વિરાટ કોહલી સાથેનાં વિવાદ મુદ્દે આખરે અનિલ કુંબલે એ ખોલ્યું મોઢુ,વાંચો કેવા રહ્યા અનુભવ ટીમ ઈન્ડિયા સાથે

|

Jul 23, 2020 | 8:20 AM

ભારતીય ટીમનાં પૂર્વ કપ્તાન અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ તરીકેનાં તેના કાર્યકાળથી કોઈ પસ્તાવો નથી જો કે તેમનું કહેવું છે કે અંત વધારે સારો હોવો જોઈતો હતો. ભારતનાં કેપ્ટન વિરાટ કોહલી સાથેનાં મતભેદને લઈ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી કુંબલેને એ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પૂર્વ સ્પિનરે ઓનલાઈન સત્રમાં ઝિમ્બાબ્વેનાં પૂર્વ ક્રિકેટર […]

વિરાટ કોહલી સાથેનાં વિવાદ મુદ્દે આખરે અનિલ કુંબલે એ ખોલ્યું મોઢુ,વાંચો કેવા રહ્યા અનુભવ ટીમ ઈન્ડિયા સાથે
http://tv9gujarati.in/virat-kohli-sath…eva-rahya-anuhav/

Follow us on

ભારતીય ટીમનાં પૂર્વ કપ્તાન અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ તરીકેનાં તેના કાર્યકાળથી કોઈ પસ્તાવો નથી જો કે તેમનું કહેવું છે કે અંત વધારે સારો હોવો જોઈતો હતો. ભારતનાં કેપ્ટન વિરાટ કોહલી સાથેનાં મતભેદને લઈ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી કુંબલેને એ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પૂર્વ સ્પિનરે ઓનલાઈન સત્રમાં ઝિમ્બાબ્વેનાં પૂર્વ ક્રિકેટર પોમીને કહ્યું કે અમે તે એક વર્ષ ઘણું સારૂ કર્યું અને હું પોતે ખુબજ ખુશ હતો અને ત્યાંથી આગળ વધીને ખુશ જ હતો.

તેમણે કહ્યું કે હું જાણતો હતો કે અંત વધારે સારો હોઈ શકતો હતો. કોચનાં રૂપમાં આપ અનુભવી શકો છો કે આગળ વધવાનો સમય ક્યારે છે કોચ છે કે જેણે આગળ વધવાની જરૂર હોય છે. હું ખરેખર ખુશ હતો કેમ કે તે એક વર્ષમાં મે ઘણી મહત્વની જવાબદારી નિભાવી હતી. કુંબલેનો કોચ તરીકેનો એક વર્ષનો કાર્યકાળ સફળ રહ્યો અને જેમાં ટીમ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોચી હતી સાથે જ ટેસ્ટ ટીમમાં આધારે પણ તે મજબુત થઈ હતી કે જેણે તે કાર્યકાળ દરમિયાન 17માંથી માત્ર એક ટેસ્ટ જ ગુમાવી હતી. તેમણે કહ્યું કે તે ઘણાં ખુશ હતા કે તેણે ભારતીય કોચ તરીકેની જવાબદારી નિભાવી હતી. ભારત માટે 132 ટેસ્ટમાં 619 વિકેટ અને 271 વન-ડેમાં 337 વિકેટ લેવા વાળા કુંબલે એ કહ્યું કે શાનદાર ખેલાડીઓ સાથે અને ભારતીય ડ્રેસીંગ રૂમનો હિસ્સો બનવું એ અદ્ભૂત અનુભવ પણ છે. કુંબલે હાલનાં સમયમાં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કિંગ્સ ઈલેવન પંજાબ ફ્રેન્ચાઈઝીનાં મુખ્ય કોચ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article