ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી કયા દેશો ખુશ અને કોનું વધ્યું ટેન્શન ? જાણો ભારતની શું છે સ્થિતિ

|

Nov 10, 2024 | 3:53 PM

ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ રશિયાથી લઈને ઈઝરાયેલ સુધી તમામે ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. કેટલાકે ખુલ્લા દિલથી ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે કેટલાકે માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે ટ્રમ્પને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે ટ્રમ્પની જીતથી કયા દેશો ખુશ છે અને કયા દુ:ખી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી કયા દેશો ખુશ અને કોનું વધ્યું ટેન્શન ? જાણો ભારતની શું છે સ્થિતિ
World Leader

Follow us on

અમેરિકાના ચૂંટણી જંગમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીતનો ઝંડો ફરકાવ્યો છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા છે. વિશ્વભરના નેતાઓ ટ્રમ્પને તેમની શાનદાર જીત બદલ અભિનંદન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે તેઓ પાછલા કાર્યકાળનું કામ ફરી આગળ ધપાવશે. ટ્રમ્પની જીત બાદ કેટલાક દેશોમાં ખુશીની લહેર છે, તો કેટલાક દેશોનું ટેન્શન વધી ગયું છે.

ડોનાલ્ડ ટ્રમ્પની જીત ઘણા દેશોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે, જેમાં ભારતના વિરોધી અને પાડોશી દેશોનો પણ સમાવેશ થાય છે. રશિયાથી લઈને ઈઝરાયેલ સુધી તમામે ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. કેટલાકે ખુલ્લા દિલથી ખુશી વ્યક્ત કરી હતી જ્યારે કેટલાકે માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે ટ્રમ્પને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે ટ્રમ્પની જીતથી કયા દેશો ખુશ છે અને કયા દુ:ખી છે.

ટ્રમ્પની જીતથી ભારતના પાડોશી દેશો ટેન્શનમાં

ભારતના પાડોશી દેશો ટ્રમ્પની જીતથી ટેન્શનમાં છે. આનો અર્થ એ થયો કે જેઓ આપણને હેરાન કરવાની કોઈ તક છોડતા નથી તેમની હાલત ટ્રમ્પના આગમન સાથે જ ખરાબ થવાની છે. પહેલો પાડોશી દેશ પાકિસ્તાન છે. આતંકી સાથે તેની ગાઢ મિત્રતા છે. જો બાઈડેન પાકિસ્તાન માટે ઉદાર હતા. અમેરિકા તેની કડકાઈ ઘટાડી રહ્યું હતું. પરંતુ ટ્રમ્પ સાથે આવું નથી. કારણ કે વર્ષ 2016માં જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે આતંકવાદ પર પાકિસ્તાનને ઘણી ફટકાર લગાવી હતી. તેને અમેરિકાથી મળતી ભિખ પણ બંધ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. ત્યારે ટ્રમ્પની જીતથી પાકિસ્તાનનું ટેન્શન વધી શકે છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

બાંગ્લાદેશ ખુશ કે ટેન્શનમાં ?

પાડોશી દેશ બાંગ્લાદેશની વાત કરીએ તો, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીની નજીક ગણાય છે. બિલ ક્લિન્ટન, બરાક ઓબામા અને જો બાઈડેન સાથે તેમની ઘણી સામ્યતા છે. યુનુસે ઘણી વખત ટ્રમ્પની ટીકા કરી છે. ટ્રમ્પ જ્યારે 2016માં પહેલીવાર ચૂંટણી જીત્યા ત્યારે યુનુસે કહ્યું હતું કે તેમની જીત સૂર્યગ્રહણ જેવી છે. અજવાળું એક દિવસ ચોક્કસ આવશે.

ટ્રમ્પે તાજેતરમાં બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર કહ્યું હતું કે ત્યાં જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. ટ્રમ્પે બાંગ્લાદેશી હિંદુઓ માટે પણ અવાજ ઉઠાવ્યો છે. એવું માનવામાં આવે છે કે તેઓ હવે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર દબાણ લાવશે અને શેખ હસીનાની પાર્ટી વિરુદ્ધ જે પણ કાર્યવાહી થઈ રહી છે તેને રોકવા કહેશે. બાંગ્લાદેશમાં શેખ હસીનાના તખ્તાપલટ પાછળ અમેરિકા હોવાનું કહેવાય છે. અમેરિકાના બળ પર છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશની નજર ભારત પર હતી, પરંતુ ટ્રમ્પ બાંગ્લાદેશને ઝટકો આપશે.

