QUAD મીટિંગમાં PM Modi પાસે Joe Biden એ માંગ્યો ઓટોગ્રાફ,કહ્યુ તમે અમેરિકામાં તમે ખુબ લોકપ્રિય છો

જાપાનમાં ક્વાડ સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ Joe Biden ને પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું કે અમેરિકામાં તમારા કાર્યક્રમની માંગ છે. પ્રભાવશાળી લોકોની એટલી બધી વિનંતીઓ છે કે મારી સામે એક પડકાર ઉભો થયો છે.

QUAD મીટિંગમાં PM Modi પાસે Joe Biden એ માંગ્યો ઓટોગ્રાફ,કહ્યુ તમે અમેરિકામાં તમે ખુબ લોકપ્રિય છો
Joe Biden, PM Narednra
Follow Us:
| Updated on: May 21, 2023 | 10:02 AM

જાપાનના શહેર હિરોશિમામાં G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ(PM Modi)ના ટોચના નેતાઓને મળ્યા હતા. દરમિયાન, પીએમ મોદીએ Quad Summitમાં ભાગ લીધો હતો, જેમાં યુએસ પ્રમુખ જો બાઈડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પણ હાજરી આપી હતી.

અહીં ફરી એકવાર બાઈડેન અને પીએમ મોદી વચ્ચેની બેઠકમાં એ જ ઉષ્મા જોવા મળી જે ગત વખતે જોવા મળી હતી. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી હતી. બાઈડેનના પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા અને કહ્યું કે અમેરિકામાં તમારી ઘણી લોકપ્રિયતા છે. તેણે પીએમ મોદીને કહ્યું કે મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે.

આ દરમિયાન બાઈડેને પીએમ મોદીને કહ્યું, ‘તમારા પગલાં બતાવે છે કે લોકશાહી મહત્વપૂર્ણ છે. તમે મારા માટે સમસ્યા સર્જી રહ્યા છો. આવતા મહિને અમે તમારા માટે વોશિંગ્ટનમાં ડિનરનું આયોજન કર્યું છે. દરેક વ્યક્તિ દેશભરમાંથી તેમા આવવા માંગે છે. મારી પાસે ટિકિટો ખતમ થઈ ગઈ છે. તમે વિચારતા હશો કે હું મજાક કરી રહ્યો છું, પણ મારી ટીમને પૂછો. મને એવા લોકોના ફોન આવી રહ્યા છે જેમના વિશે મેં પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. ફિલ્મ કલાકારોથી લઈને સગાંસંબંધીઓ સુધી, તમે ખૂબ જ લોકપ્રિય છો.”

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

બાઈડેન અહીં જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું, ‘વડાપ્રધાન, તમે ક્વાડમાં અમે શું કરી રહ્યા છીએ તે સહિત દરેક વસ્તુ પર નોંધપાત્ર અસર કરી છે. તમે આબોહવા પરિવર્તન તરફ પણ મૂળભૂત પરિવર્તન લાવ્યા છો. ઈન્ડો-પેસિફિકમાં તમારો પ્રભાવ છે. તમે પરિવર્તન લાવી રહ્યા છો.

જ્યારે બિડેને ઓટોગ્રાફ માંગ્યો હતો

આ પછી, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનિસે કહ્યું કે સિડનીમાં યોજાનાર પીએમ મોદીના સ્વાગત સ્થળની ક્ષમતા 20 હજાર લોકોની છે અને તે પણ ઓછી પડી રહી છે, પરંતુ તેમ છતાં, તેમને સતત વિનંતીઓ મળી રહી છે, જેને તેઓ પૂર્ણ કરવામાં અસમર્થ છે. માટે શક્ય નથી. વડાપ્રધાન અલ્બેનિસે એ સમયને યાદ કર્યો જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 90,000 થી વધુ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. તેના પર જો બાઈડેને પીએમ મોદીને કહ્યું કે મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">