કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળશે કે નહીં તેનો નિર્ણય કરાશે ચીનમાં!

|

Jun 28, 2021 | 7:52 PM

કચ્છનું ધોળાવીરા (Dholavira) અને તેલંગાણાના રામપ્પા મંદિરને (Ramappa Temple) લઇને આ સત્રમાં નિર્ણય લેવામાં આવશે. જો બધુ અપેક્ષા પ્રમાણે રહ્યુ તો આ સત્રમાં ધોળાવીરાને હેરિટેજ સાઇટનો દરજ્જો આપી દેવામાં આવશે.

કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળશે કે નહીં તેનો નિર્ણય કરાશે ચીનમાં!
ફાઇલ તસવીર

Follow us on

વર્લ્ડ હેરિટેજ કમિટીનું (world heritage site committee) સત્ર કુઝો શહેર (ચીન)ના અધ્યક્ષસ્થાને યોજાવવા જઈ રહ્યુ છે. ગત વર્ષે કોરોનાને કારણે આ સત્રને મોકૂફ રાખવામાં આવ્યુ હતુ, પરંતુ આ વર્ષે સત્ર ઓનલાઈન યોજાશે. સત્રમાં નવા કામ અને ગત વર્ષના બાકી રહી ગયેલા મુદ્દાઓને લઈને કામગીરી કરવામાં આવશે. સત્રની શરૂઆત 16 જુલાઈથી શરૂ થશે અને તે 31 જુલાઈ સુધી ચાલુ રહેશે.

 

આ સત્રમાં ભારતની બે જગ્યાઓને હેરિટેજ સાઈટનો (world heritage site) દરજ્જો આપવાને લઈને નિર્ણય લેવામાં આવશે, માટે ચીનમાં યોજાવનારૂ આ સત્ર ભારત માટે મહત્વનું છે. મળતી માહિતી અનુસાર કચ્છનું ધોળાવીરા (Dholavira) અને તેલંગાણાના રામપ્પા મંદિરને (Ramappa Temple) લઈને આ સત્રમાં નિર્ણય લેવામાં આવશે. જો બધુ અપેક્ષા પ્રમાણે રહ્યું તો આ સત્રમાં ધોળાવીરાને હેરિટેજ સાઈટનો દરજ્જો આપી દેવામાં આવશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

ભારત સરકારે ગત વર્ષે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું, ત્યારબાદ યુનેસ્કોની ટીમે ધોળાવીરા આવીને સાઈટનું નિરીક્ષણ પણ કર્યું હતું અને હવે આ વર્ષે તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રેસ કોન્ફરન્સને ઓનલાઈન સ્ટ્રીમ કરીને આ માટેની જાહેરાત કરવામાં આવશે.

 

ધોળાવીરા વિશેની ખાસ વાતો

ધોળાવીરાએ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે. તે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ 50,000 લોકો આ મહાનગરમાં રહેતા હોવાનું અનુમાન છે. આ પ્રાચીન નગરની પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે.

 

ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જેપી જોશીને જાય છે પણ તેનું મોટાભાગનું ખોદકામ 1990-1991માં ડૉ. આર. કે વિષ્ટના નેતૃત્વમાં થયુ હતુ. કચ્છ માંડુઓ ધોળાવીરાને કોટડા તરીકે જાણે છે.

 

આ પણ વાંચો – Closing Bell : શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર બંધ થયો, SENSEX 189 અને NIFTY 45 અંક તૂટ્યો

આ પણ વાંચોJunagadh : રાજયમાં સૌ પ્રથમવાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીલક્ષી ” જૂનાગઢ જનવાણી” એપ લોન્ચ કરાઇ

આ પણ વાંચોMission karmyogi : ‘મિશન કર્મયોગી’ની શરૂઆત પહેલાજ કકળાટ, પ્રોજેક્ટનાં માપદંડનો NPC અને IIMએ વિરોધ કર્યો

Next Article