Weird Law in Pakistan : ભૂલથી પણ અડી લીધો કોઇનો ફોન તો થઇ શકે છે સજા, આ છે પાકિસ્તાનના વિચિત્ર કાયદા

|

Nov 25, 2021 | 9:58 AM

ઘણા દેશોના કાયદા ખૂબ કડક માનવામાં આવે છે કેટલાક દેશો એવા પણ છે. જેના કાયદા તદ્દન વિચિત્ર (Weird Law) છે. આ કાયદા લોકો માટે આઘાતજનક હોય છે.

Weird Law in Pakistan : ભૂલથી પણ અડી લીધો કોઇનો ફોન તો થઇ શકે છે સજા, આ છે પાકિસ્તાનના વિચિત્ર કાયદા
Strange Laws in Pakistan

Follow us on

વિશ્વના દરેક દેશના પોતાના અલગ કાયદા છે. ઘણા દેશોના કાયદા એકદમ જટિલ હોય છે, જ્યારે ઘણા દેશોના કાયદા ખૂબ કડક માનવામાં આવે છે કેટલાક દેશો એવા પણ છે. જેના કાયદા તદ્દન વિચિત્ર (Weird Law) છે. આ કાયદા લોકો માટે આઘાતજનક હોય છે. આવા કેટલાક કાયદા આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં (Strange Laws in Pakistan) પણ છે.

થોડા મહિના પહેલા પાકિસ્તાનમાં એક બિલ લાવવામાં આવ્યું હતું, જેના કારણે દુનિયાભરમાં પાકિસ્તાનની ઘણી ટીકા થઈ હતી. વાસ્તવમાં, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ બિલમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં યુવક-યુવતીના લગ્ન 18 વર્ષની ઉંમરે જ ફરજિયાત કરવામાં આવે.

કોઇના ફોનને સ્પર્શ કરવા બદલ સજા

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

જો તમે કોઈના ફોનને સ્પર્શ કરો તો પણ પાકિસ્તાનમાં કાયદો છે. અહીં પરવાનગી વગર કોઈના ફોનને સ્પર્શ કરવો ગેરકાયદેસર છે. જો કોઈ વ્યક્તિ આકસ્મિક રીતે કોઈ અન્યના ફોનને પરવાનગી વિના સ્પર્શ કરે છે, તો તેની સામે સજાની જોગવાઈ છે. આ ગુનો કરનાર વ્યક્તિને 6 મહિનાની જેલ થઈ શકે છે.

શિક્ષણ મેળવવા ભરવો પડે છે ટેક્સ

આપણા પાડોશી દેશમાં ભણવા બદલ પણ વિદ્યાર્થીઓએ ટેક્સ ભરવો પડે છે. જો કોઈ વિદ્યાર્થી તેના અભ્યાસ પાછળ 2 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે, તો તેણે તેની ફી પર 5% ટેક્સ ચૂકવવો પડશે. પાકિસ્તાનમાં આ ડરને કારણે જ કદાચ લોકો અભ્યાસ તરફ ધ્યાન આપતા નથી.

અંગ્રેજીમાં અનુવાદ કરવા પર પ્રતિબંધ

પાકિસ્તાનમાં કેટલાક શબ્દોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવું ગેરકાયદેસર માનવામાં આવે છે. અહીં તમે અલ્લાહ, મસ્જિદ, રસૂલ અથવા નબી વગેરે શબ્દોનો અંગ્રેજી અનુવાદ કરી શકતા નથી. જો કોઈ વ્યક્તિ આ શબ્દોનો અંગ્રેજી અનુવાદ કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

ઇઝરાયલ જવા પર પ્રતિબંધ

પાકિસ્તાનનો નાગરિક ક્યારેય ઈઝરાયેલ જઈ શકે નહીં. વાસ્તવમાં પાકિસ્તાન પોતાના નાગરિકોને ઈઝરાયલ જવા દેતું નથી. એટલા માટે પાકિસ્તાન સરકાર તેના નાગરિકોને ઈઝરાયેલ જવા માટે વિઝા આપતી નથી.

આ પણ વાંચો – Good News : મોબાઈલ બેન્કિંગ સાથે જોડાયેલી SMS સેવાને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, TRAIએ કરી આ મોટી જાહેરાત

આ પણ વાંચો –

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: આ Zomato અને Swiggy વાળા આપણે કહીએ ત્યાં લગ્નમાં ચાંદલો લખાવીને, ત્યાંથી ટીફીન લાવી આપે કે ન’ઇ..??

આ પણ વાંચો – IND vs NZ: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બેટીંગ પસંદ કરી, શ્રેયસ ઐય્યરે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ, ભારત અને ન્યુઝીલેન્ડ ની પ્લેયીંગ ઇલેવન

Published On - 9:55 am, Thu, 25 November 21

Next Article