Investment Tips : પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 10 વર્ષમાં તમારા પૈસા કરશે ડબલ, જાણો યોજનાના ફાયદા

|

Feb 24, 2022 | 6:40 AM

કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમને 6.9 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ પર આધારિત છે. આ વ્યાજ દર 1લી એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવ્યો છે.

Investment Tips  : પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 10 વર્ષમાં તમારા પૈસા કરશે ડબલ, જાણો યોજનાના ફાયદા
પોસ્ટની આ સ્કીમ સારા વળતર સાથે નાણાંની સુરક્ષા આપે છે.

Follow us on

Investment Tips : દેશમાં આજે પણ એક એવો મોટો વર્ગ છે જે પોસ્ટ ઓફિસની સ્કીમ્સ(Post Office Schemes)માં સૌથી વધુ પૈસા રોકાણ કરવાનું પસંદ કરે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ગ્રાહકોને આ સ્કીમમાં રોકાણ પર વધુ સારું વળતર તેમજ સુરક્ષા મળે છે. જ્યારે તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો છો ત્યારે તમને સરકાર તરફથી ગેરંટી મળે છે.

આ કિસ્સામાં પૈસા ડૂબવાનું જોખમ ખૂબ ઓછું છે. સાથે જ પોસ્ટ ઓફિસ સ્કીમમાં ખૂબ ઓછા પૈસામાં પણ રોકાણ કરી શકાય છે. આજે અમે તમને એક પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે રોકાણ પર ડબલ લાભ મેળવી શકો છો. આ યોજના કિસાન વિકાસ પત્ર(Kisan Vikas Patra) છે.

કોણ કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકે છે ?
આ સ્કીમમાં ત્રણ લોકો એકસાથે રોકાણ કરી શકે છે. એકાઉન્ટ સિંગલ (KVP Account) અને જોઈન્ટ ખોલી શકાય છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ અને સગીર પણ તેમના માતાપિતાની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીર આ યોજના હેઠળ ખાતામાં રોકાણ કરી શકે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કેટલું વ્યાજ મળશે?

કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમને 6.9 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ પર આધારિત છે. આ વ્યાજ દર 1લી એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવ્યો છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમને 10 વર્ષ 4 મહિનામાં એટલે કે 124 મહિનામાં બમણી ડિપોઝિટ મળશે.

કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણની મર્યાદા શું છે?

આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા રૂ.1000 અને વધુમાં વધુ તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે રોકાણની રકમ 100 ના ગુણાંકમાં હોવી જોઈએ.

પોસ્ટ ખાતા સાથે PAN લિંક કરવો જરૂરી

ખાતામાં મોબાઈલ નંબર અને PAN અપડેટ કર્યા પછી, નિર્ધારિત રકમનું ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકાય છે. જો કોઈ વ્યક્તિએ પોસ્ટ ઓફિસ ખાતામાં પોતાનો PAN આપ્યો નથી, તો હવે તે આપવો જરૂરી રહેશે. આ નોટિફિકેશન જાહેર થયા પહેલા, જો કોઈએ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું હોય અને તેણે PAN ન આપ્યું હોય, તો હવે PAN અપડેટ કરવું જરૂરી બનશે. ખાતું ખોલ્યાના 6 મહિના પછી PAN વિગતો સબમિટ કરવી ફરજિયાત છે. જો તમે હજી સુધી PAN જમા કરાવ્યું નથી, તો આ કામ જલ્દી પૂર્ણ કરો કારણ કે પછીથી 20,000 રૂપિયાથી વધુની લેવડદેવડ થશે નહિ.

 

આ પણ વાંચો : MONEY9: પર્સનલ લોન કેમ હોય છે મોંઘી? સમજો ગણિત આ વીડિયોમાં

 

આ પણ વાંચો :  યુક્રેનમાં સંઘર્ષ વધવાને કારણે રશિયાના 23 સૌથી ધનિકોને મોટો ફટકો, 2.38 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

Next Article