Chinese Vaccine: જાણો કેમ 90 જેટલા દેશોને ચીનની વેક્સિન પર ભરોસો કરવો પડ્યો ભારે?

|

Jun 24, 2021 | 11:09 PM

મંગોલિયા, બહેરીન અને સેશેલ્સે તેમના નાગરીકને ચીનની વેક્સિન આપી હતી. વેક્સિનેશન થયા બાદ લોકોને ફરીથી સામાન્ય જીવનમાં પરત ફરવાની આશા હતી, પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યુ.

Chinese Vaccine: જાણો કેમ 90 જેટલા દેશોને ચીનની વેક્સિન પર ભરોસો કરવો પડ્યો ભારે?
પ્રતિકાત્મક તસવીર

Follow us on

દુનિયાના લગભગ બધા જ દેશો કોરોનાથી પ્રભાવિત છે. કોરોનાને કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દુનિયાભરના એક્સપર્ટ્સનું કહેવુ છે કે કોરોનાથી બચવા માટે વેક્સિન (Vaccination) જ એકમાત્ર ઉપાય છે. આ માટે કેટલીક વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ચીનની વેક્સિન પણ સામેલ છે. પરંતુ મળતી માહિતી અનુસાર જે પણ દેશએ પોતાના નાગરિકોને ચીનની વેક્સિન આપી છે તેઓ હવે પસ્તાઈ રહ્યા છે.

 

મંગોલિયા, બહેરીન અને સેશેલ્સે તેમના નાગરીકને ચીનની વેક્સિન આપી હતી. વેક્સિનેશન થયા બાદ લોકોને ફરીથી સામાન્ય જીવનમાં પરત ફરવાની આશા હતી, પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યુ અને કોરોનાના કેસમાં ફરીથી વધારો થવા લાગ્યો. ચીનની સિનોફાર્મ અને સિનોવૈક વેક્સિન પર ભરોસો કરવો આ દેશોને ભારે પડ્યો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

સેશેલ્સ, બહેરીન, ચીલી અને મંગોલીયાએ વેક્સિનેશનની ઝડપમાં અમેરીકાને પણ પાછળ છોડી દીધુ હતુ. આ દેશોમાં લગભગ 50 ટકાથી 68 ટકા વસ્તીનું રસીકરણ થઈ ચૂક્યુ છે. પરંતુ ગત અઠવાડિયાના કેસોની વાત કરવામાં આવે તો આ દેશો ટોપ 10માં આવી ગયા. વાત ફક્ત આટલા જ દેશોની નથી, પરંતુ ચીન પાસેથી લગભગ 90 દેશોએ વેક્સિન લીધી છે અને આ બધા દેશો હવે ચિંતિત છે.

 

ચીનની વેક્સિન બનાવતી કંપનીઓએ કોઈ ડેટા શેર નથી કર્યો કે તેમની વેક્સિન કેટલી અસરકારક છે. ચીનનું સીડીસી કહે છે કે હર્ડ ઈમ્યુનિટી બનાવવા માટે દેશની 85 ટકા આબાદીને વેક્સિન આપવી પડશે. પહેલા આ અનુમાન 70 ટકાનું હતુ.

 

આ પણ વાંચો: Mehsana: કાંટે કાંટે અલગ વજન, સસ્તા અનાજનાં દુકાનદારની કળા ઝડપી પાડતા ગ્રામજનો, મામલો હવે મામલતદારનાં હાથમાં

 

આ પણ વાંચો: Surendranagar: સરકારી બાબુઓ જરા આળસ ખંખેરો, ધાંગધ્રાનાં રાજચરાડી ગામે ગયા વર્ષે તણાઈ ગયેલો પુલ આજે પણ જૈસે થેની સ્થિતિમાં, નવો બનશે ખરો?

Next Article