AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Department Recruitment : સરકારી નોકરી માટે બહાર પડી છે વેકેન્સી, આજે એપ્લાય નહિ કરો તો ચુકી જશો તક

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજે  30 સપ્ટેમ્બર 2021 ની છેલ્લી તારીખની સમય મર્યાદામાં અરજી કરી શકે છે. ઉત્તર પૂર્વ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2021 છે.

Income Tax Department Recruitment : સરકારી નોકરી માટે બહાર પડી છે વેકેન્સી, આજે એપ્લાય નહિ કરો તો ચુકી જશો તક
Ahmedabad Income Tax Unit Officers To Be Provided Forensic Training For Digital Analysis
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 7:14 AM
Share

Income Tax Department Recruitment 2021: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. આવકવેરા વિભાગે વિવિધ પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર આવકવેરા વિભાગના ઉત્તર પ્રદેશ (પૂર્વ) ક્ષેત્રમાં, આવકવેરા નિરીક્ષક, કર સહાયક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતીઓ છે. આ તમામ ભરતીઓ રમતવીરો માટે છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજે  30 સપ્ટેમ્બર 2021 ની છેલ્લી તારીખની સમય મર્યાદામાં અરજી કરી શકે છે. ઉત્તર પૂર્વ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2021 છે.

આ જગ્યાઓ માટે વેકેન્સી છે ઇન્કમટેક્સ ઈન્સ્પેકટર – 3 ટેક્સ આસિસ્ટન્ટ – 13 મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 12

શૈક્ષણિક લાયકાત ઇન્કમટેક્સ ઈન્સ્પેકટર માટે ઉમેદવારો માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવું ફરજિયાત છે. ટેક્સ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ડેટા એન્ટ્રીની ઝડપ સારી હોવી જોઈએ અને કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવું ફરજિયાત છે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી 10 મું પાસ હોવું ફરજિયાત છે.

નિર્ધારિત વય મર્યાદા આવકવેરા નિરીક્ષક માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પગાર ઇન્કમટેક્સ ઇન્સ્પેકટર – પે લેવલ 7 (રૂ. 44,900 થી રૂ. 1,42,400) ટેક્સ આસિસ્ટન્ટ – પે લેવલ 4 (રૂ. 25,500 થી રૂ. 81,100) મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – પે લેવલ 1 (રૂ. 18,000 થી રૂ. 56,900)

આ પણ વાંચો : રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ બે શેરમાં રોકાણથી એક મહિનામાં 893 કરોડ રૂપિયાની કમાણી કરી , શું છે આ સ્ટોક તમારી પાસે છે?

આ પણ વાંચો :  HIGH RETURN STOCK : ડ્રોન અને ડિફેન્સ સેક્ટરના આ સ્ટોકે એક મહિનામાં 159 ટકા રિટર્ન આપ્યું, શું તમારા પોર્ટફોલિયોમાં છે?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">