AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના નાકમાં દમ કરનાર કોણ છે પાકિસ્તાની તાલિબાન, જાણો કુખ્યાત TTPની સંપૂર્ણ કુંડળી

પાકિસ્તાનના કરાચીમાં થયેલા હુમલા બાદ આતંકવાદીઓના ઉત્સાહમાં વધારો થયો છે. પાકિસ્તાની તાલિબાન તરીકે પ્રખ્યાત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને અનેક હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકવાદી સંગઠને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. આ પહેલા પણ ટીટીપી આતંકવાદીઓ પાકિસ્તાની સેના અને પોલીસને નિશાન બનાવીને અનેક હુમલા કરી ચૂક્યા છે.

પાકિસ્તાનના નાકમાં દમ કરનાર કોણ છે પાકિસ્તાની તાલિબાન, જાણો કુખ્યાત TTPની સંપૂર્ણ કુંડળી
પાકિસ્તાની તાલિબાન, જાણો કુખ્યાત TTPની સંપૂર્ણ માહિતીImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 1:31 PM
Share

પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં પોલીસ હેડક્વાર્ટર પર થયેલા જીવલેણ ફિદાયીન હુમલાએ સુરક્ષાની પોલ ખુલ્લી પાડી છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની તાલિબાને લીધી છે. શુક્રવારે ગોળીબાર અને વિસ્ફોટોના અવાજે કરાચીના મુખ્ય બજારને કેટલાક કલાકો સુધી હચમચાવી નાખ્યું હતું.

આ પણ વાચો: Pakistan Breaking News: પાકિસ્તાન સરકારે કરી જાહેરાત, અમે કંગાળ થવાના નથી, અમે થઈ ગયા છીએ, જુઓ Video

સરકારી અધિકારીઓ અને દક્ષિણ સિંધ પ્રાંતના પોલીસ વડા ગુલામ નબી મેમને જણાવ્યું હતું કે, હુમલામાં ત્રણ સુરક્ષાકર્મીઓ અને એક નાગરિક માર્યા ગયા હતા, જ્યારે 18 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. કરાચી દક્ષિણ સિંધ પ્રાંત હેઠળ આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બથી સજ્જ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ એક આત્મઘાતી બોમ્બરે બિલ્ડીંગમાં પ્રવેશતા જ પોતાની જાતને ઉડાવી દીધી હતી. તો સવાલ એ થાય છે કે પાકિસ્તાની તાલિબાન કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન કોણ છે?

  1. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને પાકિસ્તાની તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે. TTPની રચના 2007 માં પાકિસ્તાનમાં વ્યક્તિગત રીતે કાર્યરત વિવિધ કટ્ટરપંથી સુન્ની ઇસ્લામિક આતંકવાદી જૂથોના સંયુક્ત સંગઠન તરીકે કરવામાં આવી હતી.
  2. TTP અફઘાન તાલિબાનના વફાદાર છે. તેનું નામ પણ અફઘાન તાલિબાન પરથી છે, પરંતુ તેઓ જૂથનો સીધો ભાગ નથી, જે હવે પડોશી અફઘાનિસ્તાન પર શાસન કરે છે. TTPનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં ઇસ્લામિક ધાર્મિક કાયદો લગાવવાનો છે, જેવુ તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં કર્યું છે.
  3. ટીટીપીનું મુખ્ય મથક પાકિસ્તાનના પૂર્વના આદિવાસી વિસ્તારોમાં હતું, જે લાંબા સમયથી અલ કાયદા સહિતના આતંકવાદી જૂથોનું આશ્રયસ્થાન હતું. 2001માં અમેરિકાની આગેવાની હેઠળના આક્રમણ બાદ TTP અને અન્ય આતંકવાદી જૂથોમાં સામેલ આતંકવાદીઓ અફઘાનિસ્તાન ભાગી ગયા હતા.
  4. ટીટીપી પાકિસ્તાનમાં કેટલાક સૌથી લોહિયાળ હુમલાઓ માટે જવાબદાર છે. જેમાં ચર્ચ, શાળાઓ અને મલાલા યુસુફઝાઈ પરના હુમલાનો સમાવેશ થાય છે. 2012ના હુમલા બાદ મલાલા ભાગી ગઈ હતી. મહિલાઓને શિક્ષણથી વંચિત રાખવાના તાલિબાનના પ્રયાસો સામેના તેમના અભિયાન માટે તેણીને નિશાન બનાવવામાં આવી હતી.
  5. પાકિસ્તાન સેનાએ ટીટીપીને ખતમ કરવા માટે અનેક ઓપરેશન શરૂ કર્યા છે. 2014માં પાકિસ્તાની સેનાએ આદિવાસી વિસ્તારમાં સૌથી મોટું સૈન્ય ઓપરેશન પણ શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન ટીટીપીનું ટોચનું નેતૃત્વ ખતમ થઈ ગયું હતું, પરંતુ તેના મોટાભાગના આતંકવાદીઓ અફઘાનિસ્તાન ભાગી ગયા હતા અને ત્યાં રહેવા લાગ્યા હતા.
  6. પાકિસ્તાની તાલિબાનમાં સામેલ આતંકવાદીઓ 2021માં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની પીછેહઠ બાદ અફઘાન તાલિબાનની જીતને લઈને ઉત્સાહિત છે. તેમનું આગામી ધ્યેય પાકિસ્તાનને એક કટ્ટર દેશમાં પરિવર્તિત કરવાનું છે, જ્યાં સિરીયાના બંધારણનો અમલ થશે.
  7. પાકિસ્તાને ટીટીપી સાથે શાંતિ મંત્રણા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના કારણે એક મહિના સુધી યુદ્ધવિરામ પણ થયો હતો. તેની મધ્યસ્થી અફઘાન તાલિબાન દ્વારા કરવામાં આવી હતી. આ યોજના નિષ્ફળ ગઈ અને TTPએ ગયા વર્ષના અંતમાં પાકિસ્તાનમાં ફરી હુમલા શરૂ કર્યા છે.
  8. પાકિસ્તાનનું કહેવું છે કે TTP આતંકવાદીઓના અફઘાનિસ્તાનમાં આશ્રયસ્થાનો છે, પરંતુ અફઘાન તાલિબાન પ્રશાસન આ વાતને નકારે છે. ટીટીપી હુમલામાં વધારો થવાથી ઈસ્લામાબાદ અને તાલિબાન વહીવટીતંત્ર વચ્ચે તણાવ વધ્યો છે.
  9. TTP હુમલાઓ મોટાભાગે પાકિસ્તાન પર કરે છે. ટીટીપીના આતંકવાદીઓ આદિવાસી વિસ્તાર, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં સૌથી વધુ સક્રિય છે.

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">