Zoonotic Langya virus : ચીનમાં મળ્યો નવો વાયરસ Zoonotic Langya, 35 કેસ મળ્યા, જાણો કેટલો ખતરનાક છે

|

Aug 09, 2022 | 4:16 PM

ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં Zoonotic Langya વાયરસથી સંક્રમિત 35 દર્દીઓ મળી આવ્યા છે. એટલું જ નહીં, ઘણા પ્રાણીઓ પણ આ વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે.

Zoonotic Langya virus : ચીનમાં મળ્યો નવો વાયરસ Zoonotic Langya, 35 કેસ મળ્યા, જાણો કેટલો ખતરનાક છે
ચીનમાં મળ્યો નવો વાયરસ Zoonotic Langya
Image Credit source: live science

Follow us on

Zoonotic Langya virus : કોરોના હજુ પૂરો થયો નથી ત્યાં ચીનમાં વધુ એક નવો વાયરસ ( virus ) જોવા મળ્યો છે. તાઈવાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, ચીનમાં ઝૂનોટિક લેંગ્યા (Zoonotic Langya) વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે લગભગ 35 લોકો પણ સંક્રમિત જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તાઈવાન આ વાયરસના ચેપને ઓળખવા અને મોનિટર કરવા માટે પરીક્ષણ પદ્ધતિ શરૂ કરશે.આ વાયરસ ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં જોવા મળ્યો છે.

ચીનમાં એક નવો વાયરસ

તાઈપેઈ ટાઈમ્સ અનુસાર, તે પ્રાણીઓથી માણસોમાં ફેલાઈ શકે છે. સીડીસી હજી એમ કહી શકતું નથી કે વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી. તેમણે વાયરસ વિશે વધુ માહિતી ન આવે ત્યાં સુધી સતર્ક રહેવા જણાવ્યું છે.પાલતુ પ્રાણીઓ પર કરવામાં આવેલા સર્વેની માહિતી આપતાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 2% કેસ બકરામાં અને 5% શ્વાનમાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે 25 જંગલી પ્રાણીઓની પ્રજાતિઓ પર કરવામાં આવેલા પરીક્ષણોના પરિણામો સૂચવે છે કે શ્રુ (એક નાનું સસ્તન પ્રાણી જે ઉંદર જેવું લાગે છે) આ Zoonotic Langyaવાયરસના પ્રસારનું મુખ્ય કારણ હોઈ શકે છે.

આટલું જ નહીં, ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં ગુરુવારે પ્રકાશિત થયેલા અહેવાલ “A zoonotic henipavirus in the febrilepatis in China” માં જણાવવામાં આવ્યું છે કે ચીનમાં એક નવો વાયરસ ઓળખવામાં આવ્યો છે, જે માનવોમાં તાવની બીમારીનું કારણ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાયરસથી સંક્રમિત 35 દર્દીઓ મળી આવ્યા

તપાસમાં જાણવા મળ્યું છે કે ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં લાંગ્યા હેનીપા વાયરસથી સંક્રમિત 35 દર્દીઓ મળી આવ્યા છે. ચુઆંગે કહ્યું કે ચીનમાં 35 દર્દીઓનો એકબીજા સાથે કોઈ સંપર્ક નથી. તેમજ આ દર્દીઓના પરિવારજનો અને નજીકના સંબંધીઓમાં કોઈ ચેપ લાગ્યો નથી.35 માંથી 26 દર્દીઓમાં તાવ, થાક, ઉધરસ, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં શ્વેત રક્તકણોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દર્દીઓમાં લો પ્લેટલેટ્સ, લિવર ફેલ્યોર અને કિડની ફેલ્યોર જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે.

Published On - 4:10 pm, Tue, 9 August 22

Next Article