કાશ્મીર અને ઘાટીમાં કાર્યરત PAKના આતંકવાદ સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે. આને કારણે ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓમાં (Terrorist Activity) ઘટાડો થયો છે.
PAK Terrorism: કાશ્મીર અને ઘાટીમાં કાર્યરત PAKના આતંકવાદ સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે. આને કારણે ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓમાં (Terrorist Activity) ઘટાડો થયો છે. પાકિસ્તાન ખીણમાં ફરી આતંકવાદ ફેલાવવા માટે અધીરા અને બેચેન છે. જેમ વાંદરો ગુલાટ ન ભૂલે તેમ નાપાક પાકિસ્તાન પણ પોતાના મેલ મનસૂબા છોડતું નથી. તેમણે નવી વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન હવે આતંકવાદી કૃત્યો માટે શ્રીલંકાની જમીનનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. 22 જાન્યુઆરીથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની કોલંબોની બે દિવસીય મુલાકાત દરમિયાન પાકિસ્તાન કોઈ નવી યુક્તિ અજમાવી શકે છે.
પાકિસ્તાન શ્રીલંકા સાથે ભારત વિરુદ્ધ ડીલ કરી શકે છે
કાશ્મીરની ખીણમાં છેલ્લા 29 વર્ષમાં લગભગ 46 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
નોંધપાત્ર વાત એ છે કે કાશ્મીરની ખીણમાં છેલ્લા 29 વર્ષમાં લગભગ 46 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં નાગરિકો અને આતંકવાદી બંનેનો સમાવેશ છે. માર્યા ગયેલા આતંકીઓની મહત્તમ સંખ્યા સરહદ પર માર્યા ગયેલા લોકો છે. સુરક્ષા દળો સાથેના વિવિધ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 24,000 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા 24,000 આતંકીઓમાં લગભગ 11,000 વિદેશી આતંકીઓનો સમાવેશ છે.
આ પણ વાંચો: Gujarat : મુખ્ય સચિવ અનિલ મુકિમને 6 માસનું એક્સ્ટેંશન, 28 ફેબ્રુઆરીએ થવાના હતા નિવૃત