પિતા લાદેનના મોતનો બદલો લેવાની ફિરામાં છે પુત્ર હમઝા બિન લાદેન, અમેરિકાએ હમઝા પર 10 લાખ ડૉલરના ઇનામની કરી જાહેરાત

|

Mar 01, 2019 | 3:12 AM

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનની બાતમી આપનારને 10 લાખ ડૉલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. TV9 Gujarati   Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે […]

પિતા લાદેનના મોતનો બદલો લેવાની ફિરામાં છે પુત્ર હમઝા બિન લાદેન, અમેરિકાએ હમઝા પર 10 લાખ ડૉલરના ઇનામની કરી જાહેરાત

Follow us on

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનની બાતમી આપનારને 10 લાખ ડૉલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

TV9 Gujarati

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અમેરિકાએ કહ્યું છે હમઝા પોતાના પિતાના મોતનો બદલો લેવા માટે અમેરિકા પર હુમલાનુ કાવતરું રચી રહ્યો છે. તેને જોતા આટલા મોટા ઇનામની જાહેરાત કરવામાં આવી છે. 10 લાખ ડૉલરને ભારતીય રૂપિયામાં ગણીએ, તો 7 કરોડ 8 લાખ 15 હજાર રૂપિયાથી વધુની રકમ થાય છે.

અમેરિકન વિદેશ મંત્રાલયે શુક્રવારે આ ઇનામની જાહેરાત કરતા કહ્યું કે હમઝા અમેરિકા અને તેના સાથીઓ પર હુમલાની ફિરાકમાં છે. તેણે હુમલાની ધમકી પણ આપી છે. અમેરિકન વિદેશ વિભાગના એક અધિકારી એમટી ઇવાનોફે કહ્યું કે આ પગલું અમેરિકાના આતંકવાદ વિરુદ્ધ મોજૂદ દરેક હથિયારના ઉપયોગની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમેરિકન લીડર પોતાના કામ પ્રત્યે જવાબદાર છે.

એક અન્ય અધિકારી નાથન સેલ્સે કહ્યું કે અલકાયદા છેલ્લા કેટલાક સમયથી શાંત છે, પરંતુ આ માત્ર તેનું સ્ટ્રૅટેજિક મૌન છે, આત્મસમર્પણ નથી. કોઈ ભૂલ ન કરે. અલકાયદા પાસે અમારી ઉપર હુમલો કરવાની ક્ષમતા અને ઇરાદા બંને જ છે.

નોંધનીય છે કે હમઝા બિન લાદેને તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. તેણે આ લગ્ન કોઇક સામાન્ય યુવતી સાથે નહીં, પણ 9/11ના અમેરિકન હુમલા માટે વિમાન હાઈજૅક કરનાર મોહમ્મદ અટ્ટાની દીકરી સાથે કર્યા છે. ઓસામાના પરિવારે આની પુષ્ટિ કરી છે. લાદેનના ઓરમાન ભાઈએ ધ ગાર્જિયનને આપેલા એક ઇંટરવ્યૂમાં પણ આ લગ્નનો ઉલ્લેખ કર્યો હતો.

[yop_poll id=1886]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article