Viral Photo : તસવીર જોઇને ચકરાયા લોકો, પૂછ્યુ બાળકીનું અડધુ શરીર ક્યા છે ?

|

May 18, 2021 | 5:01 PM

કેટલીક વાર ફોટોગ્રાફર એવી કરામત કરે છે કે ફોટો વાસ્તવિકતામાં દેખાય છે એનાં કરતાં વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે.

Viral Photo : તસવીર જોઇને ચકરાયા લોકો, પૂછ્યુ બાળકીનું અડધુ શરીર ક્યા છે ?

Follow us on

ફોટોગ્રાફી એક કલા છે અને ટ્રીક ફોટોગ્રાફી એને અલગ જ એંગલ આપે છે. પહેલાંનાં સમયમાં એક કહેવત હતી કે તસ્વીર જૂઠ ન બોલે. પરંતુ કેટલીક વાર ફોટોગ્રાફર એવી કરામત કરે છે કે ફોટો વાસ્તવિકતામાં દેખાય છે એનાં કરતાં વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે.

સોશિયલ મીડિયા પર રોજ એક એવો ફોટો અને વીડિયો આવે છે, જે લોકોના દિમાગને ચકરાવે ચઢાવી દે છે. આજકાલ આવો જ એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જે પણ વ્યક્તિ આ તસવીરને જોઇ રહ્યો છે તે કન્ફ્યુઝ થઇ રહ્યા છે.

ફોટામાં એક યુવતી જોવા મળી રહી છે જે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ફોટાએ લોકોને મૂંઝવણમાં મૂકી દીધાં છે, કારણ કે આ જોયા પછી લાગે છે કે બાળક ખાડામાં છે. પરંતુ આ ફોટાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ જ કારણ છે કે આ ફોટાને સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો આ ફોટાની પઝલનો સમાધાન શોધવા કલાકો સુધી તેમના મનનાં ઘોડાઓ દોડાવી રહ્યા છે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ફોટો Reddit યૂઝર MK24ever  દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ મારી દીકરી, પણ તેનું બાકીનું શરીર ક્યાં છે? ઓહ… હું જોઉં છું, તમે પણ જોશો ? અલબત્ત, આ ફોટો જોયા પછી કોઈનું મન પણ ગુંચવાઈ જાય. પરિણામે, ફોટો શેર થતાની સાથે જ તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો. આ પછી, બાળકીના શરીરના બાકીના ભાગ ક્યાં છે તે શોધવા માટે યૂઝર્સ પોતાની કલ્પનાનાં ઘોડા દોડાવવા લાગ્યા અને પૂછપરછ પણ શરૂ કરી!

આ પછી,  @TimKietzmannએ આ ફોટો શેર કર્યો અને લખ્યું, ‘તેમાં ફોટોશોપનો ઉપયોગ થયો નથી.’ ખરેખર તે એક કમાલનો ફોટોગ્રાફર છે કે જેણે આ ફોટો લીધો છે, તેણે આ ફોટો એ રીતે લીધો છે કે જેથી કોઈ પણ તેને જુએ છે તે મૂંઝવણમાં આવે તેની ખાતરી છે. જો કે, ટ્વિટર યુઝર @bioinfolucas એ ફોટોશોપની મદદથી આ ફોટાની વાસ્તવિકતા જાહેર કરી છે. ખરેખર, છોકરીના અડધા શરીરને એક દિવાલ દ્વારા ઢાંકવામાં આવી છે.

Next Article