Co-Operative Bank Recruitment 2022 : બોમ્બે મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડે(Bombay Mercantile Cooperative Bank Limited) પ્રોબેશનરી ઓફિસર્સ(Probationary Officers)ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સ્નાતક, અનુસ્નાતક અને MBA ઉમેદવારો 27 જાન્યુઆરી સુધી બેંકની સત્તાવાર વેબસાઇટ bmcbankltd.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બોમ્બે મર્કેન્ટાઈલ કોઓપરેટિવ બેંક(Bombay Mercantile Cooperative Bank Limited) અગ્રણી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક(Multi State Cooperative Bank) છે. દેશના 10 રાજ્યોમાં તેની 52 શાખાઓ છે.
Co-Operative Bank Recruitment 2022 નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
Central Railway Recruitment 2022: રેલ્વેમાં નોકરી (Railway Job) મેળવવાની મોટી તક સામે આવી છે. મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે રેલવે ભરતી સેલ (Railway Recruitment Cell) દ્વારા બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 2422 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. એપ્રેન્ટિસની પોસ્ટ પર બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) એ મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ કરવામાં આવી રહી છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો વેબસાઇટ rrccr.com પર જઈને વિગતો ચકાસી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 16 ફેબ્રુઆરી 2022 ના રોજ સાંજે 05 વાગ્યે બંધ થશે.
Central Railway Recruitment 2022 ની વધુ વિગત માટે અહીં ક્લિક કરી
આ પણ વાંચો : Central Railway Recruitment 2022: સેન્ટ્રલ રેલ્વેમાં એપ્રેન્ટિસની 2422 જગ્યાઓ માટે ભરતી, જાણો તમામ વિગતો
આ પણ વાંચો : Maharashtra School Reopening: મહારાષ્ટ્ર 31 જાન્યુઆરી પછી શાળાઓ ખોલવા અંગે થશે વિચારણા, આરોગ્ય પ્રધાને આપી જાણકારી
Published On - 12:22 pm, Tue, 18 January 22