Lockdownમાં 1400 KM સ્કૂટી ચલાવીને માતા પુત્રને લાવી, હવે Ukraineના યુદ્ધમાં ફસાયો

|

Mar 06, 2022 | 2:59 PM

લોકડાઉનમાં પુત્રને બચાવવા માટે 1400 કિમી ડ્રાઇવ કરનાર માતાને ફરીથી તેના દિકરાની ચિંતા છે. આ માતાનો પુત્ર યુક્રેનમાં ફસાયેલો છે, જ્યાં રશિયન સેના સતત ગોળીબાર કરી રહી છે.

Lockdownમાં 1400 KM સ્કૂટી ચલાવીને માતા પુત્રને લાવી, હવે Ukraineના યુદ્ધમાં ફસાયો
Lockdownમાં 1400 KM સ્કૂટી ચલાવીને માતા પુત્રને લાવી, હવે Ukraineના યુદ્ધમાં ફસાયો

Follow us on

Lockdown : કોરોના રોગચાળાના નિવારણ માટે લગાવવામાં આવેલા લોકડાઉન (Lockdown)માં એક મહિલા ચર્ચામાં આવી હતી, જેણે સ્કૂટર પર 1400 કિમીની મુસાફરી કરીને પોતાના પુત્રને બચાવ્યો હતો. આ જ મહિલા ફરી એકવાર હેડલાઈનમાં આવી છે અને તેનું કારણ પણ અમુક અંશે એ જ છે. એટલે કે તેમનો પુત્ર ફરી મુશ્કેલીમાં મુકાયો છે. જો કે, પરિસ્થિતિ પહેલા કરતા સંપૂર્ણપણે અલગ અને વધુ ખતરનાક છે. તેલંગાણા(Telangana) ના નિઝામાબાદ જિલ્લાની સરકારી શાળામાં શિક્ષિકા રઝિયા બેગમ(Razia Begum)નો પુત્ર યુક્રેન (Ukraine)માં ફસાયેલો છે.

પુત્ર એમબીબીએસ કરે છે

શિક્ષક રઝિયા બેગમ તેમના પુત્ર નિઝામુદ્દીન અમાન(Nizamuddin Aman)ના સુરક્ષિત વાપસી માટે પ્રાર્થના કરી રહી છે. નિઝામુદ્દીન યુક્રેનના સુમી શહેરમાં એમબીબીએસના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. સુમી રશિયન સરહદની નજીક સ્થિત છે અને મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ સુમી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના છે. યુક્રેનથી જે સમાચાર આવી રહ્યા છે તેનાથી રઝિયા ખૂબ જ ડરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રશિયન સેનાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે.

ભારત સરકાર  Operation Ganga ચલાવી રહી છે તમને જણાવી દઈએ કે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકોને બચાવવા માટે ભારત સરકાર Operation Ganga પ્રોગ્રામ ચલાવી રહી છે. આ ઓપરેશન હેઠળ રોમાનિયા, પોલેન્ડ અને હંગેરી મારફતે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

રશિયા-યુક્રેન સોમવારે ત્રીજા રાઉન્ડની કરશે વાતચીત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને રોકવા માટે અત્યાર સુધીમાં બે રાઉન્ડની વાતચીત થઈ છે. આવી સ્થિતિમાં ત્રીજા રાઉન્ડની વાતચીતની તારીખ પણ સામે આવી ગઈ છે. યુક્રેનના અધિકારી ડેવિડ અરખામિયાએ શનિવારે જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે આગામી તબક્કાની વાતચીત સોમવારે યોજાશે.

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine ) આજે 11માં દિવસમાં પ્રવેશી ગયું છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા પાયે ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) ચલાવી રહ્યું છે. આ અંતર્ગત યુક્રેનથી 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન રવિવારે હંગેરીના બુડાપેસ્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યું હતું. આ સિવાય યુક્રેનથી બહાર કાઢવામાં આવેલા 210 ભારતીયોને લઈને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ રોમાનિયાના બુકારેસ્ટથી દિલ્હી નજીક હિંડન એરબેઝ (Hindan Airbase)પહોંચી છે.

આ પણ વાંચો : Amritsar: BSF હેડક્વાર્ટરના મેસમાં અંધાધૂંધ ગોળીબાર, 4 સાથીઓને ઠાર કર્યા બાદ જવાને પોતાને ગોળી મારી કરી આત્મહત્યા

Next Article