ચીન સામે ભારતને સમર્થન આપી શકે છે ટ્રમ્પ

હવે વાત કરીએ આપણા સૌથી મોટા પાડોશી ચીનની. તે 5 વર્ષ સુધી LAC પર અડપલા કરતું રહ્યું, પરંતુ જો બાઈડેનને એકવાર પણ તેના વિશે કશું બોલ્યા નથી. તમામ કરારો તોડીને ભારત સાથેના સંબંધો બગાડનાર ચીન અંગે જો બાઈડેન મૌન રહ્યા. એક રીતે તેને જે જોઈએ તે કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ ટ્રમ્પ આવું કરશે નહીં. ટેરિફ લાદીને ચીનને આર્થિક નુકસાન પહોંચાડવાના શપથ લઈને તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે. 2016માં પણ તેમણે ચીન સાથે વેપાર યુદ્ધ શરૂ કર્યું હતું. ચીન ચોંકી ગયું હતું. જો કે અમેરિકાને પણ નુકસાન થયું પરંતુ ટ્રમ્પ હટ્યા નહીં અને આ વખતે પણ થશે. હવે જો ચીન આવું કંઈક કરે છે તો ટ્રમ્પ ખુલ્લેઆમ ભારતને તાકાતથી સમર્થન આપી શકે છે.

કેનેડા ખુશ કે નાખુશ ?

ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ કેનેડા પર ભારત સાથેના સંબંધો સુધારવાનું દબાણ રહેશે. જો કે ખાલિસ્તાન મામલે ટ્રમ્પની નીતિ શું છે તે જોવું રહ્યું. બીજી તરફ, કેનેડાને ડર છે કે ટ્રમ્પ કેનેડિયન ડોલરને ડૂબાડી દેશે. થોડા દિવસો પહેલા કેનેડિયન મીડિયામાં એક લેખ પ્રકાશિત થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે તો કેનેડિયન ડોલર માટે સંકટ સર્જાશે.

તેનું કારણ એ છે કે ટ્રમ્પ અમેરિકામાં કોર્પોરેટ ટેક્સ ઘટાડવા જઈ રહ્યા છે. તેના કારણે કેનેડિયન રોકાણ અમેરિકા તરફ જશે અને કેનેડિયન ડોલર નબળો પડશે. કેનેડા તેલની નિકાસ કરીને મોટાભાગની કમાણી કરે છે. સાથે જ ટ્રમ્પનો વિચાર છે કે અમેરિકા તેલની નિકાસ પણ કરશે. જે કેનેડિયન નિકાસ સાથે સ્પર્ધા કરશે. વિશ્વભરમાં તેલના ભાવ ઘટશે અને કેનેડાની નિકાસમાં પણ ઘટાડો થશે.

ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ કેનેડિયન ડોલરમાં ઘટાડો થયો હતો અને આ વખતે પણ એવી જ સ્થિતિ થશે તેવું લાગે છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પના આગમનથી કેનેડાની અર્થવ્યવસ્થાને પણ ફટકો પડશે.

ટ્રમ્પની જીતથી યુરોપિયન દેશો ખુશ છે કે નાખુશ ?

હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં યુરોપના તમામ દેશોના લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનતા જોવા માંગે છે. મોટાભાગના લોકોએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે કમલા હેરિસ ચૂંટણી જીતે. જર્મનીએ ખાસ કરીને ચૂંટણીમાં કમલા હેરિસને ટેકો આપ્યો હતો.

યુરોપના લોકો ટ્રમ્પની સાથે કેમ ન ઉભા રહ્યા તેનું કારણ છે કે, યુરોપિયન દેશોના લોકો માને છે કે ટ્રમ્પનો ઝુકાવ રશિયા તરફ છે. તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ રશિયાને કહેશે કે તેઓ નાટો સાથે જે ઈચ્છે તે કરે કારણ કે તેઓ અમને જોઈએ તેટલા પૈસા આપતા નથી. હું તેમની રક્ષા કરવા નથી આવી રહ્યો.

ઈરાનમાં કેવું વાતાવરણ ?

અમેરિકાના કટ્ટર દુશ્મન ઈરાને ખુલ્લેઆમ ટ્રમ્પને અભિનંદન આપ્યા નથી. ઈરાનના એક વ્યક્તિએ કહ્યું કે તે ટ્રમ્પની જીતથી નિરાશ છે. આનો અર્થ વધુ આર્થિક દબાણ, ઇઝરાયેલ સાથે યુદ્ધની ધમકી. એક સરકારી કર્મચારીએ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ કોણ છે તેની મને પરવા નથી. મારી મુખ્ય ચિંતા ઈરાનની અર્થવ્યવસ્થા છે. જો તેઓ ઈરાન પરના પ્રતિબંધો હટાવે છે તો તે સારી બાબત હશે.

