વેસ્ટ બેંકંમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, હમાસ અને ઇઝરાયલી સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર, IDFએ ચાર આતંકીઓને કર્યા ઠાર

|

Sep 26, 2021 | 9:26 PM

વેસ્ટ બેંકંમાં આતંકવાદી સંગઠન હમાસ સામે ધરપકડ કાર્યવાહી દરમિયાન ઇઝરાયેલી સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા ચાર પેલેસ્ટિનિયન બંદૂકધારીઓ માર્યા ગયા છે.

વેસ્ટ બેંકંમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, હમાસ અને ઇઝરાયલી સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર, IDFએ ચાર આતંકીઓને કર્યા ઠાર
Israeli Troops Killed Hamas Terrorists - Symbolic Picture

Follow us on

Israel Killed Hamas Terrorists: વેસ્ટ બેંકંમાં આતંકવાદી સંગઠન હમાસ સામે ધરપકડ કાર્યવાહી દરમિયાન ઇઝરાયેલી સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા ચાર પેલેસ્ટિનિયન બંદૂકધારીઓ માર્યા ગયા છે. ઇઝરાયલી સેનાએ આ અંગે માહિતી આપી છે. વેસ્ટ બેંકંમાં ઇઝરાયેલી દળો (IDF) અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચે તાજેતરના અઠવાડિયામાં રવિવારની હિંસા સૌથી ઘાતક બની છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 11 દિવસના યુદ્ધ બાદ આ વર્ષે ગાઝા પટ્ટીમાં વધતા તણાવ વચ્ચે હિંસા સામે આવી છે.

પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, પશ્ચિમ કાંઠાના ઉત્તરીય શહેર જેનિનમાં એક પેલેસ્ટાઇનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે અન્ય ત્રણ લોકો ઉત્તરીય જેરૂસલેમના બિડ્ડુમાં માર્યા ગયા હતા. ઇઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલી સુરક્ષા દળોએ વેસ્ટ બેંકમાં આતંકવાદી સંગઠનના સભ્યો સામે એક અભિયાન શરૂ કર્યું છે જે આતંકવાદી હુમલા કરવાના હતા. તેમણે કહ્યું કે, સૈનિકોએ “તેમની અપેક્ષા મુજબ કર્યું.” અને સરકારે તેમને સંપૂર્ણ ટેકો આપ્યો છે.

હમાસ કે સેલનો રોકવાનો ઉદેશ્ય

ઇઝરાયલી સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ એમ્નોન શેફલરે જણાવ્યું હતું કે, શિન બેટ ઇન્ટરનલ સિક્યુરિટી એજન્સી અને બોર્ડર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં સામેલ ઇઝરાયેલી દળો પર વેસ્ટ બેન્કમાં (Israel Hamas Fighting) ધરપકડ કરતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો. બાઈબલના નામોથી વેસ્ટ બેંકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેનો હેતુ “આતંકવાદી સંગઠન હમાસના સેલને બંધ કરવાનો છે, જે જુડિયા અને સમરિયામાં આતંકવાદી હુમલા કરવાના ઈરાદાથી કામ કરી રહ્યો છે.” તેમણે કહ્યું કે રાતભર ચાલેલા ઓપરેશનમાં હમાસના 4 સભ્યો માર્યા ગયા અને અન્ય ઘણાની ધરપકડ કરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સતત રોતોની રાતો સુધી થઈ લડાઈ

આજથી આશરે દસ દિવસ પહેલા હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સતત ત્રણ રાત સુધી લડાઈ ચાલી હતી. બંને તરફથી એકબીજા પર હુમલા કરવામાં આવ્યા હતા. હમાસ શાસિત વિસ્તારોમાંથી શ્રેણીબદ્ધ રોકેટના જવાબમાં, ઇઝરાયેલી લડાકુ વિમાનોએ ગાઝા પટ્ટીમાં તેના ઘણા લક્ષ્યો પર હુમલો કર્યો (Hamas Attacks on Israel).

હકીકતમાં આ મહિનાની શરૂઆતમાં છ પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ઇઝરાયેલની સૌથી સુરક્ષિત ગણાતી જેલમાંથી એક ટનલ મારફતે ભાગી ગયા હતા. તેમના ભાગી જવાની ખુશીમાં ગાઝાથી ઇઝરાયેલ પર આગના ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા. જે બાદ ઈઝરાયલે પણ હુમલો કર્યો હતો. આ પછી, ગાઝાથી રોકેટ છોડવામાં આવ્યા, જેના જવાબમાં ઇઝરાયલે આકાશમાંથી બોમ્બ ફેંક્યા. જોકે બાદમાં તમામ છ કેદીઓ પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો: UPSC ટોપર્સે જણાવ્યા સારા પુસ્તકો અને સારી ફિલ્મો જોવાના ફાયદા, જાણો ટોપર્સે તમામ વિદ્યાર્થીઓને શું આપ્યો સંદેશ

Next Article