત થયું. તેથી જ કહેવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન હેલ્ધી ખોરાક લેવો જોઈએ. તેની અસર બાળકના વિકાસ પર પડે છે.

Next Article