Breaking News: “શરત માનો અથવા પાષાણ યુગમાં જવા તૈયાર રહો”- ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી, પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચરમસીમાએ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક વળાંક પર છે. એક તરફ ઈઝરાયેલ તેહરાન પર મિસાઈલો વરસાવી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે, ઈરાન હવે યુદ્ધવિરામ માટે વિનંતી કરી રહ્યું છે.

Breaking News: શરત માનો અથવા પાષાણ યુગમાં જવા તૈયાર રહો- ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી, પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચરમસીમાએ
| Updated on: Apr 01, 2026 | 8:57 PM

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા એક તરફ ઈરાન સાથે વાતચીતનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ ઈઝરાયેલ તેહરાન પર જોરદાર મિસાઈલો વરસાવી રહ્યું છે. આવા સમયે ઈરાન પણ ક્યાં શાંત બેસે તેમ છે, તેણે પણ જવાબી કાર્યવાહીમાં કોઈ કસર છોડી નથી. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તાજેતરના નિવેદનમાં ઈરાની રાષ્ટ્રપતિના વખાણ કરતા દાવો કર્યો છે કે, ઈરાન સીઝફાયર (યુદ્ધવિરામ) માટે અપીલ કરી રહ્યું છે. જો કે, ટ્રમ્પે તેની સામે એક શરત પણ મૂકી દીધી છે.

ટ્રમ્પે બુધવારે દાવો કર્યો હતો કે, ઈરાનના નવા નેતૃત્વએ અમેરિકાને યુદ્ધવિરામ માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, ઈરાનના નવા રાષ્ટ્રપતિ જૂના નેતાઓની સરખામણીમાં ઓછા કટ્ટર અને વધુ બુદ્ધિશાળી છે. તેમ છતાં, અમેરિકા સીઝફાયર પર ત્યારે જ વિચાર કરશે, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ને સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે અને તે સુરક્ષિત તેમજ અવરોધ રહિત બની જશે.

ઈરાન વિરુદ્ધ અમેરિકી હુમલા ચાલુ રહેશે

ટ્રમ્પે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ માત્ર ખોલવામાં જ નહીં પરંતુ તે સંપૂર્ણપણે સ્વતંત્ર અને સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી સીઝફાયર થશે નહીં. આ દરમિયાન ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે, જ્યાં સુધી આ શરત પૂરી નહીં થાય ત્યાં સુધી અમેરિકા ઈરાનને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે અથવા તેને પાષાણ યુગ (Stone Ages) માં ધકેલી દેશે.

‘હોર્મુઝને સુરક્ષિત રાખવો એ અમેરિકાની જવાબદારી નથી’

આ પહેલા ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધમાં સહયોગ આપવામાં વધુ રસ ન દાખવનારા મિત્ર દેશો પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રાખવાની જવાબદારી અમેરિકાની નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અનુમાન લગાવ્યું હતું કે, અમેરિકી સેના બે થી ત્રણ અઠવાડિયામાં હુમલા બંધ કરી દેશે. તેમણે કહ્યું હતું કે, ઈરાન દ્વારા અવરોધિત કરાયેલા હોર્મુઝ જળડમરુમધ્યમાં શું થાય છે, તેની સાથે અમેરિકાને ‘કોઈ લેવા-દેવા હશે નહીં.’

Breaking news: અમેરિકા બેથી ત્રણ અઠવાડિયામાં ઈરાન છોડી દેશે… ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાના આપ્યા સંકેત

Follow Us