વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે મોટેરા સ્ટેડિયમ અમદાવાદને અપાવશે નવી ઓળખ, PM મોદી કરી શકે છે ઉદઘાટન

|

Aug 20, 2019 | 5:48 PM

અમદાવાદની એક અનોખી આંતરરાષ્ટ્રીય ઓળખ ક્રિકેટના માધ્યમથી મળવાની છે. દુનિયામાં કોઈને એવો પ્રશ્ન થશે છે કે સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો તેનો જવાબ હશે અમદાવાદ મોટેરા ખાતે. અમદાવાદ મોટેરામાં અંદાજે 1100 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. આ સ્ટેડિયમનું 90 ટકા જેટલું કામ પણ પૂર્ણ થઈ ગયું છે તેવા […]

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે મોટેરા સ્ટેડિયમ અમદાવાદને અપાવશે નવી ઓળખ, PM મોદી કરી શકે છે ઉદઘાટન

Follow us on

અમદાવાદની એક અનોખી આંતરરાષ્ટ્રીય ઓળખ ક્રિકેટના માધ્યમથી મળવાની છે. દુનિયામાં કોઈને એવો પ્રશ્ન થશે છે કે સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો તેનો જવાબ હશે અમદાવાદ મોટેરા ખાતે. અમદાવાદ મોટેરામાં અંદાજે 1100 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. આ સ્ટેડિયમનું 90 ટકા જેટલું કામ પણ પૂર્ણ થઈ ગયું છે તેવા અહેવાલ મળી રહ્યાં છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સ્ટેડિયમને આઈપીએલની ટીમને હોમ-ગ્રાઉન્ડ તરીકે આપવામાં આવશે. 2-3 મહિનામાં જ સ્ટેડિયમનું કામ પુરુ થઈ શકે છે અને સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે વડાપ્રધાન મોદી આ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન કરવા અમદાવાદ મોટેરા ખાતે આવી શકે છે. સ્ટેડિયમનું લગભગ કામ પુરુ કરી દેવાયું છે. સ્ટેડિયમમાં માત્ર ખૂરશીઓ લગાવવાની બાકી છે અને મેદાનનું કામ ચાલી રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સ્ટેડિયમમાં મેઈન ગેટની સાથે ત્રણ નવા ગેઈટ પણ બનાવવામાં આવશે. સ્ટેડિયમમાં કલબ હાઉસ હશે અને તેમાં 55થી વધારે રુમ પણ હશે. સ્વિમિંગ પૂલ ઓલિમ્પિક સ્તરનો બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્ન ખાતે આવેલું છે અને ત્યારબાદ બીજા નંબરે ભારતનું કોલકાત્તા શહેરનું ઈડન ગાર્ડન છે. અમદાવાદ મોટેરા સ્ટેડિયમ થોડા જ સમયમાં આ રેન્કમાં ફેરફાર કરીને પ્રથમ ક્રમાંકે આવી જશે. આમ એક નવી ઓળખ અમદાવાદના નામ સાથે આંતરરાષ્ટ્રય સ્તરે જોડાઈ જશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:47 pm, Tue, 20 August 19

Next Article