નેતન્યાહુ ખુશ !

પરિણામોના થોડા સમય બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટ્રમ્પને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે વ્હાઇટ હાઉસમાં તમારી ઐતિહાસિક વાપસી અમેરિકા માટે નવી શરૂઆત અને ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના ગઠબંધન માટે શક્તિશાળી પ્રતિબદ્ધતા આપે છે. આ એક મોટી જીત છે. નેતન્યાહુ જાણે છે કે ગાઝામાં યુદ્ધ અને ઈરાન સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પ તેમની સાથે ઊભા રહેશે. ટ્રમ્પની જીત નેતન્યાહુ માટે આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે. ટ્રમ્પ વહીવટીતંત્રે 2019 માં ગોલાન હાઇટ્સ પર ઇઝરાયેલના સાર્વભૌમત્વને માન્યતા આપી હતી.

યુક્રેન ખુશ કે દુ:ખી ?

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટ્રમ્પને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ફોન પર વાત પણ કરી. બંને વચ્ચે શું વાત થઈ તે અંગેની માહિતી બહાર આવી શકી નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે રશિયાના યુદ્ધને કારણે યુક્રેન પર ટ્રમ્પનું દબાણ વધવાનું છે. ટ્રમ્પ ચૂંટણી પ્રચાર દરમિયાન ઝેલેન્સકીની ટીકા કરતા રહ્યા છે. ઝેલેન્સ્કી અને ટ્રમ્પનો જટિલ ઇતિહાસ છે. 2019માં ટ્રમ્પે ઝેલેન્સકી પર લશ્કરી સહાય અટકાવીને તેના રાજકીય હરીફોની તપાસ કરવા દબાણ કર્યું. આ ફોન કોલના કારણે પહેલીવાર ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ હતી.

રશિયા ખુશ કે નાખુશ ?

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ફરી સત્તામાં આવવાથી રશિયા ખુશ છે. તેમને આશા છે કે રશિયા-યુક્રેન યુદ્ધ હવે સમાપ્ત થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે તેઓ યુદ્ધનો અંત લાવશે. રશિયાએ યુક્રેનના મોટા ભાગ પર કબજો જમાવ્યો છે. જો આ યુદ્ધ કોઈપણ કરાર વિના સમાપ્ત થાય છે, તો વ્લાદિમીર પુતિન ખુશ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે ભૂતકાળમાં સારા સંબંધો રહ્યા છે. તેઓ ઘણી વખત એકબીજા સાથે વાત પણ કરી ચૂક્યા છે. જો કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ટ્રમ્પની જીત પર અભિનંદન આપ્યા નથી.

ભારતની શું છે સ્થિતિ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીને ભારત માટે સારા સમાચાર તરીકે જોઈ શકીએ છીએ. પીએમ મોદીના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મજબૂત સંબંધ છે. બંને નેતાઓ છેલ્લા ઘણા સમયથી એકબીજાના ખુલ્લેઆમ વખાણ કરી રહ્યા છે. ટ્રમ્પ ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ મોદીને અનુકૂળ સંબંધોનો લાભ ચોક્કસપણે મળતો રહેશે. ગત ટર્મની જેમ આ વખતે પણ ટ્રમ્પની નીતિઓ અમેરિકા-ભારત સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ટ્રમ્પની જીતથી ભારતીય નિકાસ ક્ષેત્રને નોંધપાત્ર લાભ મળી શકે છે. મેન્યુફેક્ચરિંગ અને ડિફેન્સ સેક્ટરમાં તેજી આવી શકે છે. અમેરિકન મેન્યુફેક્ચરિંગ અને લશ્કરી ક્ષમતાઓને મજબૂત કરવા પર તેમનું ધ્યાન ભારત ડાયનેમિક્સ અને HAL જેવી ભારતીય સંરક્ષણ કંપનીઓ માટે સારો સંકેત આપી શકે છે. ટ્રમ્પ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલા તણાવને ખતમ કરી શકે છે. આવી સ્થિતિમાં સપ્લાય ચેઇનમાં સુધારો થશે જે ભારતીય વેપારને મદદ કરી શકે છે.

Next Article