મળી ગઈ એલિયન્સની દુનિયા, બીજા ગ્રહ પર મળી આવ્યુ જીવન ,વૈજ્ઞાનિકોની ટીમે કર્યો ખુલાસો

મળી ગઈ એલિયન્સની દુનિયા, બીજા ગ્રહ પર મળી આવ્યુ જીવન ,વૈજ્ઞાનિકોની ટીમે કર્યો ખુલાસો

શું ધરતીની બહાર પણ જીવન છે ? શું ખરેખર હયાત છે એલિયન્સ ? શું બીજા ગ્રહમાં પણ શક્ય છે જીવન ? આ સવાલ તમને નાનપણથી થતા હોય છે. પણ કેટલાય સમયથી આ વાત પર ખૂબ ફોક્સ કરવામાં આવ્યુ અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે, કે આ વાત હવે હકીકત લાગી રહી છે, કે બીજા ગ્રહ પર […]

TV9 Gujarati

|

Dec 18, 2020 | 4:30 PM

શું ધરતીની બહાર પણ જીવન છે ? શું ખરેખર હયાત છે એલિયન્સ ? શું બીજા ગ્રહમાં પણ શક્ય છે જીવન ? આ સવાલ તમને નાનપણથી થતા હોય છે. પણ કેટલાય સમયથી આ વાત પર ખૂબ ફોક્સ કરવામાં આવ્યુ અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે, કે આ વાત હવે હકીકત લાગી રહી છે, કે બીજા ગ્રહ પર જીવન છે.

વૈજ્ઞાનિકોએ પહેલી વાર આપણા સૌર મંડળ બહાર રેડિયો સિગ્નલ મળ્યા છે. આ ગ્રહ આપણાથી 51 પ્રકાશ વર્ષ દૂર જોવા મળ્યા . નીધલેંડ્સના એક રેડિયો ટેલીસ્કોપ લો ફ્રીકેંસી અરેના ઉપયોગથી શોધકર્તાઓ તાઓ બૂટ્સ સ્ટાર સિસ્ટમના એક ગ્રહથી સંકેત મળ્યા છે. આ ગ્રહ એક રીતે ગુરુ જેવો છે. આ વિશાળ ગ્રહ સૂર્યથી ખૂબ નજીક છે.

વૈજ્ઞાનિકોએ પહેલી વાર આપણા સૌર મંડળ બહાર રેડિયો સિગ્નલ મળ્યા છે. આ ગ્રહ આપણાથી 51 પ્રકાશ વર્ષ દૂર જોવા મળ્યા . નીધલેંડ્સના એક રેડિયો ટેલીસ્કોપ લો ફ્રીકેંસી અરેના ઉપયોગથી શોધકર્તાઓ તાઓ બૂટ્સ સ્ટાર સિસ્ટમના એક ગ્રહથી સંકેત મળ્યા છે. આ ગ્રહ એક રીતે ગુરુ જેવો છે. આ વિશાળ ગ્રહ સૂર્યથી ખૂબ નજીક છે.

અમેરિકી વૈજ્ઞાનિકોને મળ્યા ખાસ પૂરાવા

અમેરિકાની કોરનેલ યુનિવર્સિટીના ટીમની શોધ પ્રમાણે બીજા ગ્રહ પર રેડિયો સંકેત મળી આવ્યા છે. આમ તો એસ્ટ્રોનામી એન્ડ એસ્ટ્રોફિજિક્સ જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે, કે તાઓ બૂટ્સ એક એવી સિસ્ટમ છે જ્યા ઘણા બધા રેડિયો સંકેત મળ્યા છે. વૈજ્ઞાનિકો આ સંકેતને ખૂબ મહત્વપૂર્ણ માની રહ્યા છે. કોરનેલના શોધકર્તા જેક ડી ટર્નરે કહ્યુ છે કે “રેડિયોના સંકેતથી પહેલી વખત એક એક્સોપ્લેનેટ શોધ્યું છે ” આ સંકેત અમને તાઓ બુટ્સ સિસ્ટમથી મળ્યા છે.

ખુલી શકે છે ઘણા રહસ્યો

જેક ટી ટર્નર આ સંકેતોથી ખૂબ ખુશ છે. તેમને કહ્યુ છે કે આ રેડિયોના સંકેત બીજા ગ્રહો સાથે અને એલિયન્સ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલી શકે છે. આ ગ્રહની મેગનેટિક ફીલ્ડની સમીક્ષાએ વૈજ્ઞાનિકોને આ ગ્રહ આંતરિક અને બાહ્ય વાતાવરણ વિશે જાણકારી આપે છે. મેગનેટિક ફીલ્ડ ધરતીના ખતરનાક સોલાર હવાઓથી બચાવે છે.અને આજ કારણથી પૃથ્વી પર જીવન સંભવ છે.

પૃથ્વી જેવું વાતાવરણ હોવાની સંભાવના

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પૃથ્વી જેવુ વાતાવરણ હોઈ શકે છે. ટર્નરે કહ્યુ છે કે સૌર મંડળથી બહાર આ ગ્રહ પર પૃથ્વી જેવા મેગનેટિક ફીલ્ડ છે. અને આજ કારણથી બીજા ગ્રહ પર જીવન શક્ય છે. બે વર્ષ પહેલા પણ ટર્નરને સંકેત મળ્યા હતા કે સૌર મંડળમાં ગુરુ જેવો ગ્રહ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati