અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ Kamala Harris એ કહ્યું, ભારતની શક્ય તેટલી તમામ મદદ કરી રહ્યા છીએ

|

May 07, 2021 | 11:43 PM

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ Kamala Harris એ પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ટેલીફોનીક વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ Kamala Harris એ કહ્યું, ભારતની શક્ય તેટલી તમામ મદદ કરી રહ્યા છીએ
FILE PHOTO

Follow us on

ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ વિશ્વભરના દેશોની મદદ મળી રહી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ Kamala Harris એ કહ્યું, ભારતની શક્ય તેટલી તમામ મદદ કરી રહ્યા છીએ. કમલા હેરિસે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ જો બાઇડન (President Joe Biden) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) વચ્ચેની ટેલીફોનીક વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ભારતની મદદ કરવા અમેરિકા ખડેપગે
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ Kamala Harris એ આજે કહ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઇડને 26 એપ્રિલે વડાપ્રધાન મોદી સાથે મદદની વાત કરી હતી અને 30 એપ્રિલ સુધીમાં અમેરિકન સૈન્ય અને નાગરિકો જમીન પર રાહતકાર્યમાં જોડાઈ ગયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Kamala Harris એ કહ્યું કે પહેલાથી જ અમે ભારતને રિફિલેબલ ઓક્સિજન સિલિન્ડર આપી ચૂક્યા છીએ. અમે ઓક્સિજન કોન્સેન્ટર્સ પણ આપ્યા છે. આ સાથે એમરિકાએ ભારતને N-95 માસ્ક તેમજ કોવિડ દર્દીઓની સારવાર માટે રેમેડિસવીરનો પણ આપ્યો છે. અમે આગળ પણ તમને મદદ કરવા તૈયાર છીએ.

રસીની પેટન્ટને સ્થગિત કરવા સમર્થન
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ Kamala Harris એ કહ્યું કે, “ભારત અને અન્ય દેશોના લોકોને વધુ ઝડપથી રસીકરણ કરવામાં મદદ કરવા માટે અમે કોવિડ-19 રસી પર પેટન્ટને સ્થગિત કરવા માટે સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વિશ્વમાં સૌથી વધુ કોવિડ કેસો છે.”

ભારતના મિત્રના રૂપે કામ કરી રહ્યા છીએ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ Kamala Harris એ કહ્યું, “રોગચાળાની શરૂઆતમાં, જ્યારે અમારી હોસ્પિટલમાં બેડ ઓછા પડવા લાગ્યા, ત્યારે ભારતે મદદ મોકલી. આજે અમે ભારતને તેની જરૂરિયાત સમયે મદદ કરવા માટે કટિબદ્ધ છીએ. અમે વૈશ્વિક સમુદાયના ભાગ રૂપે અને ભારતના મિત્ર તરીકે તેમજ એશિયન ક્વાડના સભ્યો તરીકે આ કામ કરી રહ્યા છીએ.”

US ના સંરક્ષણ મંત્રાલયે પણ મદદની કરી જાહેરાત
Kamala Harris  અગાઉ US ના સંરક્ષણ મંત્રાલયના સેક્રેટરી લોયડ ઓસ્ટિન (Lloyd Austin) એ કહ્યું હતું કે કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેર સામેં સંઘર્ષ કરી રહેલા ભારતના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને મદદ કરવા માટે અમેરિકા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતને આવશ્યક તબીબી પુરવઠો પૂરો પાડ્યો છે.

6 મે ગુરૂવારના દિવસે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના મુખ્ય મથક પેન્ટાગોનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓસ્ટિને કહ્યું કે મિત્ર દેશ ભારત કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, હું એટલું જ કહેવા માંગુ છું કે અમે ભારતના ફ્રન્ટલાઈન વર્કર્સને તરત જ શક્ય તમામમદદ કરી રહ્યા છીએ. યુએસ એરફોર્સના સી-5 એમ સુપર ગેલેક્સી વિમાન અને એક સી-17 ગ્લોબમાસ્ટર 3 દ્વારા ઘણો બધો જરૂરી તબીબી પુરવઠો પહોચાડી રહ્યા છીએ.”

આ પણ વાંચો : Curfew in Goa : ગોવામાં 9 મેં થી 15 દિવસનો કર્ફ્યુ લાગુ, અન્ય રાજ્યમાંથી કોવીડ નેગેટીવ રીપોર્ટ વગર પ્રવેશ નહિ

Next Article