“મોઢું બતાવવા લાયક નથી રહ્યા આપણે”, જાણો PM મોદીએ ફિનલેન્ડના PM સનાને કેમ કહ્યું આવું

|

Mar 17, 2021 | 3:44 PM

ફિનલેન્ડના વડા પ્રધાન સના મારિન સાથે વર્ચુઅલ સમિટમાં PM મોદીએ કોરોના વિશે વાત કરી હતી. તેમજ તેમણે પ્રકૃતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કેટલીક વાતો કરી હતી.

મોઢું બતાવવા લાયક નથી રહ્યા આપણે, જાણો PM મોદીએ ફિનલેન્ડના PM સનાને કેમ કહ્યું આવું
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે માનવજાતને બચાવવા અને સારી બનાવવા માટે પ્રકૃતિને પ્રેમ કરવો જરૂરી છે. ફિનલેન્ડના વડા પ્રધાન સના મારિન સાથે વર્ચુઅલ સમિટમાં તેમણે આ વાત કરી હતી. બંને દેશોના વડા વચ્ચે આ પહેલો સંવાદ હતો. વર્ચુઅલ સમિટમાં પીએમ મોદીએ કોવિડ -19 ને કારણે માર્યા ગયેલા ફિનલેન્ડના નાગરિકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એમ પણ કહ્યું હતું કે સનાએ જે રીતે તેના દેશમાં મહામારી હેન્ડલ કરી છે તે અભિનંદનના પાત્ર છે.

ભારત વિશ્વને તમામ શક્ય મદદ કરી રહ્યું છે

આ સમિટમાં પીએમ મોદીએ પીએમ સનાને કહ્યું હતું કે ભારત વિશ્વભરમાંથી રોગચાળો નાબુદ કરવા માટે માટે કેવી રીતે કામ કરી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતે મહામારીનીની શરૂઆતમાં 150 થી વધુ દેશોમાં દવાઓ સહિતની જરૂરી સામગ્રી મોકલીને તેની ફરજ બજાવી છે. આ સિવાય ભારતે લગભગ 70 દેશોમાં કોરોના વેક્સિન મોકલી છે. આ રીતે ભારતે અત્યાર સુધીમાં વિશ્વના વિવિધ દેશોમાં વેક્સિનના લગભગ 6 કરોડ ડોઝ મોકલ્યા છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ગુસ્સે છે પ્રકૃતિ, એટલે મોઢું સંતાડીને ફરવું પડે છે

આ સમિટ દરમિયાન પીએમ મોદીએ ફિનલેન્ડના વડા પ્રધાન સમક્ષ ક્લાઇમેટ ચેન્જ અને તેના પ્રભાવોને ખૂબ જ સરળ શબ્દોમાં રજુ કરી હતી. તેમણે કહ્યું કે તે હંમેશાં તેઓ મિત્રો અને સાથીદારો સાથે મજાકમાં કહે છે કે આપણે પ્રકૃતિ સાથે એટલો અન્યાય કર્યો છે કે આજે સંપૂર્ણ માનવજાત મોઢું બતાવવા લાયક નથી રહી. એટલે જ આપણે બધાએ મસ્ક બાંધીને, મોઢું સંતાડીને ફરવું પડે છે. તે જ સમયે તેમણે એ પણ જણાવ્યું કે ભારતે આ દિશામાં શું પ્રયત્નો કર્યા છે.

સનાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

સમિટ દરમિયાનના તેમના ભાષણમાં, તેમણે નવીનતમ મોબાઇલ ટેકનોલોજી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ફિનલેન્ડ અને ભારત વચ્ચે આઇસીટી સહયોગની જાહેરાત કરી. તેઓએ આશા વ્યક્ત કરી કે આ વર્ચુઅલ સમિટ બંને દેશોના સંબંધોના વિકાસને વધુ વેગ આપશે. તેમણે કહ્યું કે અમે છેલ્લા એક વર્ષમાં ઘણું શીખ્યું છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી અને ફિનલેન્ડના પીએમ સના પોર્ટુગલમાં ભારત-ઈયુ સમિટ અને ડેનમાર્કમાં ભારત-નોર્ડિક સંમેલનમાં મળશે. પીએમ મોદીએ ફિનલેન્ડના વડા પ્રધાનને ભારતની મુલાકાતે આમંત્રણ પણ આપ્યું છે.

Next Article