Coronaની આ મુશ્કેલ પરિસ્થિતિમાં કયા દેશે કરી ભારતની કેટલી મદદ ? જાણો ભારતનાં વિદેશ સંબંધો વિશે

|

May 01, 2021 | 2:11 PM

Corona: દેશમાં દરરોજ કોરોનાના 3 થી 4 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે સાથે જ મોતનો આંકડો પણ બે લાખને પાર કરી ગયો છે. ભારતમાં ઉભી થયેલી આ પરિસ્થિતીની નોંધ દુનિયાભરના દેશોએ લીધી છે અને ભારતને આ મહામારી સામે લડવા માટે મદદ પણ કરી રહ્યા છે.

Coronaની આ મુશ્કેલ પરિસ્થિતિમાં કયા દેશે કરી ભારતની કેટલી મદદ ? જાણો ભારતનાં વિદેશ સંબંધો વિશે
ફાઇલ ફોટો

Follow us on

ભારતમાં કોરોના (Corona)ની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. સમગ્ર દેશમાં કોરોનાના વધતા જતાં કેસને કારણે હેલ્થ કેર સિસ્ટમ સામે પડકાર ઉભા થઇ રહ્યા છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન(Oxygene)ની અછત વર્તાઇ રહી છે ત્યારે સરકાર અને કંપની મેડિકલ ઓક્સિજન તેમજ દવાઓનુ પ્રોડક્શન વધારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોનાના 3 થી 4 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે સાથે જ મોતનો આંકડો પણ બે લાખને પાર કરી ગયો છે. ભારતમાં ઉભી થયેલી આ પરિસ્થિતીની નોંધ દુનિયાભરના દેશોએ લીધી છે અને ભારતને આ મહામારી સામે લડવા માટે મદદ પણ કરી રહ્યા છે.

વિશ્વના અલગ અલગ દેશો પાસેથી ભારતને મળી રહેલી મદદ

સિંગાપુર – 7,511 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, 516 બાયપેપ, અને 256 ઓક્સિજન સિલિન્ડર આવી પહોંચ્યા છે અથવા તો ભારત આવવા માટે રસ્તામાં છે. વધારે 8 ક્રાયોજનિક ટેન્ક રસ્તામાં છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

યૂકે – 495 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ,
120 નોન-ઇન્વેસિવ વેન્ટીલેટર્સ અને 20 મેન્યુઅલ વેન્ટીલેટર્સ આ અઠવાડિયે ભારત મોકલવામાં આવશે. આમાંથી 100 વેન્ટીલેટર્સ અને 95 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ 27 એપ્રિલ 2021ના રોજ ભારત આવી પહોંચ્યા છે.

ફ્રાંસ – ફેઝ-1
-8 લાર્જ ઓક્સિજન જનરેશન પ્લાંટ્સ જેને ઝડપથી ઇનસ્ટોલ કરી શકાય
-લિકવિડ ઓક્સિજન
– 28 રેસ્પિરેટર્સ અને તેના કનઝ્યુમેબ્લસ 200 ઇલેક્ટ્રીક સિરિંજ પુશર્સ

ફેઝ-2
5 લિક્વીડ ઓક્સિજન કન્ટેનર્સ

જર્મની – મોબાઇલ ઓક્સિજન પ્રોડક્શન પ્લાંટ
-120 વેન્ટીલેટર્સ
-આર્મ્ડ ફોર્સ મેડિકલ સર્વિસ 23 મોબાઇલ ઓક્સિજન જનરેશન પ્લાંટ ઇમ્પોર્ટ કરી રહી છે.

રશિયા – 20 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ જે 15 લિટર ઓક્સિજન પ્રતિ મિનિટ જનરેટ કરે છે.
75 લંગ વેન્ટીલેશન ઉપકરણ
150 બેડસાઇડ મોનિટર

યુએઇ – IAF- C-17 એ 18 ક્રાયોજનિક ઓક્સિજન કન્ટેનર્સ એરલિફ્ટ કર્યા છે.
157 વેન્ટીલેટર્સ
480 બાયપેપ અને અન્ય મેડિકલ સ્પલાઇ 29 એપ્રિલે આવી પહોંચ્યો છે.

યુએસએ – -શરુઆતની 1100 સિલિન્ડરની ડિલિવરી તેમ જ રહેશે અને તેને લોકલ સપ્લાઇ સેન્ટર પર રિફિલ પણ કરાવી શકાશે.
-1700 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ
– ઓક્સિજન જનરેશન યૂનિટ મલ્ટીપલ લાર્જ સ્કેલ યૂનિટ 20 પેશન્ટ સુધી સપોર્ટ કરી શકશે.
યૂએસએ Astra Zenecaનો મેન્યુફેક્ચરિંગ સપ્લાઇ ભારતને આપશે જેનાથી કોવિડ-19 વેક્સીનના 20 મિલિયન ડોઝ બનાવી શકાશે.
1 મિલિયન રેપિડ ડાયગનોસ્ટિક ટેસ્ટ જે વ્હાઇટ હાઉસમાં વપરાયા હતા. 15 મિનિટમાં રિઝલ્ટ આપશે અને કમ્યુનિટી સ્પ્રેડને રોકશે.
20,000 એન્ટીવાયરલ ડ્રગ રેમડિસિવર હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઇલાજ માટે
– USAID ખૂબ ઝડપથી 1,000 મેડિકલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ આપશે.

આયર્લેન્ડ – 700 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

ઓસ્ટ્રેલિયા – 500 વેન્ટિલેટર્સ

સાઉદી અરેબિયા – 800 MT લિક્વિડ ઓક્સિજન સમુદ્ર મારફતે પહોંચશે

હોંગકોંગ – 800 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

થાઇલેન્ડ – 4 ક્રાયોજનિક ઓક્સિજન ટેન્ક

Next Article