
અહીં જે ભારતીય મૂળના શખ્સની આપણે વાત કરી રહ્યા છીએ તે હિંદુ, વિરોધી, હિંદુત્વ વિરોધી અને ભારત વિરોધી, મોદી વિરોધી, ભાજપ વિરોધી માનવામાં આવી રહ્યા છે. ઝોહરાન મમદાની વાસ્તવમાં એ ટુલકિટનો જ એક ભાગ છે જેઓ વિદેશમાં રહીને ભારતમાં દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, આગળ વધારે છે અને ભારતમાં રહેલા આ દેશવિરોધી વર્ગને આ ટુલકિટના માધ્યમથી ઈંધણ, ફન્ડ મળે છે.
ઝોહરાન મમદાની ન્યૂયોર્કના મેયર બનવા માટે અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. સૌથી પહેલા તો તેના ભારતીય મૂળ વિશે આપને જણાવીએ કે તેનો ભારત સાથે શું નાતો છે અને ભારતના હિંદુઓને તેઓ કેટલી નફરત કરે છે તેના વિશે જણાવશુ.
33 વર્ષિય ઝોહરાન મમદાની ઈન્ડિયન ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. આ એજ મીરા નાયર જેમણે ‘સલામ બોમ્બે’, ‘મોનસૂન વેડિંગ’ અને ‘ધ નેમ સેક’ જેવી ફિલ્મો બનાવી છે. ઝોહરાન મમદાની માતા ફિલ્મમેકર છે તો પિતા પ્રોફેસર છે. જે ગુજરાતી મૂળના ભારતીય મુસ્લિમ છે. ઝોહરાનના પિતા મહેમુદ મમદાની વર્ષો પહેલા ગુજરાતથી યુગાન્ડા શિફ્ટ કરી ગયા હતા અને ઝોહરાન મમદાનીનો જન્મ પણ યુગાન્ડાના કમ્પાલા શહેરમાં થયો હતો. મમદાની જ્યારે સાત વર્ષના હતા ત્યારે જ તેમનો પુરો પરિવાર યુગાન્ડાથી ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગયો હતો. બસ ત્યારથી મમદાની અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જ રહે છે અને મમદાની મોટા થયા તો પોલિટિક લીડર બની ગયા ત્યાં સુધી તો બધુ બરાબર છે પરંતુ હવે ચાન્સિસ એવા છે કે તેઓ વિશ્વના સૌથી મોંઘા શહેરના નવા મેયર બની શકે છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ ન્યૂયોર્ક શહેરના મેયર બનવા માટેની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે.
ન્યૂયોર્ક શહેરના બેકગ્રાઉન્ડની જો વાત કરીએ તો અહીં મેયરની ચૂંટણીમાં ડેમોક્ર્રેટ્સને વધુ પસંદ કરવામાં આવે છે. મતલબ કે ડેમક્રેટિક પાર્ટીના ઉમેદવારને વધુ પસંદ કરવામાં આવે છે અને અક્સર તેઓ ચૂંટાઈને આવે છે. આ સમીકરણોને જોતા એવુ કહેવાય રહ્યુ છે કે મમદાન ન્યૂયોર્કના આગામી મેયર હરિપબ્લિકન પાર્ટીના મેયરપદના ઉમેદવાર સામે થશે. જો કે ભારતમાં મમદાનીને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે કારણ કે તેની છબી લેફ્ટ લિબરલ નેતા તરીકેની છે, જે ભારત વિરોધી અને હિંદુ વિરોધી વિચારધારાવાળા મનાય છે.
ભારતમાં મમદાનીની છબી હિંદુ વિરોધી અને કટ્ટર ડાબેરી માનસિક્તાવાળા મુસ્લિમ નેતાની છે. કોઈ પાર્ટીના વિરોધી હોવુ, ભાજપ વિરોધી કે મોદી વિરોધી હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ મમદાની દેશ વિરોધી વાતો કરે છે. ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવે છે. આવુ કેમ કહેવાય છે તો તેના માટે કેટલીક ઘટનાઓને તબક્કાવાર સમજીએ
વર્ષ 2020માં રામ મંદિરના વિરોધમાં ન્યૂયોર્કમાં એક પ્રદર્શન થયુ. આ પ્રોટેસ્ટમાં મુસ્લિમો તો હતા, સાથોસાથ ખાલિસ્તાન સંગઠન સાથે સંકળાયેલા કેટલાક લોકો હતા અને પાકિસ્તાનીઓ હતા. આ પ્રદર્શનમાં ભારત વિરોધી, હિંદુ વિરોધી ભાષણો કરવામાં આવ્યા. આ જ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઝોહરાન મમદાની પણ પહોંચ્યા હતા. જ્યારે મમદાની આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા તો તેમને અલગથી ભાષણ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. તેમનું આ ભાષણ રેકોર્ડ પણ થઈ રહ્યુ હતુ. તેમના આ ભાષણ દરમિયાન તેમની બરાબર પાછળની બાજુ હિંદુઓને સતત અપશબ્દો કહેવામાં આવી રહ્યા હતા. પરંતુ મમદાનીને તેનાથી કોઈ ફર્ક ન પડ્યો. હિંદુઓ માટે કહેવાતા એ અપશબ્દો સામે મમદાનીએ કોઈ જ આપત્તિ સુદ્ધા દર્શાવી ન હતી, ન તો તેમને અટકાવ્યા હતા. માઈક લગાવીને પ્રદર્શનમાં આવેલા ખાલિસ્તાનીઓ અને પાકિસ્તાનીઓ હિંદુઓને અપશબ્દો બોલી રહ્યા છે અને મમદાનીને તેનાથી કોઈ જ ફર્ક પડતો ન દેખાયો. મમદાનીનો આ એન્ટી હિંદુ અને એન્ટી ઈન્ડિયા હોવાનો આતો એક નાનકડુ ઉદાહરણ માત્ર છે.
ઝોહરાન મમદાની સતત ભારત વિરુદ્ધ, ભારતની સરકાર વિરુદ્ધ, ભાજપ વિરુદ્ધ અને મોદીના વિરોધમાં અનેક ટ્વીટ કરતા રહે છે. ઝોહરાન મમદાનીના X હેન્ડલ પર જોશો તો જાણવા મળશે કે છેલ્લા 4,5 વર્ષો દરમિયાન તેમણે એવી અનેક X પર પોસ્ટ કરી છે જેમા તેઓ ભારતની સરકાર વિરોધી ઘણુ લખ્યુ છે. ભાજપનો કે સરકારનો વિરોધ કરવામાં કંઈ ખોટુ નથી પરંતુ સવાલ એ છે કે શું મમદાની એક દેશની વિરુદ્ધ લખી રહ્યા છે?
કોરોના સમયે સરકારની ટીકા થવા લાગી તો વિદેશમાં બેસેલ આ જ ટુલકિટ ફરી પોસ્ટ કરવા લાગ્યુ. મમદાનીએ કોરોના સમયે લખ્યુ,” ભારતમાં 2 કરોડથી વધુ કોરોના ના કેસ છે, 2 લાખ 20 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે એક વિશ્લેષણ દ્વારા જણાવાયુ છે કે મોત 8 ગણી વધુ થઈ છે. આ કોઈ કુદરતી આપત્તિ (મહામારી) નથી પરંતુ મોદી અને ભાજપની નાકામી (નિષ્ફળતા)નું પરિણામ છે. આના પરથી તો કોઈપણ વ્યક્તિ સમજી જાય કે ઝોહરાન મમદાનીની ભારત વિશે, ભારતના હિંદુઓ વિશે, સરકારો વિશે, મોદી વિશે અને બીજેપી વિશે શું વિચારધારા છે.
ભાજપ કે સરકારનો વિરોધ કોઈપણ કરી શકે એમા કંઈ નવુ નથી પરંતુ મહામારી જેવા સમયે ભારત વિશે ખોટો પ્રોપેગેન્ડા ફેલાવવો કે ભારતમાં લોકો મરી રહ્યા છે, ભારતને સૌથી વધુ નુકસાન થઈ રહ્યુ છે, તો તમે દેશ સાથે અન્યાય કરી રહ્યા છો.
મમદાની અવારનવાર ગુજરાત અંગે પણ અનેક દુષ્પ્રચાર ફેલાવે છે. ખાસ કરીને ગોધરાકાંડને લઈને. ઈન્ટરવ્યુમાં મમદાનીને જ્યારે ગુજરાત અંગે સવાલ કરવામાં આવે છે, મમદાનીના પિતા ગુજરાતી મુસ્લિમ હતા, આથી તેમને ગુજરાત અંગે સવાલ કરાય છે ત્યારે મમદાની ગુજરાતના વર્ષ 2002ના રમખાણોનો અવારનવાર ઉલ્લેખ કરીને સામો સવાલ કરે છે કે શું 2002ના તોફાનો બાદ શું ખરેખર ગુજરાતમાં કોઈ મુસ્લિમો બચ્યા છે ખરા? આ માત્ર એક દુષ્પ્રચાર છે. કારણ કે મમદાનીએ એ જાણી લેવુ જોઈએ કે ગુજરાતમાં 10 થી 12 ટકા મુસ્લિમો આબાદી છે.
મમદાનીના જુઠાણા માત્ર અહીં નથી અટક્તા. હિંદુઓના અને ભારતના કટ્ટર વિરોધી તો છે જ પરંતુ એ પણ મોટો સવાલ છે કે મમદાનીને ફન્ડીંગ કેવી રીતે મળે છે? તો આપને જણાવી દઈએ કે મમદાનીને ફન્ડીંગ કરનારી એજ ટુલકિટ છે જે અમેરિકામાં બેઠા-બેઠા ભારત વિરુદ્ધ, હિંદુઓ વિરુદ્ધ એજન્ડા ચલાવે છે. મમદાનીને કોણ ફન્ડ કરે છે તે જાણવા માટે અહીં આપેલી લીંક પર ક્લિક કરો
Published On - 8:45 pm, Mon, 30 June 25